________________
ઉપદેશસંગ્રહ-૩
૩૫૧ આપણે આત્મા જાણ્યો નથી. પરંતુ જે સદ્ગુરુનું શરણ લીધું છે. તેણે તો જડચેતન યથાર્થ જાણ્યું છે–પથાર્થ આત્મસ્વરૂપ તે સદ્ગુરુ દેવે જાણ્યું છે–તો તેની શ્રદ્ધા છે તે પણ સમકિત છે. પરમકૃપાળુદેવ ઉપર શ્રદ્ધા કરો. શ્રદ્ધા એ જ આત્મા છે. આટલો મનુષ્યભવ પામી એક સત્પરુષને શોધી તેની સાચી શ્રદ્ધા થઈ જશે તો કામ થઈ જશે.
બીજું કાંઈ શોઘ મા. માત્ર એક પુરુષને શોધીને તેના ચરણકમળમાં સર્વ ભાવ અર્પણ કરી દઈ વર્યો જા.” આત્મા જાણ્યો છે એવા સદ્ગુરુની શ્રદ્ધા છે તે સમકિત છે. માટે અવિચળ શ્રદ્ધા કરો. સાચાની શ્રદ્ધાએ સાચાનું ફળ થશે. ખોટાની શ્રદ્ધાએ તેવું ફળ થશે.
સુરત, તા.૧૨-૬-૩૪ અહીં આવ્યા છો તો ઘણો લાભ થશે. ઓળખાણ થઈ નથી. ઓળખાણ કરી લેવી જોઈએ. જડ-ચેતનની ઓળખાણ થયે સમકિત કહ્યું. નવે તત્ત્વ જડ-ચેતનમાં સમાય છે.
શ્રી જ્ઞાનીએ જડચેતનની વ્યાખ્યા આમ કરી છે –
જડભાવે જડ પરિણમે, ચેતન ચેતન ભાવ—આ પદ મુખપાઠ કરવું. આમાં જડ-ચેતનની ઓળખાણ કરાવી છે. જડ એ પુદ્ગલ છે. તેના પરમાણુ છે, તેના પર્યાય છે. તેને જ્ઞાની જાણે છે. જડ છે તે સુખદુઃખ જાણે નહીં. દ્રવ્ય, ગુણ, પર્યાય જડના પણ છે. કર્મ એ જડ છે.
આત્મા તેને જીવ કહેવાય છે, ચૈતન્ય શક્તિ કહેવાય છે. જાણે છે, દેખે છે તે જ્ઞાનસ્વરૂપ આત્મા છે. દ્રવ્ય, ગુણ, પર્યાય આત્માના પણ છે. તેને જાગ્યે ભેદજ્ઞાન થાય છે. જડને જડ જાણે, ચેતનને ચેતન જાણે એ ભેદજ્ઞાન.
આ વાત મોઢે કરવી. લક્ષમાં રાખશો તો જડચેતનની ઓળખાણ થશે.
સુરત, તા.૧૨-૬-૩૪ ‘સહજાન્મસ્વરૂપ' એ મહા ચમત્કારિક મંત્ર છે. સંભારતાં, યાદ કરતાં, બોલતાં, વૃત્તિ તેમાં વાળતાં કોટિ કર્મ ખપે છે, શુભ ભાવ થાય છે, શુભ ગતિ અને મોક્ષનું કારણ થાય છે. મરણ સમયે ચિત્તવૃત્તિ મંત્રસ્મરણમાં કે તે સાંભળવામાં જોડાય તો ગતિ સારી થઈ જાય. અને જન્મમરણથી મુક્ત થવાનું તે સમર્થ કારણ થાય છે.
વૃત્તિ એ વેરી છે, દુશ્મન છે, ભૂંડું કરનાર છે. તેને રોકવી. વૃત્તિને રોકી સ્મરણમાં રહેવું એ તપ છે. એ જ ઘર્મ છે. સપુરુષાર્થમાં રહેવું.
“MU થો, મUITS તવો' જ્ઞાનીની શ્રદ્ધા કરી તેની આજ્ઞા પ્રમાણે ચાલો.
કુગુરુ ઇચ્છા, વાસના, તૃષ્ણા સહિત છે. “ક્યા ઇચ્છત ? ખોવત સબે, હૈ ઇચ્છા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org