________________
૩પ૦
ઉપદેશામૃત મુમુક્ષુ–જ્ઞાન શાથી થાય ?
પ્રભુશ્રી–ત્રિકાળમાં પણ જ્ઞાનીને શોધવા પડશે. સત્પરુષને શોધી તેના ઉપર શ્રદ્ધા અને તેની આજ્ઞાનું આરાધન. આ બે કર્યું જાઓ. વિશેષ કરવા જશો, આત્મા જોવા જશો તો પોતાની મેળે કંઈ જણાય તેમ નથી. - સદાચાર એટલે સત્ અને શીલ. સત્ એટલે આત્મા, આત્માનો વિચાર, વાત, લક્ષ. શીલ એટલે મુખ્યત્વે બ્રહ્મચર્ય. તે દ્રવ્ય પણ પળાય તો તે મોટી વાત છે. સાચું તો સર્વ પર ભાવનો ત્યાગ તે છે. સદાચાર પૂર્વે બહુ પાળ્યા. પરંતુ વળાવો, સદ્ગુરુની આજ્ઞારૂપ, હતો નહીં, માટે કામ થયું નહીં. આજ્ઞાથી સદાચાર એક આત્માર્થની ઇચ્છાએ થાય છે અને સ્વચ્છેદથી તો તે પુણ્ય, સ્વર્ગ કે કલ્પિત મોક્ષની ઇચ્છા થાય છે. માટે આજ્ઞાથી જ કામ થાય છે.
સુરત, તા. ૧૧-૬-૩૪ મુમુક્ષ-સમકિતી ઉદયને ભોગવે છે; મિથ્યાત્વી પણ ઉદયને ભોગવે છે. એક બંઘાતો નથી અને બીજો બંધાય છે. તો સમદ્રષ્ટિ પાસે એવું શું છે કે તે બંઘાતો નથી ?
પ્રભુશ્રી–સમ્યવ્રુષ્ટિ એવા જ્ઞાની ગૃહસ્થ હોય તોપણ મુનિ છે. મિથ્યાત્વી સાધુ હોય તોપણ સંસારી છે.
ઉપર વેશ અચ્છો બન્યો, માંહી મોહ ભરપૂર છે.” એમ ઉપરથી તો ચારિત્ર ઘરીને હજારો મનુષ્યોને ઉપદેશ આદિ વાકચાતુર્યથી રંજન કરતો હોય છતાં કુગુરુ છે. સમકિતી કાંઈ બોલતો પણ ન હોય છતાં મુનિ છે, જ્ઞાની છે. એવું સમકિતી પાસે શું છે ?
સમકિતીનો સંગ આત્મગુણ પ્રગટ કરનાર છે. મિથ્યાત્વી કુગુરુનો સંગ, ઉપદેશ આદિ સર્વ સંસારવૃદ્ધિનાં કારણ છે. તેથી ત્યાગવા યોગ્ય છે.
માયા શલ્ય, મિથ્યાત્વ શલ્ય અને નિયાણ શલ્ય–આ ત્રણમાંથી એક પણ શલ્ય હોય ત્યાં સુઘી ઘર્મ ફળદાયક થાય નહીં; અને કુગુરુમાં તો ત્રણે શલ્ય હોય છે.
ઉપરથી સાધુનો વેશ હોય અને બાહ્ય ચારિત્રાદિથી જનરંજન કરી સાધુ કહેવરાવવા તથા માનપૂજા આદિ કારણે દેખાડવું કાંઈ–સાધુપણું, અને અંતરથી વર્તન કાંઈ–વિષય-કષાય-મોહથી ભરપૂર, એવું હોય તો તે માયાશલ્ય કહેવાય. પોતાના આત્મા અર્થે ઘર્મ નહીં કરતાં, અંતરશ્રદ્ધા વગર જગતને ઠગવા ગુપણા આદિની અજ્ઞાનક્રિયા તે માયાશલ્ય છે.
ઘર્મ આરાઘતાં જીવને સંસારફળની ઇચ્છા છે તે નિયાણશલ્ય છે. વિષયભોગની ઇચ્છાથી, ઘનની, પુત્રની ઇચ્છાથી કે સ્વર્ગાદિ સુખની ઇચ્છાથી ઘર્મમાં પ્રવર્તન તે નિયાણશલ્ય છે.
દેહને આત્મા માનવ, આત્માને દેહ માનવો, સ્વદ્રવ્ય આત્માને પરદ્રવ્ય-જડ માનવું, પદ્રવ્યને સ્વદ્રવ્ય માનવું, એ આદિ મિથ્યાત્વ એટલે વિપરીત માન્યતા છે. તે શલ્ય સમાન દુ:ખ દેનાર છે તેથી તે મિથ્યાત્વ શલ્ય કહેવાય છે. તેથી તે ત્રણે શલ્યથી રહિત થવું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org