________________
ઉપદેશસંગ્રહ-૩
૩૪૯ કરોડો રૂપિયા આપતાં ન મળે એવો આ મનુષ્ય દેહ છે. તેમાં રાજપાટ કે કરોડો રૂપિયા મળવા સહેલા છે. પણ તે સાથે જનાર નથી; એક ઘર્મ સાથે જનાર છે. તેને માટે જ આ મનુષ્યભવ ગાળવો. સમકિત થયું નહીં ત્યાં સુધી સંસારદુઃખ ઊભાં જ છે. સમકિત થયું તેનો મનુષ્ય ભવ સફળ છે. “આશા ત્યાં વાસા.” માટે સમકિતની જ આશા, ઇચ્છા, જિજ્ઞાસા રાખવી.
યોગ્યતા લાવો. જ્ઞાનીનાં જ્ઞાનદાનનાં દ્વાર અખંડ ઉઘાડાં છે. જે આવે તેને આપવા જ બેઠા છે. પરંતુ લેનાર યોગ્યતાવાળા જોઈએ. સદ્ગુરુની શ્રદ્ધા, પ્રતીતિ, રુચિ એ બઘાનું મૂળ છે.
તા.૧૮-૩-૩૪ મનુષ્ય ભવ મહા દુર્લભ છે. તેમાં હુકમ હોદ્દા મળવા સહેલા છે. નોકરી ઘંઘા એ બધું પ્રારબ્ધ પ્રમાણે મળ્યું છે. અને એ બધું તો એક દિવસ મૂકીને જવું પડશે. એકલો ઘર્મ સાથે આવશે. આત્માનો ઘર્મ સાચો શું છે ? તે તો સત્સંગથી જણાય છે. કોઈ સંત પાસેથી આત્માના હિત માટે સાઘન–પાઠ, વચન—મળેલ છે તે દરરોજ સંભારવું. દશ મિનિટ લાગે. એટલો વખત જરૂર યાદ કરવું. પરમાત્મા અરૂપી છે. તે અરૂપી પરમાત્માની ઓળખાણ વચનોથી થાય છે. માટે સંતે બતાવેલું સાધન–મંત્ર, ક્ષમાપનાનો પાઠ વગેરે—ઓહોમાં કાઢી નાખવું નહીં. ‘આ તો હું જાણું છું, આ તો મને મોઢે છે,' એમ લૌકિક ભાવ ન રાખવો. એમાં જે માહાભ્ય રહ્યું છે તે કહી શકાય એવું નથી, જ્ઞાની જ જાણે છે. સૌભાગ્યભાઈએ તે સાઘન મુમુક્ષુને આપવા પરમકૃપાળુ દેવ પાસેથી રજા માગી ત્યારે તે મૌન રહ્યા. અમે કહ્યું ત્યારે અમને તે બીજાને આપવા રજા આપી. તેથી અમે તો જે કોઈ જીવો અમારી પાસે આવે છે તેને એ સાઘન તેના આત્માને અનંત હિતનું કરનાર જાણી આપીએ છીએ. માટે તે અલૌકિક ભાવે આરાઘવું. વધારે વખત મળે તો આલોચનાનો નિત્યક્રમ રાખવો. વચન ઉપર જો શ્રદ્ધા થશે તો સંગનું ફળ અવશ્ય થશે.
તા.૧૪-૩૪ પ્રભુશ્રી–જીવ છે તો શુદ્ધ, પણ દારૂના છાકથી મત્ત થયો છે. મુમુક્ષુદારૂ પીધો શાથી ? પ્રભુશ્રીવિભાવથી, અજ્ઞાનથી. મુમુક્ષુ—વિભાવ ટાળવા શું કરવું ? વિભાવ ટાળવા કંઈ આપો.
પ્રભુશ્રી–જ્ઞાનીની આજ્ઞા એ ભવકૂપમાં ડૂબતા પ્રાણીને તારવા દોરડા સમાન છે. તેથી વિભાવ જશે.
મુમુક્ષુ–દોરડું તો મળ્યું છે. હવે આપ ખેંચી લો ત્યારે ને ? પ્રભુશ્રી બૂડનારે પગ ગોઠવવા જોઈશે. જોર કરવું પડશે. પુરુષાર્થ કરવો પડશે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org