________________
૩૪૮
ઉપદેશામૃત વિશ્વાસ, પ્રતીતિ રાખ અને જ્ઞાની કહે તે સદાચરણ પાળ. સદાચરણ હોય નહીં અને મોક્ષ થશે એમ ત્રિકાળમાં માનીશ નહીં.
સત્સંગ, સોઘની જરૂર છે. તેથી ભેદવિજ્ઞાન થશે. દેહ, સ્ત્રી, સગાંસંબંધી, ઘનઘાન્ય, પુત્ર, મિત્ર–કોઈ તારાં નથી. વાણિયો, બ્રાહ્મણ, પાટીદાર–કોઈ તું નથી. તું આત્મા છું. તારાં જ્ઞાન, દર્શન, ચારિત્ર આદિ અનંત અક્ષય નિધિ છે.
“તારું તારી પાસ ત્યાં, બીજાનું શું કામ?
દાણ દાણા ઉપરે, ખાનારાનું નામ.” આમ અંતરથી મારું કાંઈ નથી, મારો એક આત્મા છે એમ દૃઢ કરી દે. બધો દગો છે, સ્વમું છે, ધુતારું પાટણ છે. નક્કી માનજો કે આ બધું એક દિવસ મૂકવું પડશે.
ભેદજ્ઞાન વડે અંતરથી પોતાનું માનવું કાઢી નાખો. અહીંથી નીચે ઊતર્યા એટલે પુત્રપિતા, સાનરસું, માતારું વગેરે શરૂ થાય છે માટે ભેદ પાડવાનો અભ્યાસ કરવો. બોઘ હોય તો થાય. કર્મ જુદા છે અને આત્મા જુદો છે. એવો ભેદ યથાર્થ બોઘ પ્રાપ્ત થયે થાય. આટલો ભવ મરી ગયા છો એમ સમજો. દગો છે, સ્વપ્નવત્ છે. “આત્મા સત, જગત્ મિથ્યા.' વિષયનાં ફળ-નરકાદિનાં દુઃખ કડવાં છે. વિષય ભોગવવા આ દેહ નથી મળ્યો. પુરુષાર્થથી મનને જીતો, ઇચ્છાનો નાશ કરો. વાસનાએ જ ભૂંડું કર્યું છે.
*
તા. ૧૮-૩-૩૪ “સર્વ દુઃખથી અને સર્વ ક્લેશથી મુક્ત થવાનો ઉપાય એક આત્મજ્ઞાન છે.”
શ્રી રામ તીર્થયાત્રા કરી આવ્યા. આખું જગત ત્રિવિધ તાપે બળતું જોયું. જ્યાં જુઓ ત્યાં આધિ, વ્યાધિ ને ઉપાધિ, જન્મ, જરા ને મરણ, દુઃખ, દુઃખ ને દુઃખ એટલે એ તો ઉદાસ થઈ ગયા. એવો વૈરાગ્ય કે ન ખાય, ન પીવે. કશું ય ગમે નહીં. મન ક્યાંય ચોટે નહીં. ગુરુ વસિષ્ઠમુનિ જ્ઞાની હતા. તેમને ચિત્તશાંતિનો ઉપાય પૂછવા લાગ્યા. ગુરુએ બોઘ દ્વારા શાંતિ કરાવી. | સર્વ જીવો અનંતી કર્મવર્ગણાના ભારથી દુઃખી થઈ રહ્યા છે. તેમાં મુખ્ય આઠ કર્મ છે. તેમાં મુખ્ય મોહનીય છે. તે હણવાનો અચૂક ઉપાય બોધ અને વીતરાગતા–સમતા છે.
બોધ સત્સંગ-સગુરુથી જ પ્રાપ્ત થાય છે. સત્સંગમાં એક આત્માની જ વાત હોય છે. સત્સંગમાં કોટિ કર્મનો ક્ષય થાય છે, હજારો ભવનો નાશ થઈ જાય, એવી અપૂર્વ કમાણી સત્સંગમાં થાય છે. પણ જ્ઞાનીનાં વચનનું અલૌકિક દ્રષ્ટિએ માહાત્મ સમજાવું જોઈએ.
વિચાર, વિનય, વિવેક અને સત્સંગ એ ચાર આત્મજ્ઞાન પમાડી શકે છે. ચારમાંનું એક હોય તો ચારેય આવે છે.
સ્ત્રીને જોઈને વિકાર થાય છે; પણ સ્ત્રીને જોઈને તો વૈરાગ્ય થવો જોઈએ. હાડકાં, માંસ, ચામડું, લોહી, પરુ, વિષ્ટા, મળમૂત્રાદિ ગંઘથી ભરેલો તે કોથળો છે, એમ વિચાર, વૃષ્ટિ થાય ત્યાં વૈરાગ્ય થાય છે. આખું જગત એક સ્ત્રીમાં મોહ પામ્યું છે પણ ત્યાં તો વિવેકીને, વિચારવાનને વૈરાગ્ય થઈ આત્મા ઉપર દ્રષ્ટિ થાય છે. તે તો ત્યાં દેહ અને આત્માનો ભેદ પાડે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org