________________
उ४७
ઉપદેશસંગ્રહ-૩ પુરુષાર્થ ચાલુ રહે તો તો વૈરાગ્ય વૃદ્ધિ પામી આંટી ઊકલી જાય જ.
તા.૭–૩–૩૪ ‘सद्धा परम दुल्लहा' શ્રદ્ધા બે પ્રકારે છે : એક સમ્યમ્ શ્રદ્ધા અને બીજી વિપરીત શ્રદ્ધા.
સંસારમાં સુખ છે એવી માન્યતા, તથા દેહ, સ્ત્રી, પુત્ર, ગૃહ, ઘન, ઘાન્ય, રોગ, શોક, ક્લેશ, ક્રોધ, માન આદિ પરમાં હું અને મારાપણાની શ્રદ્ધા, માન્યતા તે સંસારની શ્રદ્ધા છે, વિપરીત શ્રદ્ધા છે.
તે ફરીને “છે દેહાદિથી ભિન્ન આતમારે, ઉપયોગી સદા અવિનાશ” એવી શ્રદ્ધા થાય તે પરોક્ષ શ્રદ્ધા છે. દેહ, સ્ત્રી, પુત્ર વગેરે મારાં નથી, રોગ આદિ મને નથી; હું માત્ર જ્ઞાતાદ્રષ્ટા, જોનાર-જાણનાર, સર્વથી ભિન્ન, અવિનાશી, જ્ઞાનીએ જોયો, જાણ્યો, અનુભવ્યો તેવો આત્મા છું– એ પરોક્ષ શ્રદ્ધા.
પ્રત્યક્ષ શ્રદ્ધાવાળો જીવ કોઈ સ્ત્રી, પુરુષ કે પદાર્થ ભાવે ત્યાં પ્રથમ આત્મા જુએ છે; પછી પર દ્રવ્ય જુએ છે. જેમકે, શ્રેણિક તે આત્મા છે તેવો પહેલો લક્ષ રાખી, શ્રેણિક “રાજા', ચેલણા રાણી', રાજગૃહી નગરી', વગેરે વર્ણન કરે છે.
પરોક્ષવાળો પહેલાં દ્રશ્ય પદાર્થને જુએ છે. પછી વિચાર કરી, “દૃશ્ય અને આત્મા જુદા છે', એમ ભેદ પાડે છે. પ્રત્યક્ષ આત્માનો અનુભવ થાય તેને પ્રત્યક્ષ શ્રદ્ધા છે. આ બન્નેની શ્રદ્ધા સમ્યક્ શ્રદ્ધા છે.
પરોક્ષ શ્રદ્ધાવાળો દ્વારની બહાર ઊભો છે; પ્રત્યક્ષ શ્રદ્ધાવાળો અંદર પ્રવેશ્યો છે. પરોક્ષવાળો પગલું મૂકે તો અંદર, પ્રત્યક્ષમાં પ્રવેશે. પરોક્ષના ઘણા ભેદ છે. કહેવામાત્ર પરોક્ષથી કામ થાય નહીં. પરોક્ષ શ્રદ્ધાવાળાને રોગ, વેદનીય આદિ પ્રસંગોમાં કસોટી થાય છે. તેને પ્રસંગે પરોક્ષ શ્રદ્ધા બળવાન રહે અને ઉપયોગ જાગૃત રહે કે હું આ વેદનીય આદિનો માત્ર જ્ઞાતા-દ્રષ્ટા છું. આકાશ અને ભૂમિને જેટલું છેટું છે તેટલું રોગાદિને અને મારે છેટું છે, તે મારા આત્માથી ભિન્ન છે; એવું ભેદજ્ઞાન ત્યાં બળવાન થાય ત્યારે પરોક્ષમાંથી પ્રત્યક્ષમાં આવે છે.
તા.૧૨-૩-૩૪ જેટલી કાળજી વ્યવહારને માટે રાખી છે, તેથી અનંતગણી કાળજી આત્માને માટે રાખવી. જપ, તપ, ક્રિયા અનંત કરી; પણ મોક્ષ થાય તેવું સાઘન કર્યું નહીં. પોતાની સમજણ ઉપર મીડું વાળી ચોકડી તાણ. આત્માની ઓળખાણ નથી, માટે તે વિષયમાં હું તદ્દન મૂર્ખ છું, અજાણ છું એમ માન. પછી સાચા જ્ઞાનીએ જે જાણ્યું છે, જોયું છે તે માટે માન્ય છે, એમ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org