________________
- ૩૪૬ ઉપદેશામૃત
તા.૨૩-૨-૩૪ વૈરાગ્યનાં નિમિત્તથી વૈરાગ્ય થાય છે. સત્સંગ વૈરાગ્યનું નિમિત્ત છે. વિષય-વિકારનાં નિમિત્તથી વૈરાગ્ય થાય નહીં, પણ વિકાર થાય. અહીં સત્સંગમાં જ્ઞાની પુરુષનાં વચનો વંચાય છે, વિચારાય છે ત્યાં શું થાય છે ? ભવ કપાઈ જાય છે, હજારો ભવ નાશ થાય છે.
જીવને માહાભ્ય લાગ્યું નથી. લૌકિક ભાવ કરી નાખ્યો છે. સામાન્યપણું થઈ ગયું છે. ઓળખાણ થઈ નથી. ઓળખાણ થાય ત્યારે જ માહાન્ય લાગે. તો જ કામ થઈ જાય. “જે લોકોત્તર દેવ નમું લૌકિકથી,' તેવું થઈ ગયું છે.
જન્મ મરણ કોની છે ? જે તૃષ્ણા રાખે છે તેનાં.”
આ જ્ઞાનીનાં વચનો વંચાય છે, વિચારાય છે, ત્યાં અપૂર્વ હિત થાય છે. પણ માહાભ્ય લાગ્યું નથી, તેથી અપૂર્વ ભાવ આવતા નથી. ચેતી જવા જેવું છે. કાળનો ભરૂસો નથી. પંખીના મેળા છે. ઘર, કુટુંબ, ઘન, ઘાન્યાદિ કોઈ તમારાં નથી. સોય સરખી પણ સાથે લઈ જવાશે નહીં. દેહ પણ તમારો નથી. આત્માની ઓળખાણ કરી લેવાનો અવસર આવ્યો છે. દેહાદિને માટે જેટલી ચિંતા રાખો છો તેથી અનંતગણી ચિંતા આત્માને માટે રાખવા યોગ્ય છે.
આ (આશ્રમ) તીર્થક્ષેત્ર સાથી છે? અહીં આત્માની જ વાત થાય છે. સૌથી પ્રથમ જરૂર શાની છે? શ્રવણની. “સવને નાળે વિન્નાને' શ્રવણથી વિજ્ઞાનપણું થાય છે. સત્સંગથી બોઘ શ્રવણ થાય છે. સત્સંગમાં અલૌકિક ભાવ જોઈએ. લૌકિક ભાવ થઈ જાય ત્યાં અપૂર્વ હિત થાય નહીં.
તા. ૨૪-૨-૩૪ પરોક્ષમાંથી પ્રત્યક્ષ થશે. પરોક્ષમાંથી પ્રત્યક્ષ થતાં વાર નહીં લાગે. પ્રત્યક્ષ કર્યે જ છૂટકો છે.
મનુષ્ય દેહ ચિંતામણિ છે. મરણિયા થઈ જાઓ. દ્રઢ શ્રદ્ધા કરી દો. ડહાપણવાળા, પંડિતાઈવાળા પણ શ્રદ્ધા પ્રતીત વગરના રહી જશે. અને છેલ્લા બેઠેલા બાળા-ભોળા અભણ પણ શ્રદ્ધાની પકડ કરી દેશે તેનું કામ થઈ જશે. પરમકૃપાળુદેવથી ઘણાં જીવોનો ઉદ્ધાર થશે.
નિશ્ચયથી આત્મા જુએ તો શુદ્ધ આત્મા જ દેખાય. એટલે ત્યાં કર્મ નથી. નિશ્ચયનયનું અવલંબન છોડે ત્યાં કર્મબંઘ થાય છે.
સત્સંગમાં અલૌકિક ભાવ હોય તો કલ્યાણ જરૂર થાય.
તા.૬-૩-૩૪ આંટી પડી ગઈ છે તે ઉકેલવી જોઈએ. વિષયવિકારવાળી દ્રષ્ટિ છે. તે પલટાવીને હાડકાં, ચામડાં, માંસ, પરુ, લોહી, મળમૂત્ર, વિષ્ટા આદિ તુચ્છ પદાર્થોમય દેહની મલિનતા વિચારાય ત્યાં પુરુષાર્થ મંડાય છે. આંટી ઉકેલવા માંડે છે પણ બળ વઘારે ચાલતું નથી; એટલે અખંડ તે પુરુષાર્થ ચાલુ રહેતો નથી, પાછો વિષયવિકારમાં વહેવા માંડે છે. ત્યાં આંટી ઊકલવા માંડેલી પાછી વળ દઈ ગૂંચવાવા માંડે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org