________________
ઉપદેશસંગ્રહ-3
તા. ૩-૧૧-૧૯૩૩
મુમુક્ષુ—કષાય, સંકલ્પ-વિકલ્પ, વગેરેથી અંતરમાં થતી બળતરા શાંત કરવાનો ઉપાય શો ? પ્રભુશ્રી–મનમાં સંકલ્પ-વિકલ્પ થાય તેથી બળતરા થાય છે. પરંતુ અમે આ જે વાત બતાવીએ છીએ તે રામબાણ છે. તે જો શ્રદ્ધાથી માન્ય થાય તો માન્ય કરનારનું જરૂર કલ્યાણ થાય. પરંતુ જીવને વિશ્વાસ હોવો જોઈએ, શ્રદ્ધા થવી જોઈએ. આ સ્થળે અમે જે કહીએ છીએ તેટલા ઉપર જે કોઈ શ્રદ્ધા રાખી માન્યતા કરશે તેનું કામ થઈ જશે. જ્ઞાની છે, આ ગુરુ છે એવી પોતાની કલ્પના છોડી એક
દેવદેવીની માન્યતા અથવા આ સાચા સદ્ગુરુ ઉપર દૃઢ થવું.
૩૪૩
મનમાં સંકલ્પ-વિકલ્પ આવે છે તેથી ગમે તો બમણા આવોને! પરંતુ તે સંકલ્પ-વિકલ્પ આવ્યા કોને ? તો કે મને. એમ જે કહે છે તે ‘હું’ સંકલ્પ-વિકલ્પથી કેવળ ન્યારો છું; હું અને તે એક નથી. આકાશ અને ભૂમિને જેટલું અંતર છે તેટલું જ તેને અને મારે અંતર છે. મન, ચિત્ત, વિષય, કષાય—એ સર્વ જડ છે. તેમાં હું અને મારાપણાની માન્યતા હતી તે જ મિથ્યાત્વ કે અજ્ઞાન. હું તે બધાને જાણનાર તેથી જુદો એવો આત્મા છું. હવે આટલી જ માન્યતા કરી વૃઢ વિશ્વાસ જેને થશે તેનું કામ થઈ જશે. આટલાં બધાં બેઠાં છે, પરંતુ સાંભળીને તે પ્રમાણે માન્યતા કરી હૃદૃઢ શ્રદ્ધાપૂર્વક પ્રવર્તશે તેનું કામ થઈ જશે.
Jain Education International
હું તે મનથી, સંકલ્પથી, વિકલ્પથી, કષાયથી, દેહથી, સ્ત્રીથી, પુત્રથી, ધનથી, ધાન્ય વગેરે સર્વથી કેવળ જુદો છું. રોગ થયો હોય, રહેવાતું ન હોય તો પણ એમ જાણવું કે જેનો બહુ નજીક સંબંધ હોય તે પોતાને દેખાય છે. જેમ પાડોશીનું ઘર બળતું હોય તો આપણા ઘરમાંથી ભડકા દેખાય છે, તેમ વ્યાધિ, રોગ, શોક, ખેદ, કષાય, વિષય એ બધાં પુદ્ગલમાં થઈ રહ્યાં છે. દેહનો ધર્મ દેહ કરે છે; મનનો ધર્મ મન કરે છે; વચનનો ધર્મ વચન કરે છે. તે સર્વ પુદ્ગલ છે. હું આત્મા તે સર્વથી ન્યારો છું. માત્ર તેનો જોનાર, જાણનાર છું. તેના નાશથી મારો નાશ નથી. શરીરમાં શાતા કે અશાતાથી મને શાતા કે અશાતા નથી. ગમે તેમ થાઓ, ગમે તો નરક તિર્યંચ ગતિ થાઓ, ગમે તો મરણ થાઓ; પરંતુ એવી શ્રદ્ધા અચળ રહો કે હું તે બધાંથી ન્યારો, માત્ર જોનાર–જાણનાર આત્મા છું. તે આત્મા એક જ્ઞાનીએ જાણ્યો છે, તેવો છું. અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત સુખમય જે મારું સ્વરૂપ તે યથાતથ્ય જ્ઞાની એવા સદ્ગુરુ ભગવાને જાણ્યું છે. જે આત્મસ્વરૂપ શ્રી સદ્ગુરુએ જાણ્યું છે, જોયું છે, અનુભવ્યું છે તેવું જ પૂર્વે થઈ ગયેલા સર્વ જ્ઞાનીઓએ જોયું છે, જાણ્યું છે, અનુભવ્યું છે. મારું અને સર્વ જીવનું શુદ્ધ સ્વરૂપ તે
For Private & Personal Use Only
www.jainelibrary.org