________________
૩૪ ૨
ઉપદેશામૃત
કાર્તિક વદ ૯, સં. ૧૯૯૨, તા. ૧૯-૧૧-૩૫ હવે વ્યાશી વર્ષ થઈ ગયાં. છેવટની ભલામણ. મઘાનાં પાણી ટાંકામાં ભરી રાખે તેમ જ્ઞાનીનું કહેલું કહું છું તે લક્ષમાં લેશે તેનું કામ થશે. “આ જ્ઞાની કે આ જ્ઞાની” એમ કરવું નહીં. કોઈની નિંદા કરવી નહીં. પણ પરમકૃપાળુદેવની એક શ્રદ્ધા રાખવી. અને તેમનું જણાવેલું સ્મરણ કરતી વખતે જ્યાં સુધી ભાન રહે ત્યાં સુધી હૃદયમાં રાખવું. અસંગ, અપ્રતિબંધ થવાનો માર્ગ છે. બે અક્ષરમાં માર્ગ રહ્યો છે. તે “જ્ઞાન” એ બે અક્ષરો છે. જ્ઞાનમાં સર્વ સમાય છે. પત્ર ૪૩૦ અમૃતતુલ્ય છે. જે કંઈ કરવું તે આત્માર્થે કરવું. “મેં આત્મા જાણ્યો નથી; પણ જ્ઞાની પરમકૃપાળુદેવે આત્મા નિઃશંકપણે જાણ્યો છે તેવો મારો આત્મા છે. મને તેની ઓળખાણ થઈ નથી પણ તેની ભાવના હું કરું છું.' જ્ઞાનીએ જોયો છે તેવા આત્માની ભાવના કરતાં કરતાં કેવળજ્ઞાન પ્રાપ્ત થાય છે. નાનો મોટો, બાઈ ભાઈ, ઘરડો જુવાન, રોગી નીરોગી જણાય છે તે તો દેહ છે; તેને ન જોવો. જ્ઞાનીએ જોયો છે તેવો આત્મા છે. તેને અર્થે ઘર્મ આદિ હું કરું છું; દેવલોક આદિ ઇંદ્રિયસુખને અર્થે કંઈ કરવું નથી. આજ સુધી જે ઘર્મને નામે કર્યું હોય તે સર્વ ફોક થાઓ ! આત્માને અર્થે હવે કરવું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org