________________
ઉપદેશસંગ્રહ–ર
૩૪૧
જેઠ વદ ૧૪, સં.૧૯૯૦, તા. ૧૦-૭–૩૪ સમ્યક દર્શન-જ્ઞાન-ચારિત્ર સિવાય મારું કોઈ નથી.” આ જ્ઞાનીનું કહેવું માન્ય કરવાની પ્રતિજ્ઞા કર્તવ્ય છે. એ જ વારંવાર ચિંતવવા યોગ્ય છે.
મહા વદ ૧૦, સં.૧૯૯૧, તા.૨૮-૨-૩૫ આત્મા જોવા પ્રત્યે પ્રેમ, કાળજી રાખવી. સત્પષના બતાવ્યા વિના બને તેમ નથી. બોઘની જરૂર છે. સપુરુષ પાસે અજબ ચમત્કારી કળા છે! કઈ વખતે આત્મા નથી ? તેને વિચારવા યોગ્ય નથી. શૂરવીર થવાની જરૂર છે. “એક મરણિયો સોને ભારે' તેમ આત્માની સ્કૃતિ અનેક કર્મોનો નાશ કરનાર છે. સ્મરણ કરતા રહેવાની ટેવ પાડવી. બોઘ છે તે ગમ છે.
ભાદરવા સુદ ૬, બુધ, સં૧૯૯૧ આત્મા જોવો. શ્રેણિક રાજાને અનાથીમુનિ પાસેથી આ જ પકડ થઈ હતી. પરમકૃપાળુદેવે અમને તે કહ્યું હતું. તેમાં પોતે પણ આવી ગયા, એમ કહ્યું હતું. અને તે પકડ થવાથી પડદો દૂર થઈ ગયો. મીઠી વીરડીનું પાણી તરસ છિપાવે છે. ખારો સમુદ્ર આખો ભરેલો હોય, પણ કંઈ કામનો નથી.
આસો સુદ ૨, રવિ, સં.૧૯૯૧, તા.૨૯-૯-૩૫ સંજોગ સર્વે મૂકવાના છે. આત્મા જોવો. એકાંતમાં કહેવા યોગ્ય કહું છું. સંજોગોને માનીને જીવ ભૂલ્યો છે. વીસ દોહરા, ક્ષમાપનાનો પાઠ, આલોચના, છ પદનો પત્ર, આત્મસિદ્ધિ, દેવવંદન–એ અપૂર્વ વચનો છે ! તે મુખપાઠ કરી લેવાં. પ્રમાદ ન કરવો. દેવવંદનના શ્લોકોનો અર્થ સમજવો.
બઘા આત્મા છે. સ્ત્રી-પુરુષ, નાનો-મોટો જોવા લાયક નથી. પુરુષનું વર્તન છૂટવા માટે હોય છે. તે કરે તેમ ન કરવું, કહે તેમ કરવું. એક દિવસ બઘાને મરી જવાનું છે. માટે પ્રમાદ તજવો. જે કરશે તેના બાપનું છે. સપુરુષનાં વચનો મુખમાં બોલાતાં રહેશે તો પણ હિતકારી છે. ભાવ અને પરિણામ એ જ અત્યારે હાથમાં છે. તે અશુભમાં વાપરે તો પાપ બંઘાય અને શુભમાં વાપરે તો પુણ્ય બંઘાય, શુભ ગતિ થાય; અને આત્મભાવમાં વપરાય તો જન્મમરણ ટળે. આ અવસર ચૂકવા યોગ્ય નથી. સર્વનું કલ્યાણ થશે. સમકિત સિવાય કંઈ ઇચ્છવું નહીં.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org