________________
૩૪૦
ઉપદેશામૃત વિકલ્પ થઈ ગયા, પણ કોઈ રહ્યા નથી–બઘા ગયા. તો નાશવંત વસ્તુની ફિકર શી કરવી? એની મેળે જ જે નાશ પામવાની છે તેથી મૂંઝાવું શું ? ફિકરના ફાફા મારી જવા જેવું છે. સ્મરણનો અભ્યાસ વિશેષ રાખવો. સંકલ્પ-વિકલ્પ આવે કે સ્મરણનું હથિયાર વાપરવું અને માનવું કે ઠીક થયું કે મારે સ્મરણમાં જતું રહેવાનું નિમિત્ત બન્યું, નહીં તો પ્રમાદ થાત. સદ્ગુરુએ મંત્ર આપ્યો છે તે આત્મા જ આપ્યો છે. તે પ્રગટ થવા માટે પ્રેમની જરૂર છે. પ્રેમમાં બધું આવી ગયું. હરતાં-ફરતાં, બેસતા-ઊઠતાં એક આત્મા જ જોવો, બેટ્ટો હોય તે બીજું જુએ. આવો દૃઢ અભ્યાસ થઈ જાય તેને પછી જે ઉદયમાં આવે તે કંઈ હાનિ કરતું નથી, મરવા આવે છે; પછી તેને કંઈ ફિકર નથી.
પોષ સુદ ૧૨, સં.૧૯૯૦, તા.૨૮-૧૨-૩૩ જીવે આજ્ઞા ઉઠાવી નથી. વિશ દુહા, ક્ષમાપનાનો પાઠ, “હે પરમકૃપાળુદેવ! જન્મ-જરામરણાદિનો નાશ કરનાર' એ પત્ર, “વીતરાગનો કહેલો પરમ શાંતરસમય ઘર્મ' એ સામાન્ય કરી નાખ્યું છે. “આત્મસિદ્ધિ'માં ચમત્કાર છે. “કર વિચાર તો પામ.” યોગ્યતાની ખામી છે.
મહા વદ ૬, સં. ૧૯૯૦, તા.પ-ર-૩૪ પ્રભુશ્રી–કંઈ પૂછવું હોય તે પૂછો. મુમુક્ષુ–મારે શું કરવું? પ્રભુશ્રી તારે શું કરવું?
(બીજી થોડી વાત થયા પછી) સર્વ શાસ્ત્રોનો સાર એટલો જ છે કે “બ્રહ્મચર્ય'. એથી યોગ્યતા વગેરે બધું મળી રહેશે. એક એ જ ઇચ્છા જેની રહી તેને તે મળી રહેશે. આત્મામાં વિષય-વિકાર વગેરે કંઈ નથી. બે જ વસ્તુ છે : જડ અને ચેતન, પરને પોતારૂપે કે પોતાનાં માને છે તે વ્યભિચાર છે.
ચૈત્ર સુદ ૧૪, ગુરુ, સં. ૧૯૯૦ કેમ છુટાય ? શું સાધન છે? ત્યાં કેમ જવાય?
ભાવ એ સદા હાજરાહજૂર છે. ભાવથી બંઘન કે મોક્ષ થાય છે. તે ભાવનું ઓળખાણ કરી લેવાની જરૂર છે. મુનિ મોહનલાલજીને આખરે ઘણી વેદના હતી, તો પણ ઓળખાણ થઈ હોય તો ભાવ તો સાથે જ હતો. સપુરુષ પાસેથી સાંભળેલી મહાઅગત્યની આ વાત છે; પણ સમજણ જોઈએ, ઓળખાણ જોઈએ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org