________________
ઉપદેશસંગ્રહ-૨
૩૩૯ જ્ઞાનીને આત્માની શ્રદ્ધા છે તેવી શ્રદ્ધા થાય તે સમ્યકત્વ છે. તેથી કરીને જ્ઞાની કહેવાય છે અને તેમને નિરાસ્રવ કહ્યા છે.
ભાદરવા સુદ ૧૩, સં. ૧૯૮૯, તા. ૧-૯-૩૩ [‘સમયસારના “બંઘ અધિકારના વાંચનમાં “અભવ્યને અગિયાર અંગ
ભણ્યા છતાં સમકિત નથી” એ પ્રસંગે ] દુઃખ આદિ પ્રસંગે જોનાર તે હું છું, કર્મફળરૂપ દુઃખ તો શરીરમાં છે–એમ ભેદજ્ઞાન સદ્ગ દ્વારા ન થયું તેથી અગિયાર અંગનો અભ્યાસ નિષ્ફળ થયો. દુઃખાદિ વખતે દેખનાર જુદો રહે તો સમકિત છે.
આસો વદ ૭, સં. ૧૯૮૯ [‘ઉત્તરાધ્યયન'ના “મોક્ષમાર્ગગતિ' અધ્યયનમાં સામાયિકનું સ્વરૂપ વંચાત] ઘણી વાર સાંભળ્યું હશે, પણ સામાયિકનું સ્વરૂપ શું ?
આત્મા, સમતાભાવ, સમ–એ સામાયિક છે. કોઈ વખતે કહ્યું નથી. આ વચન નીકળી ગયું છે તે સર્વ શાસ્ત્રોનો, આત્મસિદ્ધિ આદિ સર્વ સાઘનોનો સાર છે ! તે જ મોક્ષનો માર્ગ છે. એ બે અક્ષરમાં બધું આવી ગયું. કોઈને કહીએ તો “ઓહો !”માં કાઢી નાખે કે અમને પણ તે ખબર છે. પણ સર્વ મતાંતર, આગ્ર–બધું છોડી આ જ ગ્રહણ કર્તવ્ય છે.
કાર્તિક વદ ૧, શુક્ર, સં. ૧૯૯૦ [‘ઉત્તરાધ્યયનમાં કેશીસ્વામીએ ગૌતમસ્વામીને પ્રશ્ન કર્યો છે કે ભયંકર અશ્વ
તમને ઉન્માર્ગે કેમ લઈ જતો નથી ? તે પ્રસંગે ]. એક શ્રદ્ધા કરવા યોગ્ય છે કે આ સપુરુષે આત્મા જામ્યો છે તે માટે માન્ય છે. બીજા ગમે તે વિકલ્પો આવે તે ખબર પડે છે, તો તે જાણનારો તે સર્વથી જુદો ઠરે છે. તે જાણનારને માનવો. સદ્ગુરુએ કહ્યું છે તેવું તેનું સ્વરૂપ છે; મને અત્યારે ભાન નથી તો પણ મારે બીજું કંઈ પણ માનવું નથી, એ તો મારા હાથની વાત છે. એમ વૃઢ નિશ્ચય થાય તો જે સંકલ્પ-વિકલ્પ, સુખદુઃખ આવે છે તે જવા માટે આવે છે. ભલે ! બમણું આવે, પણ તેને માનવું નથી. એટલી પકડ થવી જોઈએ. અરીસામાં સામેના પદાર્થ જણાય, પણ અરીસો અરીસારૂપ જ છે; તેમ ભલે ગમે તે મનમાં આવે, તો પણ આત્મા આત્મારૂપ જ છે, બીજું બધું પહેલાંના કર્મના ઉદયરૂપ ભલે આવે તે બધું જવાનું છે, પણ આત્માનો કદી નાશ થનાર નથી તેમાં માથું મારવા જેવું, ઇષ્ટઅનિષ્ટપણે માની હર્ષશોક કરવા જેવું નથી. આટલી ઉમ્મર થતા સુધીમાં અનેક સંકલ્પ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org