________________
ઉપદેશામૃત
કહેવાની મતલબ એ હતી કે આવાં પાપ કર્મ કરનારને પણ છેવટે મરતાં મરતાં ય જે શ્રદ્ધા હતી તે પ્રમાણે સ્મરણ કરવાનું સૂઝ્યું. તો પહેલેથી પુરુષાર્થ કરી મૂક્યો હશે તે છેવટે કામમાં લાગશે.
૩૩૬
બીજું, ક્ષણે ક્ષણે જીવ મરી રહ્યો છે. ‘ક્ષણ ક્ષણ ભયંકર ભાવ-મરણે, કાં અહો ! રાચી રહો ?’ ભગવાને કહ્યું છે કે સમયે ગોયમ મા પમા, તો ક્ષણે ક્ષણે મૃત્યુને સંભારવા યોગ્ય છે. જો આમ મરણની તૈયારી કરી હશે તો કામ લાગશે, આખરે આવીને હાજર થશે. અમને કૃપાળુદેવે પણ ૧૯૫૧ની સાલમાં પત્ર લખ્યો હતો કે મરણ પહેલાં તૈયારી કરી મૂકવી અને મરણસમયે તો અવશ્ય તેમ કરવું. વળી કર્મની ગતિ વિચિત્ર છે ! શ્રેણિકરાજા અને કૃષ્ણ મહારાજ પણ ક્ષાયિક સમકિતના ઘણી હતા, અને મરણ વખતે પણ ભગવાનનું કહેલું અન્યથા ન થાય એમ માનતા હતા. મારનાર જરાકુંવરને શ્રીકૃષ્ણે કહ્યું કે જા, જતો રહે; નહીં તો બળદેવ આવીને તને મારી નાખશે. પણ તે જ્યારે દૂર ગયો કે લેશ્મા ફરી, વિચાર થયો કે અનેક સંગ્રામમાં ન હારેલો તેને મારીને દુશ્મન એમ ને એમ જાય છે ! આ વિચાર આવ્યો. ગતિ પ્રમાણે મતિ થઈ કે મતિ પ્રમાણે ગતિ થઈ, જે કહો તે. પૂર્વે નરક આયુષ્ય બાંધ્યું હતું, તેવી લેશ્યા આવીને ખડી થઈ.
કહેવું તો ન જોઈએ, પણ સમજવા માટે કહું છું. અમે જ અહીં પાટ પર સાંજે બધાં બારણાં વાસી બેસીએ છીએ. વિચારીએ છીએ કે જાણે કે મરી ગયા હતા; હવે બીજી કોઈ વાત ધર્મ સિવાય ક૨વી નથી. તે વિચારનું જોર ચાલે ત્યાં સુધી થોડી વાર તો નિર્વિઘ્ર રહેવાય, પણ થોડી વાર પછી ગોળો આવીને ઘબ પડે ! અને થાય કે અરે ! તને કોણે બોલાવ્યો છે ? પણ સદ્ગુરુના શરણાથી તેને વિદ્યકર્તા જાણી તેને દૂર કરી નાખીએ; નહીં તો તે વિચારમાં તણાઈ જવાય, તો પ્રસન્નચંદ્ર રાજર્ષિની પેઠે ક્યાંનું ક્યાં જતું રહેવાય !
પૂર્વે બાંઘેલાં કર્મો અમને કે આમને-સર્વને આવ્યા વગર રહેવાનાં નથી. જે અધ્યાસ પડી ગયો છે તેમાં પુરુષાર્થ કર્યો ઘસારો પડે છે અને બીજું થાય છે. સારાં કે ખોટાં કર્મ, શાતા કે અશાતા તડકા-છાંયડાની પેઠે આવવાનાં જ. પણ પુણ્ય કે પાપ કોઈનો ખપ નથી, એમ રાખવું. સમકિતી પુણ્યક્રિયા કરે છે તે ઇષ્ટ ગણીને કરતો નથી. કોઈ રાજાએ હજાર રૂપિયા દંડ કર્યો હોય તો પણ તે જો પચાસ રૂપિયા આપતાં પતતો હોય તો રાજી થવા જેવું છે; પણ દંડ કાંઈ ઇષ્ટ વસ્તુ નથી. તેમ સમકિતી પુણ્યક્રિયામાં, ભક્તિમાં ઉલ્લાસ રાખે છે છતાં તે ક્રિયાને પણ આખરે મૂકવાની ગણે છે, શુભ બંધનું કારણ ગણે છે. ઇષ્ટ તો મોક્ષનો ભાવ જ છે.
આસો, ૧૯૮૫ દિવાળી ઉપર ૧ત્રણ દિવસ થઈને ૧૦૮ માળા ગણવી જોઈએ. એકી વખતે ૧૦૮ ગણવી
૧. સં. ૧૯૮૬માં ૫. પૂ. પ્રભુશ્રીએ ત્રણ દિવસને બદલે ચાર દિવસ એટલે તેરસ, ચૌદશ, દિવાળી અને એકમના દિવસે રાત્રે છત્રીસ છત્રીસ માળાઓ ફે૨વવાનો ક્રમ જણાવ્યો હતો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org