________________
ઉપદેશસંગ્રહ-૨
૩૩૭ હોય તે તેમ કરે–ત્રણ પહોર જાગીને કરે. તેમ ન કરી શકે તેણે પાખીને દિવસે એટલે ચૌદશને દિવસે ૩ માળા “સહજાત્મસ્વરૂપ પરમગુરુ' મંત્રની, ૨૮ માળા “પરમગુરુ નિગ્રંથ સર્વશદેવ' મંત્રની અને પ માળા “આતમભાવના ભાવમાં જીવ લહે કેવળજ્ઞાન રે' મંત્રની એમ છત્રીસ માળા ફેરવવી. તેટલી જ (૩૬) દિવાળીને દિવસે સાંજે અને છત્રીસ એકમની સાંજે, એમ ૧૦૮ માળા ત્રણ દિવસ થઈને ફેરવવી.
તે છત્રીસ માળા સુધી પણ જે સામાયિકમાં બેઠા હોય તેમ ન બેસી શકે તે સવાર-સાંજ થઈને ૩૬ માળા ફેરવી લે. એમ ૧૦૮ માળા માત્ર સમાધિમરણની ઇચ્છાથી ફેરવે. કોઈ પણ પ્રકારની આ લોક પરલોકની વાંછાનિયાણું ન કરે; ત્રણ દિવસ યથાશક્તિ તપ કરે; ઉપવાસ, એકટાણું કે નરસ આહારથી ચલાવે તથા બ્રહ્મચર્ય પાળે. શુભ ભાવનામાં ત્રણ દિવસ ગાળે તો તે સમાધિમરણની તૈયારી છે.
જૈનવ્રતકથામાં જેમ ઘણા દુઃખિયાઓએ દુઃખથી મુક્ત થવા ઉપાય પૂછેલા છે અને સાધુમુનિઓએ જણાવેલાં વ્રતથી લાભ મેળવી જેમ કલ્યાણ તેમણે સાધ્યું છે, તેમ આ વ્રત પણ તેવું જ છે. દરરોજ–ત્રણેય દિવસ “આત્મસિદ્ધિ' વગેરેનો નિત્યક્રમ પણ ચાલુ રાખવો.
અષાડ વદ ૦)), મંગળ, સં.૧૯૮૮, તા. ૨-૮-૩૨ આત્મા ઉપયોગસ્વરૂપ છે. ઉપયોગ સદાય નિરંતર છે. તે ઉપયોગ ઉપર ઉપયોગ રાખવો. સૂર્ય-ચંદ્ર વાંદળાં આડે ન દેખાય તોપણ છે એમ પ્રતીતિ છે; તેમ શુદ્ધ સ્વરૂપ છે એ પ્રતીતિ ભૂલવાયોગ્ય નથી. ઉપયોગ ભૂલી જવાય છે એ ભૂલ મહાવીરસ્વામીએ દીઠી. તે ઠામ ઠામ આગમમાં ઉપદેશી છે. એ સર્વ ભૂલની બીજભૂત ભૂલ છે.
કાર્તિક સુદ ૪, સં. ૧૯૮૯ સમભાવ. ‘ડેમો ડે' સમ્યત્વ પહેલાં પણ સમભાવની પ્રાપ્તિ અર્થે સમભાવ કરવાનો અભ્યાસ કરવાથી તેરૂપ થવા યોગ્ય છે, તેનું–અભ્યાસ વખતના સમભાવનુંતેવું ફળ. પણ જ્ઞાનીની કૃપાથી ભાવસમતા થવા પુરુષાર્થની જરૂર છે. ભૂલી જવા યોગ્ય નથી.
કાર્તિક સુદ ૧૧, સં. ૧૯૮૯ “વસ્તુસ્વભાવ વિચારતાં, શરણ આપકું આપ; વ્યવહારે પણ પરમગુરુ, અવર સકળ સંતાપ.” વ્યવહારસેં દેવ જિન, નિહચેલેં હૈ આપ;
એહિ બચનમેં સમજ લે, જિનપ્રવચનકી છાપ.” આ પ્રમાણે નિશ્ચય સદ્ગુરુ પોતાનો આત્મા છે.
22
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org