________________
ઉપદેશસંગ્રહ-૨
૩૩૫ કલ્યાણ છે. જે કોઈ તેને માનનાર હોય તેના તો અમે દાસ છીએ. હવે તો અવસ્થા થઈ એટલે પ્રભુ, મરણ વારંવાર સાંભરે છે. જો કે ગુરુકૃપાથી મરણભય નથી, ખેદ નથી કે આર્તધ્યાનનું કારણ નથી. શરીરનો સ્વભાવ તે સડવું, પડવું, વિણશી જવું છે. તેમાં પર્યાયવૃષ્ટિ રાખી આ જીવ “મારું મારું' કરી બંધાયો છે. જો કે ગુરુકૃપાથી સંસાર, શ્રેયાંછોકરાં, ઘન ઘંઘો એવું તો સહેજે મુકાયું છે; પણ સર્વ પ્રકારે અસંગ એવો સ્થિર સ્વભાવ તે ઊપજે રે' એવું થવાની જરૂર છે, પણ તેને માટે જોઈતી સામગ્રી ક્યાં ? માટે જાગૃત રહેવાની જરૂર છે.
નિમિત્તે સારું બનાવવું. અહીં આવ્યા તો પુણ્યના યોગે કંઈ વાત કાનમાં પડી. લાખો રૂપિયાનું આ ઘન છે. મનુષ્યભવ મળવો મહા દુર્લભ છે. ભલે પછી તે રોગી હો, અશક્ત હો, સ્ત્રી હો, પુરુષ હો; પણ જો મનુષ્યભવ હોય તો સમજણ કરી લેવાય છે. મહાભાગ્યનો ઉદય હોય ત્યારે પુરુષનો યોગ થાય છે. એકદેશી (સત્સંગી) નો જોગ પણ ક્યાંથી મળે ? હમણાં પુરાણ વંચાય છે તેમાં એ જ વાત વારંવાર આવે છે કે કોઈ પુરુષનો જોગ થયો અને જીવની દિશા બદલાઈ ગઈ. જેમ કોઈ હવા સારી હોય તો રોગ મટી જાય છે અને કોઈ હવાથી રોગ ફાટી નીકળે છે, તેમ સપુરુષના યોગબળની વાત છે. ભારતનો જીવ સિંહ હતો ત્યારે તેને જાતિસ્મરણ થયું હતું. તે કોઈ ચારણમુનિના પ્રતાપ ! બીજા ચાર જીવ ભરતના ભાઈ થવાના હતા તેવાંદરો, ભૂંડ, વાઘ અને નોળિયો–જાતિસ્મરણ જ્ઞાન પામ્યા તે પણ મુનિયુગલનો પ્રભાવ ! મહાવીર સ્વામીના જીવને ય સમ્યત્વ સિંહના ભાવમાં થયું તે બે ચારણમુનિની કૃપા ! એમ ઠાર ઠાર મહાપુરુષના યોગથી જીવનાં કલ્યાણ થયાં છે.
ક્રોઘથી શું શું થાય છે તથા પુણ્યના યોગથી શું શું થાય છે તે આ “ઉત્તર પુરાણ'માં ચંદનાના જીવની પૂર્વભવની કથામાં આવે છે. મરણનાં દુઃખ વખતે પરિણામ સાચવવા જાગૃતિ રાખવી.
મુનિ મોહનલાલજી–પ્રભુ, મરણ વખતે કોઈ જીવને ખબર પડે કે કોઈને ન પણ પડે. પણ તે વખતે શું અવશ્ય કરીને કરી લેવું ઘટે છે ? શી વાતમાં ઉપયોગ જોડવો જોઈએ ? શું લક્ષ રાખવો જોઈએ ?
પ્રભુશ્રી–પ્રશ્ન બહુ સારો કર્યો છે. સત્ય વાત તો જ્ઞાની જાણે; પણ આપણે તો મતિમાં આવે તે વિચારમાં લેવા માટે તે વાત ધ્યાનમાં લઈએ.
હમણાં વંચાય છે તેમાં એક વાત છે. રાક્ષસવિદ્યા સાથીને એક વિદ્યારે એક બેટનું આખું ગામ ઉજ્જડ કરી નાખ્યું, ત્યાં ત્રણ વણિકપુત્રો વહાણ લઈ આવી ચઢ્યા. તેમાંનો એક અંદર શહેરમાં ગયો પણ કોઈ જણાયું નહીં, માત્ર એક રાજકુંવરી હતી. તેની મારફતે તેણે બધી વાત જાણી. ત્યાં એક તરવાર હતી તે તેણે લીધી અને જ્યારે રાક્ષસીવિદ્યાઘર આવ્યો ત્યારે તરવારથી તેને મારી નાખ્યો. મરતાં મરતાં તે નવકારમંત્ર બોલ્યો. તેથી તે શ્રાવકપુત્રને પસ્તાવો થયો કે મેં મારા ઘર્મબંધુનો જ ઘાત કર્યો. તેણે તેની પાસે ક્ષમા માગી. તેણે કહ્યું કે ક્રોથને વશ થઈને મેં આ બધું નગર ઊજાડી મૂક્યું છે, પણ હું શ્રાવક છું. ક્રોઘનાં ફળ માઠાં છે એમ જિનેંદ્રદેવે કહ્યું છે તે ખરું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org