________________
ઉપદેશામૃત
૩૩૪ એમ બોલાય છે. ઊંઘમાં પણ કડકડ બોલી જવાય તેવા એ છ બોલ મુખપાઠ કરી દેવા. બીજું કિંઈ ન સમજાય તો, “હે ભગવાન, તારી ગતિ તું જાણે હો દેવ,” એમ મોટા પુરુષ પણ કહી ગયા છે તો મારું શું ગજું? પણ તેં જે આત્મસ્વરૂપ જાણ્યું છે તે માટે માન્ય છે; અને મને જે આ દેખાય છે, ઇષ્ટ-અનિષ્ટપણું ઘડીઘડીમાં લાગે છે, તે હવે હું નહીં માનું. હે પ્રભુ ! તારું સંમત કરેલું મને પ્રાપ્ત થાઓ; મને કાંઈ સમજ પડતી નથી, પણ તેં જાણ્યું છે તે સત્ છે'—એવો આશ્રયભાવ રાખવો. આ સમકિતનું કારણ છે.
પહેલાં અનંતજ્ઞાન, અનંતદર્શન, અનંતચારિત્ર, અગુરુલઘુ, ગુણ-ગુણી, અવ્યાબાઘ એવા બોલ અમે મોઢે કરેલા, પણ કંઈ સમજાય નહીં. પણ તે આત્માના ગુણ છે, બીજરૂપ છે. સદ્ગુરુશરણાથી જેમ કાળ ગયો તેમ તેમ તેના વિચાર થતા ગયા! તેમ, દ્રવ્યત્વ શું? અગુરુલઘુત્વ કોને કહીએ ? તેના ભેદ ? તે ન માનીએ તો શું ? એવા કંઈ કંઈ વિચાર તે ઉપરથી આવે અને ભવસ્થિતિ આદિ કારણ પ્રાપ્ત થઈ સમ્યકત્વનું કારણ થાય. માટે આ બોલ મુખપાઠ કરી રાખવા અને એની વિચારણામાં રહેવાનું કરવું.
આ વિચારો લખી લેવા જેવા છે; કારણ કે તે આત્માના ઘરના છે, આત્મહિતકારક છે. હવે એ વસ્તુની ખોજમાં, વિચારમાં રહેવું. મર ! કર્મના ઉદયે ચિત્તવૃત્તિ સ્થિર ન રહે અને ખસી જાય તો પણ પાછી તેમાં લાવવી, અને ભાવના એ જ રાખવી. ભાવના મોટી વસ્તુ છે. જાગૃત રહેવાની જરૂર છે. લોભ છોડવાની વૃત્તિ થઈ તો આ પુદ્ગલ કાનમાં પડ્યાં.
કાર્તિક સુદ ૭, મંગળ, સં. ૧૯૮૪ પરમકૃપાળુદેવની કૃપાથી આનંદ છે ! અહો ! તેનો ઉપકાર કે તેણે સાચે માર્ગે ચઢાવ્યા.
“મારગ સાચા મિલ ગયા, છૂટ ગયે સંદેહ; હોતા સો તો જલ ગયા, ભિન્ન કિયા નિજ દેહ. સમજ, પિછે સબ સરલ હૈ, બિનૂ સમજ મુશકીલ; વે મુશકીલી ક્યા કહું ? ખોજ પિંડ બ્રહ્માંડકા, પત્તા તો લગ જાય; યે હિ બ્રહ્માંડી વાસના, જબ જાવે તબ..... આપ આપકું ભૂલ ગયા, ઇનમેં ક્યા અંધેર ? સમર સમર અબ હસત હૈં, નહીં ભૂલેંગે ફેર. જહાં કલપના-જલપના, તહાં માનું દુઃખ છાંઈ; મિ. કલપના-જલપના, તબ વસ્તુ તિન પાઈ. હે જીવ ! ક્યા ઇચ્છત હવે? હે ઇચ્છા દુઃખમૂલ;
જબ ઇચ્છાકા નાશ તબ, મિટે અનાદિ ભૂલ.” શો મર્મ આમાં રહ્યો છે ! કોઈ વિરલાને જ તે સમજાશે. તેને આશરે રહેનારનું પણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org