________________
૩૩૨
ઉપદેશામૃત
મહા સુદ ૧, સં.૧૯૮૩, સવારે [‘અમિતગતિ શ્રાવકાચાર'માંથી ‘દાન અધિકાર'ના વાંચન પ્રસંગે]
કોઈ પણ હલકી વર્ણ જેવા કે ઢેડ, ભંગી, વાઘરી એમનો આપેલો પ્રસાદ અત્રે વહેંચવો નહીં. નારિયેળ અને પૈસા કેટલાક ઢેડ મૂકી જાય છે તેમને નારિયેળ પાછાં આપવાં અને પૈસા ભંડારમાં નાખવા, તે સાધારણ ખાતામાં મંદિર મકાન બંધાવવામાં વપરાય; પણ પ્રસાદ તરીકે કશું ન લેવું. એક ગુણકાએ કાશીમાં બ્રાહ્મણ જમાડી પાપ દૂર કરવા બ્રાહ્મણોને આમંત્રણ કરેલું. તેમાં બ્રાહ્મણોને બદલે, દુકાળ હોવાથી જનોઈના તાંતણા નાખી કાશીમાં પેટ ભરવા ગયેલા પાંચર્સે હીજડા ત્યાં જમ્યા. દક્ષિણા આપતાં ગુણકાએ પોતાનાં પાપ છૂટવા તે બ્રાહ્મણો સમીપ પોતાની વાત કહી. ત્યારે તે બ્રાહ્મણના વેશધારી હીજડાઓએ પણ પોતાની સાચી વાત કહી. આમ ‘જેસાને મળ્યા તેસા, તેસાને મળ્યા તાઈ; ત્રણેએ મળી તતૂડી બજાઈ' એમ કહેવાય છે તેમ થાય.
ફાગણ વદ ૧૧, સં. ૧૯૮૩
અનંત કાળથી આ જીવને રખડાવનાર પાંચ ઇન્દ્રિયના વિષય અને ક્રોધ, માન, માયા અને લોભરૂપ કષાય છે. તેના જેવા બીજા કોઈ વેરી નથી. તેમાં ક્રોધ વડે પ્રીતિનો નાશ થાય છે, માને વિનયનો નાશ થાય છે, માયાથી મૈત્રીનો નાશ થાય છે; પણ લોભથી તો સર્વ વિનાશ પામે છે એવું સૂત્રમાં કહ્યું છે. તેથી, અનાદિકાળનો લોભ છૂટતો નથી તે ઓછો કરવાને અર્થે હે ભગવાન ! જે આ સો સવાસો રૂપિયા મારા ગણતો હતો તેને હું તજું છું, તે લોભપ્રકૃતિ છોડવાને અર્થે દાન કરું છું. પુણ્ય મળે કે સ્વર્ગનાં સુખ પરભવમાં પ્રાપ્ત થાય એ માટે હવે હું દાન નહીં કરું. કોઈ કૂતરાને બચકું રોટલો નાખું કે ભિખારીને મૂઠી દાળિયા આપું તે પણ ભગવાન ! એટલો લોભ છોડવાને આપું. લોભ છૂટે તો જ અપાય છે. પણ જો ભિખારીને આપીને મનમાં પરભવમાં પામવાની ઇચ્છા રાખે તો તે દાન આપનાર પણ ભિખારી જ છે. કોઈ કરણી વાંઝ નથી હોતી, કરણીનું ફળ તો મળે છે. પણ જે લૌકિકભાવથી આજ સુધી દાન કર્યાં તેનું ફળ પામી દેવલોકની રિદ્ધિસિદ્ધિ ભોગવી પણ તે પુણ્ય ક્ષય થતાં પૃથ્વી, પાણી, વનસ્પતિ, પશુપંખી, નોળ-કોળ, કૂતરાં-બિલાડાંના ભવ ઘરી પરિભ્રમણ કરવું પડે છે. માટે કોઈ સંતના યોગે, હે ભગવાન! હવે જે દાનપુણ્ય કરું તે અલૌકિક દૃષ્ટિથી કરું, જન્મમરણ છૂટવા કરું એવી ભાવના કર્તવ્ય છે.
આ દેરાસરની ટીપમાં જે જે ભરે છે તેને અમે તો ચેતાવી દીધા છે અને આ જ વાત કહીએ છીએ કે હવે જન્મમરણ છૂટવા સિવાય બીજી ઇચ્છા રાખવા લાયક નથી.
વળી જે ધાન્ય અર્થે ખેતી કરે તેને ઘાસ તો અવશ્ય થાય જ. તેમ મોક્ષની ઇચ્છાથી જે ક્રિયા કરે છે તેને પણ મોક્ષમાર્ગમાં મદદ કરે તેવું પુણ્ય બંઘાય છે. તે પુણ્યાનુબંધી પુણ્ય તેને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org