________________
ઉપદેશસંગ્રહ-૨
૩૩૧
ઊંઘિયું, પોંક વગેરેમાં ઇયળો વગેરે બફાઈ જતાં હશે ! માંસ ખાવા જેવાં તે અભક્ષ્ય છે. આશ્રમની જગામાં આવાં પાપનાં કામ કદી ન કરાય. કોઈએ ઊંઘિયું અહીં લાવવું નહીં અને બાળવું પણ નહીં. પકવાન, પતાસાં એવો પ્રસાદ વહેંચવો હોય તો વહેંચવો. પણ જામફળ જેવાં ઘણાં બિયાંવાળાં ફળનો અને જેમાં જીવ હોય તેવી ચીજોનો પ્રસાદ ન કરવો. શ્રાવકો તો જાવજ્જીવ ઊંધિયું ખાવાનાં પચખાણ લે છે કે હે ભગવાન ! જીવું ત્યાં સુધી એવી અભક્ષ્ય વસ્તુ મોઢામાં ન ઘાલું. એના વગર ક્યાં મરી જવાય છે ? ખાવાની બીજી ચીજો ક્યાં ઓછી છે?
ટૂંકાં પચાસ-સો વર્ષનાં આજકાલનાં આવખાં ! તેમાં ધર્મ કરી લેવો અને ગમે તેમ થાય તોપણ વ્રતનિયમ લીધાં હોય તેનો ભંગ ન થાય તેની કાળજી રાખવી. મોટી વાત ભાવની છે. બહારથી બ્રહ્મચર્ય વ્રત પાળતો હોય અને મન ભટકતું હોય ! ‘શેઠ ક્યાં ગયા છે ? તો કહે, ઢેડવાડે' એવું ન થવું જોઈએ. બહારથી મોટો બ્રહ્મચારી થઈને ફરતો હોય તોપણ શું થયું ? પણ જો અંત૨માં દયા ન હોય તો તે શા કામનું છે ? બ્રહ્મચર્યનું વ્રત લેનારે બહુ જાળવવાનું છે. સ્વાદ કરવા ન જોઈએ; ટાપટીપ શરીરની ન કરવી જોઈએ; સ્નિગ્ધ, ભારે ખોરાક ન ખાવા જોઈએ; ખરાબ વાતો ન સાંભળવી જોઈએ. નવ વાડો સાચવવી જોઈએ. નહીં તો, ખેતરની વાડ કરીને સંભાળ ન કરે તો ભેલાઈ જાય તેમ, વ્રત ભંગ થાય. નહોતો જાણતો ત્યાં સુધી જે થયું તે થયું; પણ હવે તો વ્રત ભંગ કરે તેવી બાબતો ઉપર ઝેર વરસવું જોઈએ. કોળિયામાં માખ આવે તો ઊલટી કરી કાઢી નાખવું પડે છે, તેમ આત્માની ઘાત થાય તેવાં માઠાં પિરણામ વમી નાખવાં જોઈએ. બ્રહ્મચર્યને તમે કેવું જાણો છો ! બ્રહ્મચારી તો ભગવાન તુલ્ય છે ! ‘બ્રહ્મ’ એ આત્મા છે. આટલો ભવ લક્ષ રાખીને ખમીખૂંદે અને બ્રહ્મચર્ય સંપૂર્ણ પાળે તો બેડો પાર થાય. એ વ્રત જેવું તેવું નથી. સત્પુરુષને આશ્રયે આવેલું વ્રત જેવું તેવું ન જાણવું. બીજાં બધાં કામ માટે અનંત ભવ ગાળ્યા તો આને માટે આટલો ભવ તો જોઈ લઉં, જોઈએ શું થાય છે ?– એમ કરીને ત્યાગ અને વૈરાગ્યમાં વર્તવું જોઈએ. દિવસે દિવસે ત્યાગ વર્ધમાન થવો જોઈએ. શ્રીકૃષ્ણ અને શ્રેણિક મહારાજથી કાંઈ વ્રતનિયમાદિ બનતું ન હતું; પણ સત્પુરુષને બોધે સમજણ આવી હતી. તેથી પરિણામ કેવાં વર્તતાં હશે ! –કે હે ભગવાન ! મારાથી કંઈ પળતું નથી; પણ આત્મા સિવાય બીજા કશાને હું મારું હવે માનું નહીં, કશામાં મારું મન પરોવું નહીં. આ કરવાની જરૂર છે. દેવના ઉપસર્ગથી એક મુનિને એક બાજુ કાંટા અને એક બાજુ કીડા અને પાણીવાળી જગા વગર જવાનો બીજો કોઈ રસ્તો નહોતો. ત્યાં કાંટાવાળે રસ્તે જતાં દેવમાયાથી થયેલા રાજાના નોકરોએ તેને કીડાવાળી જગામાં ધક્કો માર્યો; પણ પડતાં પડતાં ય જીવ બચાવવા જમીન સાફ કરવા પ્રયત્ન કર્યો. તે વખતે તેનાં પરિણામ જેમ અહિંસક હતાં તેવાં પરિણામ રાખવાં.
અમારાથી ન પળે તેનો અમને ખેદ રહે છે, તેમ બધા જીવ માત્રને પણ કર્તવ્ય છે. હે ભગવાન ! મને નહીં તો મારા પાડોશીને હજો. એમ જાણીને ખરી વાત બતાવી દઈએ છીએ. કોઈનાય દોષ જોવા એ ઝેર ખાવા જેવું છે. માત્ર ચેતાવવાને કહેવાનું થાય છે.
✰✰
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org