________________
૩૩૦
ઉપદેશામૃત કૃષ્ણની વાત તો જ્ઞાનીના સંબંધે કહેવાશે. પણ જો તું તેમ કરવા ગયો તો રખડી પડીશ. એ માર્ગ નથી. જ્ઞાન તો છે ત્યાં છે. હશે તો “નથી' કહેવાથી જતું રહેવાનું નથી અને નહીં હોય તેમ છતાં “છે' એમ કહેવાથી આવી જવાનું નથી; પણ મહામોહનીય કર્મ બાંધે. જ્ઞાનીએ જાણ્યો છે તેવો આત્મા છે.
ભૂલ હોય તે બતાવવી પડે. ચાલતા બળદને કોઈ આર મારે ? ઉન્મત્તતા, સ્વચ્છંદ, પ્રમાદ છોડવાનાં છે. અંકુશ તો સારો–અમે તો પણે–છેલ્લા–જઈ બેઠા છીએ તે બોલીએ છીએ. કોઈએ “લઘુ' નામ આપ્યું છે તે સારું કર્યું છે. લઘુતા જ રાખવાની જરૂર છે. પણ મનમાં માન વેદાય તો લઘુ કહો કે ગમે તે કહો પણ કંઈ કામનું નથી. “વૃતાઘાર પાત્ર વા પાત્રાઘાર વૃત' એમ કરનાર પંડિત જેવા કે “પ્રાસને હાથી મારે છે કે અપ્રાતને એવો વાદ કરનાર જેવા ભણેશ્રી થવાનું નથી. મનમાં એમ રહે કે “આ મહારાજ પધાર્યા એટલે એ બોલશે. એ કેમ બોલતા નથી ? શું ઓછું થઈ જવાનું છે? એ બોલે તો સારું, મારે બોલવું ના પડે.” એ બધું છોડવા જેવું છે. ઊલટું, બોલવાથી સ્વાધ્યાય થાય, લબ્ધિ વધે, પ્રમાદ જાય. બે બોલ બોલવાથી કંઈ બગડી જવાનું હતું ? કોઈનું અહિત થઈ જવાનું હતું ? પરિણામ ઉપર મોટો આધાર છે. તમે અને હું અહીં બેઠા છીએ પણ જેનાં પરિણામ આગળ ગયાં તે મોટો.
માગશર સુદ ૧૩, શુક્ર, સં. ૧૯૮૩ જેમ મરતી વખતે શ્રાવકો મરનારને એમ કહે છે કે અરિહંતનું તને શરણ હજો. શાંતિનાથનું શરણ હજો; તેમ અમારી પથારી પાસે તે વખતે જેટલા હાજર હો તેટલાએ સહજાન્મસ્વરૂપ પરમગુરુના ઉચ્ચારથી, એ શબ્દોનાં પુદ્ગલોથી આખો ઓરડો ભરી દેવો. એવો કોણ અભાગિયો હોય કે એ મંત્ર એને એ વખતે ન રુચે ? એ સાંભળતાં એમાં વૃત્તિ જાય. ક્ષણે ક્ષણે મૃત્યુ સંભારવું ઘટે છે. અત્યારે મારી જ રહ્યો છે. સમાધિમરણ કરાવનારને પણ મહાલાભ થાય છે.
પોષ વદ ૬, સોમ, સં. ૧૯૮૩ [‘અમિતગતિ શ્રાવકાચારમાંથી શ્રાવકની અગિયાર પ્રતિમાઓમાં આઠમી આરંભત્યાગની અને
નવમી પરિગ્રહત્યાગની પ્રતિમાઓના વાંચન પ્રસંગે.] જીવે હજી ઘર્મ જાણ્યો નથી. ત્યાગનું ફળ મળે છે. “ત્યાગે તેની આગે અને માગે તેથી ભાગે,” એમ કહેવાય છે. કંદમૂળ-લસણ, ડુંગળી, બટાકા વગેરે, લીલોતરી, ઉમરડાં, વડના ટેટા, પીંપળના ટેટા, પીપળાના ટેટા–એવાં અભક્ષ્ય ફળ ખાવાથી ખરાબ ગતિ થાય છે, બુદ્ધિ બગડે છે. કેટલો કાળ જીવવું છે ? કેટલાય લોક ઘર કરાવી ભોગવ્યા પહેલાં મરી જાય છે. મનુષ્યભવ પામીને જો ચેતી ન લેવાય તો નરકતિર્યંચના ભવમાં દુઃખ ભોગવવાં પડશે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org