________________
ઉપદેશસંગ્રહ-૨
૩૨૯ તા. ૨૨-૨-૨૬
[‘પરમાત્મપ્રકાશ” વંચાતાં આ ચાર બાબત ઉપર વિજય મેળવવો દુષ્કર કે દુર્લભ છે : (૧) જિહા–સર્વ ઇંદ્રિયોમાં પ્રઘાન ઇંદ્રિય જિહા. તે જિતાતાં બધી ઇંદ્રિયો જિતાય છે. (૨) મોહ–આઠ પ્રકારનાં કર્મમાં મુખ્ય મોહનીય. તે જિતાતાં બઘાં કર્મ જિતાય છે. (૩) બ્રહ્મચર્ય—પાંચ મહાવ્રતોમાં મુખ્ય બ્રહ્મચર્ય. તેમાં અપવાદ નથી.
“એક વિષયને જીતતાં, જીયો સી સંસાર; નૃપતિ જીતતાં જતિયે, દળ પુર ને અઘિકાર. પાત્ર વિના વસ્તુ ન રહે, પાત્રે આત્મિક જ્ઞાન;
પાત્ર થવા સેવા સદા, બ્રહ્મચર્ય અતિમાન.” (૪) મનોગુણિ–ત્રણેય ગુતિમાં પ્રધાન મનોગતિ. મનને લઈને આ બધું. આ ચાર શા વડે જિતાય ? મુનિ મોહનલાલજી– ઇન્દ્રિયદમનકું સ્વાદ ત્યજ, મનદમનકું ધ્યાન.”
પ્રભુશ્રી–જ્યાં મનમાં વિચાર આવે કે આ ઠીક લાગશે કે આમ હોય તો ઠીક, તો તેની સામા જ પડવું કે એ તો નહીં જ. તેવી રીતે મોહની વૃત્તિ ઊઠે કે કામની વૃત્તિ જાગે કે સંકલ્પવિકલ્પ કોઈ પ્રિય વસ્તુના આવ્યા કરતા હોય ત્યાં કટાક્ષવૃષ્ટિ રાખવી અને તે વૃત્તિને રોકવી. જ્યાં ત્યાં એ જ કરવાનું છે. જડ અને ચેતનનો ભેદ પાડવાનો છે.
મુમુક્ષુ–“કૃષ્ણ બાળબ્રહ્મચારી હોય તો જમનામૈયા, માગ આપજો.” એમ કામ કરતાં લેપાય નહીં તેનું કેમ ?
પ્રભુશ્રી–સાધન તો જોઈશે–વરસાદ, જમીન અને બીજનો સંજોગ થાય ત્યારે બીજ ઊગી નીકળે; તેમ ત્યાગ, વૈરાગ્ય, ઉપશમ તો જોઈશે જ.
એક સાધુએ હિમાલયની ઠંડીમાં તે ઠંડી સામે પડીને પાસાં બદલી બદલી રાત કાઢી અને સવાર થતાં સૂર્યોદયે ઊઠ્યો અને ખભો થાબડતાં બોલ્યો કે ઠંડી સાથે લડાઈ કરી તેમાં વિજય મેળવ્યો છે. પુરુષાર્થની જરૂર છે.
“જો ઇચ્છી પરમાર્થ તો, કરો સત્ય પુરુષાર્થ,
ભવસ્થિતિ આદિ નામ લઈ, છેદો નહિ આત્માર્થ.” “નિશ્ચય વાણી સાંભળી, સાઘન તજવાં નોય;
નિશ્ચય રાખી લક્ષમાં, સાઘન કરવાં સોય.” (શ્રી આત્મસિદ્ધિ) શુષ્કજ્ઞાની થઈ જવાની જરૂર નથી.
“અથવા નિશ્ચયનય ગ્રહે, માત્ર શબ્દની માંય; લોએ સવ્યવહારને, સાધનરહિત થાય.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org