________________
ઉપદેશસંગ્રહ-૨
૩૨૫ મુમુક્ષુ–પહેલાં માગધી ભાષાની ખબરે ય નહીં. હવે તે ગાથા વાંચતાં કરતાં ઠીક ફાવે છે. તે ન સમજાયા છતાં માથાં માર્યાનું પરિણામ છે.
પ્રભુશ્રીએ ગુડગુડિયો વૈષ્ણવ. તેથી તેને પહેલાં તો બઘાંની પેઠે વૈકુંઠ, ગોલોક અને એવો ખ્યાલ હશે. પણ હવે શાસ્ત્રમાં કેવી ગમ પડે છે ? આ ય કેવો હતો ? પણ વાંચીને માહિત થયો તે જાણ્યું ને ? એમ શું થાય છે તે આપણને શું ખબર પડે ? પણ જ્ઞાની જાણી રહ્યા છે. કંઈ અજબ વાત છે ! ઘના શ્રાવકનો જીવ કેવો હતો ? ઢોરાં ચારે તેવો. તેને મુનિનો યોગ થયો, ત્યાં બોઘ સાંભળ્યો; અને સમજાય ન સમજાય પણ મારે તેમણે કહ્યું તેમ કરવું છે–આ વ્રત લઉં, આ વ્રત લઉં—એમ ભાવના રહી હતી અને કંઈ કર્યું ન હતું છતાં એટલામાં (ભાવનામાં ને ભાવનામાં) મરણ થવાથી દેવ થઈને ચવીને ઘનો શ્રાવક થઈ મોટો લક્ષાધિપતિ થયો, કેટલીય કન્યાઓ પરણ્યો અને મોક્ષની તૈયારી કરી. જ્ઞાનીની આજ્ઞાએ શ્રુતજ્ઞાન સાંભળતાં પરોક્ષ જ્ઞાન થાય છે અને દીનબંધુની કૃપાનજરથી પછી પ્રત્યક્ષ જ્ઞાન થાય છે, પુદ્ગલ અને જીવ જુદાં જણાય છે.
સાંજે
(“મૂળાચારમાંથી “સંસારભાવનામાં અશ્રદ્ધાનરૂપ મિથ્યાત્વ વિષે વંચાતાં.) શ્રદ્ધાથી ઊલટી અશ્રદ્ધા. શ્રદ્ધા કોની ? તો, સદૈવ, સદ્ગુરુ અને સદ્ઘર્મની. એમાં સત્ તે આત્મા છે. તેથી આ આત્મા એ જ દેવ, આત્મા એ જ ગુરુ અને આત્મા એ જ ઘર્મ, એમ ગણાય. અને એ આત્માની હાજરી હોય, શ્રદ્ધા હોય, તો કર્મ બંઘાય નહીં.
મરણ ન હોય તો કંઈ વાંઘો નહીં. પણ તે તો ક્યારે આવશે તેનો ભરોસો નથી. તો જેટલો કાળ હાથમાં છે તે નકામો જવા દેવા જેવો નથી. આટલું આયખું તો તે ખાતર જ ગાળવા જેવું છે. બધાને ખાતર કાળ ગાળો છો તો આને ખાતર, આત્માને ખાતર આટલું નહીં કરો ? સમજુ માણસને તો તેની જ ગવેષણા હોય, તે વગર બીજું ગમે જ નહીં–ન બને તેનો ખેદ રહેવો જોઈએ. કૃપાળુદેવે અમને કહેલું કે અમને મળ્યા પછી તમારે હવે શો ભય છે?
“થીંગ ઘણી માથે કિયા રે, કુણ ગંજે નર એટ? વિમલ જિન, દીઠાં લોયણ આજ.” એમ મોટા પુરુષોએ પણ કહ્યું છે. શરણાની ય બલિહારી છે ! એ જ કર્તવ્ય છે. એને જ સમકિત કહ્યું છે.
તા.૨૨-૨૬,સાંજે [‘મૂળાચારમાંથી સંસારભાવનાનો પહેલો શ્લોક ફરી વંચાતાં.] અશ્રદ્ધાનરૂપ મિથ્યાત્વ–આત્માની શ્રદ્ધા નહીં તે મિથ્યાત્વ, તે અશ્રદ્ધાન. મારું શરીર, મારું ઘર, મારું કુટુંબ–એ મારાં માન્યાં છે તે એક જાતની શ્રદ્ધા છે; પણ સાચી શ્રદ્ધા નથી, મિથ્યા છે. સંજોગ છે તે દેખાવ તો દે છે. આપવીતી કહું કે પરવીતી ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org