________________
૩૨૪
ઉપદેશામૃત સૂત્રાભિનિવેશ એ પણ મિથ્યાત્વ છે. નહીં તો અમારે વીતરાગનાં વચનનો ક્યાં અનાદર છે ? પણ પોતાની સમજે સમકિત માનવું યોગ્ય નથી. આજે તો ઘરઘરનું સમકિત થઈ ગયું છે. પણ સમકિતનો મહિમા તો ઓર છે! અમે કૃપાળુદેવને મળ્યા પહેલાં સૂત્રો ભણતા તે ઉપર પાછા ચર્ચા કરતા અને જેને વધારે યાદ રહે તથા વધારે વર્ણન કરે તે મોટો ગણાતો. એ પણ મિથ્યાત્વ છે. સદ્ધ પરમ સુદ ભગવાને કહી છે. સાચી શ્રદ્ધા–સમક્તિનું માહાત્મગોમસારજી' અને “મૂળાચાર' વંચાય છે તેમાં વર્ણવેલું છે. “સમકિત તે જ પુણ્ય છે; અને સમકિતી જે જે ક્રિયા કરે તે પુણ્યરૂપ જ પરિણમે છે.” તે વાંચતા કૃપાળુદેવથી સાંભળેલાં વચનો પ્રમાણે શાસ્ત્રો પણ શાખ પૂરે છે, તે સમકિતને પોષે છે. ભરતરાજા અને શ્રેણિકરાજાનાં દ્રષ્ટાંતે, સમકિતની હાજરીમાં સંક્લેશ પરિણામ હતાં તે પુણ્યરૂપ નીવડેલાં છે. સમકિતીની ક્રિયાનું પરિણામ કાં તો નિર્જરારૂપ હોય, કાં તો પુણ્યના બંઘરૂપ હોય; પણ પાપ તો સમકિતી કરી શકે જ નહીં. મિથ્યાત્વ તે જ પાપ છે. મિથ્યાત્વીનાં શુભ પરિણામ દેખાતાં હોય પણ તેનું ફળ મોક્ષમાર્ગમાં સહાય કરનાર પુણ્યરૂપ નથી તેથી સંસારપરિભ્રમણ કરાવનારું હોવાથી તેનાં શુભ પરિણામ પણ પાપરૂપ છે. કોઈ ક્યાંક અને કોઈ ક્યાંક અટક્યા છે; પણ ક્યાંય ખળી રહેવા જેવું નથી. બેરાં, છોકરાં, ઘન, મિલકત, આમાં કે તેમાં–કોઈ જગાએ અટક્યા વગર આત્મા જ ઉપાદેય, ધ્યેય ગણવો. એની શ્રદ્ધા આવી એટલે કામ થઈ ગયું. ગમે તેવાં કર્મ દેખા દે પણ તે તો ચૂકવું જ નહીં. બાંધેલાં છે તે તો આવે–મહેમાન જમીને ચાલ્યો જાય. પણ સંજોગોને તો સંજોગો ગણવા. ધ્યાન કરવા બેસે ત્યાં સંકલ્પો તો આવે; પણ તેને જુદા જાણવા, તન્મય ન થવું. બધું ઝેર કરી મૂકવા જેવું છે, નહીં તો, ભવ ઊભા કરાવે તેવી સામગ્રીઓ આવી આવીને પડે. તેને આત્માનો ઘર્મ ન જાણવો. ન છૂટકે તેનો સંજોગ થાય તેને વેઠી લેવો. લાગ્યું તે ભોગવ્ય છૂટકો; પણ ઇષ્ટ ન ગણવું–તો બંધ નથી. આમ ભેદ પડે તો બહિરાત્મા મટી અંતરાત્મા થાય. અને એમ કરતાં કરતાં “દીનબંધુની મહેર નજરથી આનંદઘન પદ પાવે.”
તા.૧૮-૨-૨૬, સવારે પ્રભુશ્રી–કોઈ સાંભળે અને સમજણ ન પડે તો કેમ ? મુનિ મોસમકિતીને બધું સવળું છે.
પ્રભુશ્રી–સાંભળવાનો ભાવ હોય, તેમાં નજર રાખે; પણ પૂર્વભવનાં અંતરાય કે આવરણને યોગે સંભળાય નહીં તો તે નિષ્ફળ જાય ?
આ માણેક ડોશીમા રોજ આવે છે. તેમને સમજાય કશું નહીં, પણ સાંભળવાની ઇચ્છા કરે તો કંઈ ફાયદો થાય કે નહીં ?
જો તેમાં ને તેમાં માથાં મારે તો કર્મ જગ્યા આપે છે. જ્ઞાની અંતર્મુહૂર્તમાં કોટિ કર્મનો ક્ષય કરે છે. તેમ કોઈ સમકિતી-શ્રદ્ધાવાળો જીવ હોય તેને શાસ્ત્ર સાંભળવાનો લક્ષ છતાં સમજાય નહીં તો ય કંઈ તે ક્રિયાનું ફળ થતું હશે કે નહીં?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org