________________
૩૨૬
ઉપદેશામૃત મુનિ મો—આપવીતી, પ્રભુ !
પ્રભુશ્રી–શરીરમાં કંઈ ચાવી ફરી જાય તો બધું ફરી જાય છે. કળતર, કળતર અને કળતર. શ્વાસ લેતાં મૂંઝવણ થાય અને કંઈ સુવાણ ન રહે. આ બધું શું ? નોકર્મ દ્રવ્યકર્મનો સંજોગ. તેમાં જીવ પરિણમે છે. તે વખતે ભાવના તો બીજી હોય, તેમાં લક્ષ રાખવો હોય અને વેદનામાં લક્ષ ન રાખવો હોય, પણ ચાલે?
મુમુક્ષુઓ તેમ બનતું તો નથી.
મુનિ મો–પરમકૃપાળુ દેવને કોઈએ જોડા આપેલા. તે પહેરીને ચાલતાં પગ લોહીલુહાણ જેવા થઈ ગયા અને બીજાએ તે ધ્યાન ખેંચ્યું ત્યારે તેમણે કહ્યું, તમે કહ્યું ત્યારે જાણ્યું કે ફોલ્લા થયા છે અને લોહી નીકળ્યું છે.
પ્રભુશ્રી–તે વાત જુદી છે. આપણે જતા હોઈએ અને કંઈક હાથમાં વાગે કે ઉઝરડો ભરાય અને ભાન ન હોય તો જણાતું નથી. તે વાત અત્યારે નથી. અત્યારે અહીં ઢોલ અને વાજાં વાગતાં હોય અને આ શાસ્ત્ર વાંચે છે તે સાંભળવું હોય તો સંભળાય? તેમ અત્યારે જરાનાં દુઃખ આવી લાગ્યાં હોય અને ખળભળી ઊઠ્યાં હોય તે ન જણાય? વેદના ઘેરી લે ત્યારે કંઈ બનતું નથી, એ તો અનુભવ છે પણ ભાવ ત્યાં (આત્મામાં) હોય છે. જો ઘર દીઠું હોય તો ત્યાં પેસી જવાય. છોકરું માને ઓળખે એવડું હોય તો વેદના વખતે “મા મા’ કરે તેમ અંતર્યા તેવી રહે છે. જ્ઞાનીને મળ્યા પછી ભાવ ફરી જાય છે. તે અંતચર્યા–ભાવના આત્માની રહે. સંજોગ દેખે પણ તેમાં પરિણમે નહીં તે અંતરાત્મા. અંતરાત્મા કંઈ પરગામ ગયો છે? પણ ભાન નથી, તે કરવાનું છે. અંતરાત્મા, અંતચર્યા, ભાવના–એ તો જ્ઞાન છે. અને જ્ઞાન શાનાથી થાય છે ? જ્ઞાનીથી.
સગુરુના ઉપદેશ વણ, સમજાય ન જિનરૂપ;
સમજ્યા વણ ઉપકાર શો ? સમયે જિનસ્વરૂપ.” દેખે પરમ વિઘાન' એમ પણ મોટા પુરુષોએ કહ્યું છે. જિનદેવ–આત્મા! તેમનો ઉપદેશેલો મોક્ષમાર્ગ–મુકાવું–તે નહીં દેખવાથી સંસાર પરિભ્રમણ છે. આગળથી અભ્યાસ કરી મૂકવાની જરૂર છે. કૃપાળુદેવે પત્ર ૪૬૦ માં કહ્યું છે તે પ્રમાણે ચેતવાની જરૂર છે. આગ લાગેઘર લાગે ત્યારે કૂવો ખોદાવે તો એ આગ કેમ કરીને હોલવાશે? કંઈક કરી મૂક્યું હોય તો વેદનીય વખતે ખપમાં આવે. બીજું બધું મરતી વખતે સાંભરે છે–શરીર, કુટુંબ, છોકરાં. એનો અભ્યાસ પડી ગયો છે તો વેદના ઘણી હોય છતાં તે સાંભરે છે તો તેને બદલે બીજો અભ્યાસ કરી મૂક્યો હોય તો એમાં કંઈ વગ (લાગવગ) ચાલે છે કે એ યાદ આવે અને આ ના આવે? જરૂર આવે. શરીરની કળ બગડતાં ક્યાં વાર લાગે છે ? જ્યાં ગળફો તો છૂટતો ન હોય, શ્વાસ jઘાયો હોય અને પાઠ ભણવો હોય કે એવી ઘર્મક્રિયા કરવી હોય તે કેમ બને? પણ અભ્યાસ કરી મૂક્યો હોય તો અંતરૂપરિણામ–અંતર્યા–તેમાં જ રહે. મારું કશું ય નથી, એવું કરી. મૂકવાની જરૂર છે. મારું મારું મનાય તે મિથ્યાત્વ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org