________________
૩૨ ૨
ઉપદેશામૃત અંજનની જરૂર છે. યશોવિજયજીને આનંદઘનજીના સમાગમે તે થઈ ગયું. ત્યાર પછીના ગ્રંથો મધ્યસ્થ વૃષ્ટિથી લખાયા છે.
સાંજે સમભાવ, ઘીરજ, ક્ષમા, ખમીખૂદવું—એ વીતરાગની આજ્ઞા છે. સમજની જરૂર છે. ગમે તેવા પાપી, ગુણકા અને ચંડાળ જેવાના પણ ઉદ્ધાર થઈ ગયા છે. ચીલો બદલવાની જરૂર છે. ગાડાનો ચીલો બદલતાં મુશ્કેલ તો પડે; પણ પછી ચીલો બદલાયો એટલે દિશાફેર જ થઈ જાય છે. આભ જમીનનો ફેર પડે છે.
અનાદિકાળથી લોભથી જ જીવ અટકી રહ્યો છે. તે વેરીને મારવાની ખાતર, લોભ છોડવાની સમજથી ખર્ચ થાય તો તેનું ફળ રૂડું છે. એમ જ કરવાજોગ છે.
તા. ૧૬-૨-૨૬ [સવારે ચાર વાગે “પરમશ્રુતપ્રભાવક મંડળ' તરફથી છપાતી “શ્રીમદ્ રાજચંદ્રની
બીજી આવૃત્તિ માટે લખેલી પ્રસ્તાવનાનું પ્રફ વંચાયું તે પ્રસંગે.] એ પ્રસ્તાવનામાં પરીક્ષકવૃત્તિ છે. કોઈ પરીક્ષા લઈને છોકરાને ઈનામ આપે કે નંબર ઠરાવે તેવી પુરુષની પરીક્ષા કરવાનો પ્રયત્ન છે. પણ પરીક્ષક તો જેની પરીક્ષા લેવાની હોય તેનાં કરતાં ચઢિયાતો હોવાની જરૂર છે. એટલે પોતાની સમજની કિસ્મત વિશેષ ગણીને સપુરુષની દશા તેમાં સમાય તેવી ગણીને તેને સરપાવ આપતા હોય તેમ “આટલી બક્ષિશને પાત્ર તે છે' તેવી વૃત્તિ એ શબ્દો ઉપરથી જણાય છે. સપુરુષની પરીક્ષા કરવાનું કોનું ગજું ? સપુરુષને બરાબર ઓળખે તે પુરુષ જેવો જ હોય.
તા. ૧૭--૨૬, સવારે [તીર્થકર પ્રકૃતિની સ્થિતિનો ઉત્કૃષ્ટો બંઘ ક્યારે પડે તે સંબંધી ‘ગોમટ્ટસારજીના કર્મકાંડના
બીજા અધિકારના વાંચન પ્રસંગે]. સમકિતનું કેટલું માહાભ્ય છે ! અસંયત સમ્યગૃષ્ટિ મનુષ્યનાં ઉત્કૃષ્ટ સંક્લેશ પરિણામ નરકગતિની સન્મુખ તે થાય ત્યારે હોય છે. અને તે વખતે તીર્થંકર પ્રકૃતિની સ્થિતિનો ઉત્કૃષ્ટ બંઘ પણ પડે છે. સમકિત છે એટલે તેની હાજરીમાં જે જે ક્રિયા થાય તે પુણ્યરૂપ પરિણમે છે. મોટી લોહીની નદીઓ વહે તેવા ભરતના સંગ્રામ પ્રસંગે ગણઘર ભગવાન પુંડરીકે ઋષભદેવ ભગવાનને પૂછ્યું, અત્યારે ભરત ચક્રવર્તીનાં પરિણામ કેવાં હશે ? ભગવાને કહ્યું, તારા જેવાં; કારણકે તેની સમજ બદલાયેલી હતી. એટલે દર્શનમોહ વગરની ક્રિયા થતી હતી. નહીં તો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org