________________
ઉપદેશ સંગ્રહ-૨
૩૨ ૧ આખર બધું જ્યાંનું ત્યાં પડી રહેશે. આમ ને આમ બધું રહેવાનું નથી. ભલે, મરણ ન હોય તો કંઈ કહેવું નથી, પણ તે તો છે. તો હવે કેમ જાગવું નહીં ? નોકરી, ઘંઘા બઘા માટે ચિંતા કરીએ તો આ આત્મા માટે કંઈ નહીં કરો ? તેને માટે આટલો કાળ હવે તો ગાળું, એમ નિશ્ચય કર્તવ્ય છે. એક શરણું લઈ ગમે તે કરે તો હરકત ન આવે, એવી ચમરેન્દ્ર અને શક્રેન્દ્રની વાત છે. અમરેન્દ્ર અભિમાનથી શકેન્દ્રના સ્વર્ગમાં જવાનો વિચાર કર્યો. ત્યારે ડાહ્યા પ્રઘાનોએ શરણું લઈને જવાની સલાહ આપી. તેથી મહાવીર સ્વામીનું શરણ લઈ તે ત્યાં ગયો અને ઘડૂકો કર્યો કે શક્રેન્દ્ર વજ ફેંક્યું. પણ તરત તેને વિચાર આવ્યો કે કદાચ કોઈ મહાપુરુષનું શરણ લઈને આવ્યો હશે અને જો વજ તેને વાગશે તો આશાતના થશે એમ જાણી તેની પાછળ દોડી વજ ઝાલી લીધું. તેટલા વખતમાં તે ચમરેન્દ્ર મહાવીર સ્વામીના પગ તળે કંથવો થઈ સંતાઈ ગયો હતો. ત્યાં આવી શક્રેન્દ્ર મહાવીર પ્રભુની ક્ષમાપના માગી અને ચમરેન્દ્રને કહ્યું કે હવે નીકળ. તેણે નીકળીને ક્ષમાપના માગી. આમ શરણ હતું તો તે બચી ગયો.
આનંદઘનજીને વ્યાખ્યાન વંચાવવા સંઘે તેમના ગુરુ પાસે માગણી કરી. તે વૈરાગ્યમાં વિશેષ હતા. તેથી બઘાને પ્રિય હતા. કોઈ કારણસર આગેવાન શેઠ મોડા આવ્યા તોપણ આનંદઘનજીએ બીજા બઘાને આવેલા જાણી વ્યાખ્યાન શરૂ કર્યું. પછી શેઠ આવ્યા. તેની સાથે વાતચીત થતાં “અમે છીએ તો તમે છો,” એમ શેઠે કહ્યું એટલે કપડાં મૂકી નગ્ન થઈ ગુરુ પાસે જઈ તે ચાલી નીકળ્યા. કોઈનું કહ્યું માન્યું નહીં.
તેમના ગુરુ કાળ કરી ગયા પછી એક પીંજારો વિદ્યાના બળે આકાશમાં રહી બોલતો કે હે બાદશાહ ! એક કર, એક કર. તેથી બધાને મુસલમાન કરવા બાદશાહે લોકોને કનડવા માંડ્યા. સંઘે મુસલમાન થવા ના પાડી, તેથી કેદમાં નાખી તેમની પાસે દળણાં દળાવવા માંડ્યાં. પછી બધા સાધુઓએ વિચાર કરી આનંદઘનજી પાસે જઈને તેમને વાત કરી. જેમ લબ્ધિધારી વિષ્ણુકુમારે બઘાને ઘર્મમાં પડતી મુશ્કેલી દૂર કરી હતી અને પછી પ્રાયશ્ચિત્ત લીધું હતું તેમ શાસનને નિર્વિધ્ર કરવા આનંદઘનજીને તેમણે વિનંતિ કરી તે તેમણે સ્વીકારી અને એક સોટી આપી. તેમણે કહ્યું કે તે ઘટીને અડાડજો, તેથી ઘંટીઓ ચોટી જશે. “આમ કોણે કર્યું ?” એમ પૂછે, તો એમ કહેવું કે અમારા ગુરુએ. અને જણાવ્યું કે અમુક જગાએ હું બપોરે બાર વાગે આવીશ. ત્યાં બાદશાહને આવવા જણાવજો. બાદશાહ ત્યાં આવ્યો પણ તેણે આનંદઘનજી પાસે પોળિયા જેવા બે વાઘ દીઠા. તેથી તે આગળ જઈ શક્યો નહીં. તેને બોલાવ્યો તોપણ ન જઈ શક્યો. એટલે વાઘની પાસે થઈ આનંદઘનજી બાદશાહ પાસે ગયા અને કહ્યું, બઘાને કેમ પડે છે ? તેથી બાદશાહે કહ્યું, બાર વાગે ખુદાનો હુકમ સંભળાય છે. એટલામાં તો બાર વાગ્યા અને આકાશમાંથી અવાજ આવ્યો એટલે આનંદઘનજીએ એક વસ્ત્ર ઊંચુ કર્યું કે પીંજારો નીચે પડ્યો અને કરગરવા લાગ્યો. તેમણે બાદશાહને કહ્યું, આ તો તારા ગામનો પીંજારો છે, હવે કોઈને ઘર્મ બાબત કનડીશ નહીં, અને પીંજારાને કહ્યું, આમાં તારું કલ્યાણ નથી.
21
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org