________________
૩૨૦
ઉપદેશામૃત છે. જેને પડી હશે, ખરો ખપ હશે તે તો ખોળતો જ હશે અને એવો ખપી હોય તેને જ લાભ થાય છે.
ઉપમિતિ ભવપ્રપંચમાં કેટલી વાત આવે છે ? તેમાં તો ભારે કરી છે ! એક સપુરુષ ઉપર દ્રષ્ટિ રાખવાની જ વાતો આવે છે. એ જ હું તો જોયા કરું છું કે આ શું લખી ગયો છે ! પણ યોગ્યતા વગર કેમ સમજાય ?
તા.૧૫-૨-૨૬ સર્વ ઘર્મમાં જે તત્ત્વ રહ્યું છે તે જિનદર્શનમાં સમાય છે. મહાવીર સ્વામીની આજ્ઞા રાગદ્વેષ તજી સમભાવમાં આવવું તે છે. ખમીખૂદવું. જેટલા વિશેષ ખમી ખૂંદે તે વધારે મોટા. કોઈ અપૂર્વ યોગે અને આ બઘાના અંતરાય તૂટેલા તેથી આજે આટલું બોલી શકાયું, નહીં તે પ્રભુ, કંઈ આપણું ઘાર્યું થતું જ નથી. ખરું કહું તો મારે તો બોલવું જ નહોતું પણ એ મીઠી વીરડીનું પાણી છે. એણે (પરમ કૃપાળુદેવે) કહેલાં વચનો સ્મૃતિમાં હોય તે કહેવાં છે. કંઈ શાસ્ત્ર કે સત્પરુષની વાણીથી વિરુદ્ધ જાય તેમ હોય તો કહેવું. આમાં તો સર્વ ઘર્મ સંમત છે. ક્યાં વાડો વાળવો હતો ? જ્યાં આત્માની જ વાત હોય ત્યાં ભેદ શો ? વેદાંત હો કે જૈન હો, સચિત્ અને આનંદ કહે કે જ્ઞાન, દર્શન અને ચારિત્ર કહે, ચોખા કહે કે ચાવલ કહે, તેમાં કાંઈ મૂળ વસ્તુમાં ફેર પડવાનો છે?
ગમે તેમ કરીને શુભ નિમિત્તમાં રહેવું છે અને કાળક્ષેપ કરવો છે. બીજું કરવું છે શું ? એના શરણાથી પુસ્તક, પાનાં, જગા, મુકામ, ચેલા, ચેલી, બઘામાં ખારાશ કરી મૂકી છે. એના સમાગમ પહેલાં એમાં જ પ્રવર્તન હતું. પણ એવું કોઈ એનું યોગબળ કે કયાંય ઊભા રહેવા ન દીઘા! પ્રભુ, દગો દગો ને દગો નીકળ્યો છે. જગામાં અંત વખતે જીવ રહે તો ઘરોળાં કે જીવડાં થવું પડે; સ્ત્રી-પુત્ર કે ચેલા ચેલીમાં જીવ રહે તો તેને પેટે અવતાર લેવો પડે; મહેલમકાનમાં કે બાગ-બગીચામાં જીવ રહે તો દેડકાં કે અળશિયા થવું પડે અને ખેતર કે જમીનમાં વૃત્તિ રહે તો ઘાતુ કે પથ્થરમાં ઉત્પન્ન થવું પડે. “પગ મૂકતાં પાપ છે, જોતાં ઝેર છે અને માથે મરણ રહ્યું છે.' “ચરણ ઘરણ નહીં ઠાય,” એમ મોટા પુરુષો કહી ગયા છે. એ બધું અમે તો ઝેર જેવું કરી મૂક્યું છે. એટલે એની ઇચ્છા કેમ થાય ? જ્યાં સુધી એમાં મીઠાશ છે ત્યાં સુધી નિષ્ણુણ્યકને જેમ રોગ મટતો નહોતો તેમ બધું બંઘનરૂપ થાય છે.
જીવ પરીક્ષા કેવી રીતે કરી શકે ? પરીક્ષા-પ્રઘાનપણું, યોગ્યતા જોઈએ ને ? અહીં તો આત્માની જ વાત છે. તેમાં ભેદ નથી. અમને તો હવે મરણના વિચારો આવ્યા કરે છે; અને દરેકે તે સંભારવું ઘટે છે. પછી જઈને ઊભું ક્યાં રહેવું ? કંઈ નક્કી કરી મૂકવું ને ? ઘર જોઈ મૂક્યું હોય તો ત્યાં જવાય; પણ ભાન ન હોય તો ક્યાં જાય ? આટલો ભવ તો આ ખાતર ગાળવા જોગ છે. આટલી પુણ્યાઈ ચઢી છે, મનુષ્યભવ મળ્યો છે તો કહેવાનું થાય છે. કોઈ ઢોર કે બળદને બોલાવીને કહીએ તો કંઈ સમજી શકે ? લાગ આવેલો ચૂકવા જેવો નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org