________________
૩૧૯
ઉપદેશસંગ્રહ-૨ આ શ્લોકનાં ચાર ચરણ બોલતાં ચાર આંગળીના ટેરવાં પર રહેતી. અને બે શબ્દનું સ્મરણ મળ્યા પછી બે આંગળી ઉપર ફરતી આમ જોયેલું. મરણ વખતે ભાન ન હતું, પણ તે ક્રિયા ચાલતી હતી. ધારશીભાઈના મરણ વખતે મંત્રનું સ્મરણ આપનાર માણસ ચોવીસે કલાક તેમના ઓરડામાં બોલ્યા જ કરે એમ ગોઠવણ કરી હતી.
પ્રભુશ્રી–ઘારશીભાઈનો ક્ષયોપશમ સારો હતો. અમારા તરફ પ્રાણ પાથરે તેવો તેનો પ્રેમ હતો. ઘણી વખત અમને ખુલ્લા દિલથી વાતો કરે કે આવું ને આવું ભાન મરણ પછી પણ રહે તો કેવું સારું ! ગુણ, પર્યાય, કેવળજ્ઞાન અને એ બધી વાતો તે સારી કરી જાણતા હતા. એ પૂર્વનો ઉપાર્જન કરેલો ક્ષયોપશમ છે. પણ સમજણ કોઈ જુદી જ વસ્તુ છે. તેમને આંખનું દરદ હતું. તેથી ઝાટકો નાખે ત્યારે આંખ દાબી રહે. વેદનીય કર્મને વેદનીય તરીકે જ્ઞાનીઓ જુદું જ જાણે છે. તે આત્માનો ઘર્મ નથી. કૃપાળુદેવના સમાગમની તો બલિહારી છે ! દ્રવ્ય, ગુણ, પર્યાયની વાતો કરી ન જાણતા હોય તેનું પણ કલ્યાણ થાય, એવો ઘર્મનો માર્ગ છે. મરણ વખતે સાચવવાનું શું ? જો સપુરુષમાં તેની દ્રષ્ટિ રહી તો તેનું કલ્યાણ છે. એ જ એ તો એક વખત જેમ સ્ત્રી નક્કી કરે છે કે આ મારો ભરથાર અને તેનાં બલૈયાં પહેરે છે, તેમ હરતાં ફરતાં, કામ કરતાં તેનું ચિંતવન, સ્મરણ, ભજન, ગુણકીર્તન રહ્યા કરે અને આખરે પણ તેમાં જ ચિત્ત રાખે તો બેડો પાર ! “ગોમટ્ટસાર'માં પણ આવે છે ને કે કેવળી કે શ્રુતકેવળીના ચરણસમીપ લાયક સમકિત થાય છે ? એ (કૃપાળુદેવના તરફ નજર કરીને ) શ્રુતકેવળી એને છોડી બીજાને વળગવું તે આંચળ છોડી ગોભળે (બકરીના ગળાના આંચળે) વળગ્યા જેવું છે. તેથી કાંઈ દૂઘનો સ્વાદ આવે ? સપુરુષ કે સંત કહે તેમ કરવું; કરે તેમ કરવામાં હંમેશા કલ્યાણ ન હોય. અહંકાર રાખ્યામાં જીવ મરી જાય છે. આંખ મીંચવી પણ અહંકાર વગર થતી નથી. પણ જ્ઞાનીની ગત તો જ્ઞાની જાણે. એની વાત તો બાજુ ઉપર મૂકવી. બાકી આપણા જેવાનાં બાહ્ય આચરણ જોઈ કોઈ બાહ્ય અનુકરણ કરે એમાં કલ્યાણ હોય ? અંબાલાલભાઈ આંગળીઓ પર અંગૂઠો ફેરવતા તેમ હું કોઈ વખત આંગળાં હલાવું છું તે જોઈ કોઈ તેમ કરીને પોતાને જ્ઞાની માને તો ઊંટિયું ઊભું થાય અને માર્યા જવાનો પ્રસંગ આવે ને ?
કશાનો ગર્વ કરવા જેવો નથી. આ તો જૂના છે અને આ તો હમણાંના સમાગમી છે એમ પણ કરવા જેવું નથી. એ તો જૂના પડ્યા રહે અને આ આગળ થઈ જાય, કામ કાઢી જાય એવો માર્ગ છે. દીનપણું અને દાસત્વપણું ભૂલવા જેવું નથી. હું તો દોષ અનંતનું ભાન છું કરુણાળ.” અરે પ્રભુ ! એનાં વચનો યાદ આવે છે કે શું અજબગજબ એની વાણી ! હવે સમજાય છે. પણ તે વખતે કંઈ આટલી સમજ હતી ? ઘારશીભાઈએ છેવટે મને કહેલું કે તમને કૃપાળુદેવે જે કહ્યું હોય તે કહો; પણ મેં કહ્યું કે તે તો પુસ્તકોમાં તમે વાંચ્યું હશે; પણ મારાથી કેમ કહેવાય ? આજ્ઞા વિના ન બોલાય; અમારું મોઢું બંધ કરી દીધું છે. પછી તેણે કપાળે હાથ દીઘો અને ડાહ્યો હતો તે સમજી ગયો કે યોગ્યતા વિના વસ્તુ મળે નહીં. જ્ઞાનીઓ તો રસ્તે જનારને, યોગ્યતા હોય તો બોલાવીને, આપે એવા કરુણાળુ હોય છે.
કેટલાકની તો પ્રકૃતિ છે કે જેને ને તેને વાત કરવી; પણ તેમ કર્તવ્ય નથી. થાક્યાનો માર્ગ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org