SearchBrowseAboutContactDonate
Page Preview
Page 415
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧૮ ઉપદેશામૃત પ્રભુશ્રી–અહો ! મિથ્યાત્વ ગયું એટલે આટલા ભવ હવે રઝળવાનું નહીં, એવું સરકારી પેન્શન જેવું થઈ જાય છે. મરણ વખતે કંઈ ભાન નથી રહેતું, આમ બોલાવે કે ભા..ઈ તોય આંખ ઊંચી ન કરે, તે શું હશે ? કંઈ યાદ નહીં રહેતું હોય તેનું શું કારણ? ચેતન કંઈ જડ તો ઓછો થઈ જાય છે? પણ તે વખતે કશુંય જાણે ખબર નહીં ! શું વેદનામાં ઘેરાઈ જતો હશે ? આવરણ આવતું હશે? સમકિતીને કેમ થતું હશે ? મુનિ મોન્સમકિતીને તો ખબર રહે, પરિણામ સપુરુષે જણાવેલા લક્ષને અનુસરતાં રહે. ભેદ પડ્યો હોય એટલે પોતે વેદનાદિથી જુદો છે એમ રહે અને બીજા બોલાવતા હોય તે ય સાંભળે, પણ પોતાની ગતિ સુધારવાના પ્રયત્નમાં તે હોવાથી સગાંવહાલાં બોલાવે તો ય ન બોલે–એ કોઈ આત્માને મદદ કરી શકે તેમ નથી એમ તે જાણે છે. તેથી જે સાચું શરણ કે સપુરુષે આપેલું સ્મરણ તેમાં જ તેનો ઉપયોગ રાખવા તે પ્રયત્નશીલ હોય. સૌભાગ્યભાઈએ અંત વખતે અંબાલાલને જણાવ્યું હતું કે અંબાલાલ, સૌભાગ્યને બીજું ધ્યાન ન હોય, પણ તમે મંત્ર સ્મરણ મોટેથી બોલો છો તેમાં, મારે મારો તાર જોડાયો હોય તેમાંથી વિક્ષેપ પામીને જોડાવું પડે છે. પ્રભુશ્રી– “શુદ્ધ, બુદ્ધ, ચૈતન્યઘન, સ્વયજ્યોતિ સુખધામ; બીજું કહિયે કેટલું? કર વિચાર તો પામ.” છૂટે દેહાધ્યાસ તો, નહિ કર્તા તું કર્મ, નહિ ભોક્તા તું તેહનો, એ જ ઘર્મનો મર્મ.” આ ગાથાઓનો વિચાર કર્તવ્ય છે. તા. ૧૪-૨-૨૬, સવારે “છૂટે દેહાધ્યાસ તો, નહિ કર્તા તું કર્મ; નહિ ભોક્તા તું તેહનો, એ જ ઘર્મનો મર્મ.” “શુદ્ધ, બુદ્ધ, ચૈતન્યઘન, સ્વયંજ્યોતિ સુખધામ; બીજું કહિયે કેટલું ? કર વિચાર તો પામ.” આ ગાથાઓનો વિચાર વારંવાર કર્તવ્ય છે. સાંજે ઊઠ્યા પછી આમ ને આમ જાગતાં જ રાત કાઢી છે. હવે આવો જોગ મળ્યો છે તો વિચાર કરી નક્કી કરી લેવું ને ? સૌભાગ્યભાઈના મરણ વખતે તેમનો ઉપયોગ આ “શુદ્ધ, બુદ્ધ.....” ગાથામાં હતો. મુનિ મો–અંબાલાલભાઈની આંગળી महादेव्याः कुक्षिरत्नं शब्दजितवरात्मजम् । राजचंद्रमहं वंदे तत्त्वलोचनदायकम् ।। Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005261
Book TitleUpdeshamrut
Original Sutra AuthorN/A
AuthorShrimad Rajchandra Ashram Agas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2002
Total Pages684
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy