________________
ઉપદેશસંગ્રહ-૨
મિસ્ત્રી—પ્રભુ, હું લાવ્યો છું.
પ્રભુશ્રી(તેમાંથી ક્ષમાપનાનો પાઠ કાઢી) ચંડીપાઠની પેઠે રોજ આ પાઠ નાહીધોઈને બોલી જવો અને મોઢે કરી લેવો. દુહા છે અને આત્મસિદ્ધિ છે—બધું જેમ જેમ સમાગમ થશે તેમ તેમ અમૂલ્ય જણાશે. આટલામાં તો પ્રભુ, બધાં શાસ્ત્રોનો સાર આવી જાય છે. એનું એક પણ વાક્ય કલ્યાણ કરી નાખે તેમ છે. કોઈ સંતના જોગે વાત સાંભળીને તેમણે બતાવ્યું હોય તે લઈ મંડવું. એક મત આપડી કે ઊભે માર્ગે તાપડી–' એ વાત સાંભળી છે ?
મિસ્રી—નાજી.
પ્રભુશ્રી—શિયાળ, સસલું અને સાપને ભાઈબંધી હતી. દવ લાગ્યો ત્યારે શિયાળે પૂછ્યું : સાપ ભાઈ, તમે શું કરશો ? તેમણે કહ્યું : એમાં શું ? આપણી પાસે તો લાખ મત છે. આ ઝાડ ઉપર ચઢી જઈશું તોય કશું નહીં થાય. સસલાભાઈને પૂછ્યું તો તેણે કહ્યું : મારે તો સો મત છે તો આ જાળામાં પેસી જઉં તો પછી આગ શું કરવાની છે ? પછી શિયાળ તો ‘આપણે કંઈ સંતાવાની જગા નથી અને લાય તો લાગતી લાગતી આવી, તેથી લાવ જે બાજુ નથી લાગતું તે બાજુ દોડી જાઉં' એમ વિચારી તે એક બે ગાઉ દૂર દોડી ગયું. સાપ તો ઊંચે ઝાડ પર ચઢી ગયો. સસલું જાળામાં થઈ દરમાં પેસી ગયું. બે દિવસ પછી આગ શાંત થતાં શિયાળ મિત્રની સંભાળ-ખબર લેવા આવ્યું. તેણે ઝાડ તો ઓળખ્યું પણ સાપ મળે નહીં, ઊંચે જોયું તો આંટી પાડીને લબડેલા સાપનું ખોખું-મડદું દીઠું. પછી સસલાની શોધ જાળામાં કરી પણ ત્યાં તો રાખ હતી. તે કાઢીને જોયું તો દરમાં પૂંછડી જેવું જણાયું. ખેંચી કાઢ્યું પણ તે તો સસડી ગયેલું મડદું હતું. તેથી શિયાળ બોલ્યું :
“લાખ મત લબડી, સો મત સસડી;
એક મત આપડી કે ઊભે મારગે તાપડી.’’
આ તો પરમાર્થ સમજવા દૃષ્ટાંત છે. ગમે ત્યાં બાઝી ન પડવું. એક સાચા પુરુષે બતાવેલા ઉપર જ લક્ષ રાખીને વહ્યો જાય તો મોક્ષે જતાં તેને કોઈ રોકનાર નથી. એક રીતે જોતાં માર્ગ કેવો સરળ અને સુગમ છે ! તેમ છતાં અનાદિ કાળથી આજ સુધી રઝળવું થયું તે માત્ર બોઘના અભાવે. તમે બધા મનમાં મૂંઝાતા હતા કે કેમ કંઈ બોલતા નથી ? એ ખબર તો પ્રભુ, પડે. પણ અમને તો હવે કાંઈ નથી કરવું એમ જ રહ્યા કરે છે. મરણનો કાંઈ ભસો છે ? અને કોઈને કેમ લાભ હોય, કોઈને કેમ લાભ હોય; કોઈને દૂર રાખવાથી લાભ હોય અને કોઈને તો પાસે રાખવાથી લાભ હોય—એ બધા ભેદ પણ સમજવા જેવા છે. હવે શરીર જૂનું શીંકું થયું, તે ધાર્યું કામ કંઈ થઈ શકે ?
મુમુક્ષુ—અમારા ય કર્મના અંતરાય ખરા ને, પ્રભુ ? પ્રભુશ્રી—તે ય ખરું.
Jain Education International
૩૧૭
*
તા.૧૩-૨-૨૬
[મિથ્યાવૃષ્ટિ ગુણસ્થાનને અંતે કઈ કઈ પ્રકૃતિઓની ભુચ્છિત્તિ થાય છે તે વિષે ‘ગોમટ્ટસાર'માંથી વંચાતાં.]
For Private & Personal Use Only
www.jainelibrary.org