________________
૩૧૬
ઉપદેશામૃત તે ભવ પૂરો થતાં કઠિયારો દેવ થઈને બીજે ભવે રાજા થયો. તેણે એક વખત સભામાં જનકરાજાની પેઠે પ્રશ્ન પૂછ્યો કે દત્તાનું ફળ શું અને અદત્તાનું ફળ શું ? મોટા મોટા પંડિતોમાંથી કોઈ જવાબ આપી શક્યો નહીં. પછી રાજા પાસેથી પંડિતોએ મુદત માગી કે અમુક મુદતમાં અમે તમને જવાબ આપીશું. તે મુદત પૂરી થવા આવી પણ કંઈ ઉત્તર નહીં જડવાથી “શું મોઢું રાજાને દેખાડીશું' એમ થવાથી આખો દિવસ નિરાશ થઈને રાજપંડિત ઊતરેલે મોઢે ઘરમાં આંટા મારતો હતો. તેને જોઈ તેની પુત્રી બોલી : પિતાજી, તમને આવડી શી ચિંતા છે કે રોજ તમારું શરીર સુકાતું જાય છે? પંડિતે કહ્યું, કંઈ નહીં બહેન, તારે જાણીને શો ખપ છે? છતાં તેણે જાણવાની ઇચ્છા દર્શાવવાથી તેણે રાજાના પ્રશ્નની વાત કહી, તે સાંભળતાં તે મૂછ પામી. પછી જાગૃત થતાં તે પુત્રીએ કહ્યું : પિતાજી, આનો ઉત્તર તો હું પણ આપું. એટલે રાજા આગળ પંડિતે વાત કરી કે એ પ્રશ્નનો ઉત્તર તો મારી પુત્રી પણ આપી શકશે. તેથી તેની પુત્રીને સભામાં બોલાવી. તેણે રાજાને કહ્યું : રાજાજી, તમારે ત્યાં થોડા કાળમાં એક કુમારનો જન્મ થશે તેને તમે પૂછશો એટલે ઉત્તર મળશે. રાજાને પુત્ર નહોતો તેથી તે સાંભળી તે રાજી થયો અને પુત્રીને શિરપાવ આપી રજા આપી. પુત્રનો જન્મ થતાં બધા રાજી થયા. રાજા પ્રશ્નનો ઉત્તર સાંભળવા જન્મતાં જ તેની પાસે ગયો; અને તેને પ્રશ્ન પૂછ્યો કે કુંવર મૂછ પામ્યો. પછી જાગૃત થઈ કુંવરે ઉત્તર આપ્યો, “અમુક દેશમાં એક ગામમાં એક ગરીબ ડોશી છે. તે રોજ બાર વાગે ગામ બહાર નદીમાં પાણી ભરવા આવે છે. તે વખતે તેની પાસે જઈ તેને બેડું ચડાવજો અને પ્રશ્ન પૂછશો, તો તેનો તે ઉત્તર આપશે. પછી રાજાએ તે પ્રમાણે કર્યું અને ડોશીને પ્રશ્ન પૂછ્યો કે તે પણ મૂછ પામી. પછી જાગૃત થઈ તેણે કહ્યું, હું તમારા કુંવર પાસે આવીને વાત કરીશ. પછી બઘાં એકઠાં થયાં. મૂછ વળતાં જાતિસ્મરણજ્ઞાન ત્રણેને થયું હતું. એટલે પૂર્વ ભવની વાત તેમણે જાણી હતી. પછી કુંવરે રાજાને પૂર્વભવની વાત કરી. ત્યાં રાજા પણ બેભાન થઈ ગયો. અને તેને પણ જાતિસ્મૃતિજ્ઞાન થયું. એટલે કુંવરે કહ્યું : “રાજાજી, તમે હવે તમારા આત્માનું કલ્યાણ કરો અને મને રાજ સોંપી જાઓ. પણ બાર વર્ષ પછી આવીને મને બૂજવજો, ચેતવજો. આ ડોશીને એના પેટપૂરતું વર્ષાસન બાંધી આપો. પંડિતની પુત્રી પણ સાધ્વી થવાની છે.”
પૂર્વ ભવનો કઠિયારો તે મર્યા પછી દેવ થઈ તે દેવ આયુષ પૂરું કરી રાજા થયો હતો. કઠિયારાની સ્ત્રી મરીને ઢોર પશુના અનેક જન્મો કરી ચંડાળને ત્યાં જન્મી હતી. તે પેલી ડોશી હતી. કઠિયારાની પુત્રી પણ સારા ભવ કરી પંડિતને ત્યાં જન્મી હતી.
કેટલાંક કર્મ જે તીવ્ર હોય છે તે તરત પણ ઉદયમાં આવે છે. ક્રોધ કરે તેનું ફળ તરત પણ મળે છે. અને કેટલાંક કર્મ હજારો વર્ષે પણ ઉદયમાં આવે ત્યારે ફળ દે છે. પણ કરેલાં કર્મ ભોગવ્યા વગર છૂટકો નથી. ઘર્મરાજાને ચોપડે લખાય છે એમ કહેવાય છે, તેમ આત્મા કમને લઈને ભવોભવમાં ભટક્યા કરે છે. કોઈ સંતને શોધીને તેના કહ્યા પ્રમાણે જો આટલો મનુષ્યભવ ગાળે તો કલ્યાણ થઈ જાય તેમ છે. આ મિસ્ત્રીને ક્ષયોપશમ પૂર્વભવના સુકૃત્યને લઈને સારો છે. તત્ત્વજ્ઞાન તમારે લેવા જેવું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org