________________
ઉપદેશસંગ્રહ-૨
૩૧૫ તેમાં વિચારીએ તો ક્યાંય ફેર નથી. આચારાંગ કહો કે મૂળાચાર કહો–આત્માના હિતને અર્થે ગહન વાતો મોટા પુરુષો તેમાં કહી ગયા છે. તેમાં મુદ્દામાં કંઈ વાંઘો, તકરાર કે વિવાદ જેવું હોય ? પછીથી નાની નાની વાતો લઈને તર્ક ઉઠાવી મતભેદ ઉત્પન્ન કરવા એમાં શો માલ? એમાં આત્માનું કલ્યાણ હોય ? વીતરાગના માર્ગમાં આત્માના કલ્યાણના માર્ગમાં ભેદ હોય? એક હોય ત્રણ કાળમાં પરમારથનો પંથ' આટલું જે કોઈ સમીપમુક્તિગામી જીવને હૈડે વસી જશે તેનું કલ્યાણ થઈ જાય તેવો આ વીતરાગ માર્ગ છે.
તા.૧૨-૨-૨૬
(મૂળાચારમાંથી અન્યત્વભાવના વંચાતાં.) ક્ષણ લાખેણી જાય છે, પ્રભુ. આ મનુષ્યભવ અને આ જોગમાં ચેતી લેવા જેવું છે. વૈરાગ્ય અને બોઘની જરૂર છે. એ વૈરાગ્ય કેવો હશે? કંઈ ગમે નહીં. ખાવું પીવું, લેવું દેવું એ આત્માનો ધર્મ છે? તેનાથી તો કંઈ જુદું જ નીકળ્યું ? જીવનું સ્વરૂપ તો જ્ઞાનીએ જાણ્યું; અને આપણે આમાં ને આમાં જ રાચી રહીએ તો કાંઈ જાણ્યું ગણાય ? રામચંદ્રજીનો કેવો વૈરાગ્ય હતો ! “યોગવાસિષ્ઠ માં વર્ણન એવું સરસ આપ્યું છે કે તે વાંચીને એમ થઈ જાય કે અહોહો !
ક્યાં એ દશા અને ક્યાં આપણો હીનપુરુષાર્થ અને ઊલટી પ્રવૃત્તિ! એમનો એટલો વૈરાગ્ય જ્ઞાન થયા પહેલાં હતો, વસિષ્ઠ દ્વારા વસ્તુનું–આત્માનું સ્વરૂપ સમજ્યા પહેલાં હતો; તો જ્ઞાનીનો તેથી કેટલાગણો હોવો ઘટે છે? ઘન્ય છે એ પુરુષને, કૃપાળુદેવને ! કોઈ પુણ્યના જોગે કોઈ સપુરુષનો સમાગમ થાય છે. તેમાં ચેતી લેવાય તો કામ નીકળી જાય. પુષ્યના સંજોગે જ માણસની ઉન્નતિ થતી જાય છે, આગળ આગળ વધતો જાય છે. આ જે આજે સંજોગો મળ્યા. છે તે પહેલાં કરેલાં કંઈ કર્મનું પરિણામ છે. આ મિસ્ત્રી પહેલાં કેટલીય વખત અહીં રહ્યો, પણ કહેવું થતું નહીં. આજે અચાનક તેને આ જોગ મળી આવ્યો. અમારે કહેવું હોય તોય કંઈ કહેવાતું નથી. અને કોઈ વખત જાણે એક અક્ષરે ય નથી બોલવો એમ કરીને આવીએ છીએ પણ ભાષાનાં પુદ્ગલ બાંધેલાં તે મનમાં બોલવા ઉપર ખારાશ હોય છતાં બોલાઈ જવાય છે.
મિસ્ત્રી–આપણે આ જે કર્મ કરીએ તેનું ફળ આ ભવમાં મળે કે આવતા ભવમાં ?
પ્રભુશ્રી–કોઈ મહાત્મા તપની મુદત પૂરી થયા પછી પારણા માટે વસ્તીમાં આવેલા. તે વખતે એક કઠિયારે બોલાવી તેમને બે રોટલા પોતાના ભાણામાંથી આપ્યા. તે ઊભા ઊભા જમીને તે તો ચાલ્યા ગયા. પછી તેની સ્ત્રી રોટલા ઘડતી હતી તેના મનમાં એમ થયું કે આ ક્યાંથી આવ્યો કે મારે વધારે રોટલા ટીપવા પડશે. પણ કઠિયારાના છોકરાને એમ વિચાર આવ્યો કે બાપાએ પોતાના ભાણામાંથી બે ય રોટલા આપ્યા તેથી હું મારા રોટલામાંથી અડઘો રોટલો બાપાને આપું એમ વિચારી તેણે અડઘો રોટલો આપ્યો અને નવો રોટલો ચઢે ત્યાં સુધી ખાવાનું ચાલતું કરવા કહ્યું. તેની બહેન પણ ખાવા બેઠી હતી. તેણે પણ ભાઈની પેઠે પિતાને અડધો રોટલો આપ્યો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org