________________
૩૧૪
ઉપદેશામૃત (“મૂળાચારમાંથી “નિષિઘકા' અને આસિકાના વાંચન પ્રસંગે.) આસિકા અને નિષિકા એમ ક્રમ સમજવો યોગ્ય છે. ગુરુ પાસેથી ઊઠવું પડે, કોઈ શરીરના કે ઘંઘાના નિમિત્તે, તો શું મનમાં રહે? બળ્યું આ કામ કે મારે તેને માટે ખોટી થવું પડે છે ! જેમ સીતાએ પદ્મપુરાણમાં જણાવ્યું છે કે બળ્યો આ સ્ત્રીવેદ કે જેને લીધે આટઆટલું સહન કરવું પડ્યું, પરિભ્રમણ કરવું પડ્યું! “હે પ્રભુ! આત્માર્થ સિવાય કોઈ પણ કામમાં મારું ચિત્ત ન રોકાઓ,” એમ સર્વ પ્રકારની અભિલાષાઓથી રહિત થઈને ઊઠવું તે આસિકા. “હે ભગવાન! ન છૂટકે મારે પરાણે ઊઠવું પડે છે.” આસિકા (આવર્સાહિ) કહેતાં ઊઠવું પડે છે, જવું પડે છે. પણ જે કામ માટે ઊઠે તે કામમાં કેવી કાળજીપૂર્વક પ્રવર્તે તેનું સ્વરૂપ કેવું સુંદર આપ્યું છે ! પાંચ ઇંદ્રિયો અને ચાર કષાય મળી એ નવને વશ ન થાય, તેમને રોકે તથા ચિત્તનાં પરિણામની વિશુદ્ધતા સાચવીને સંસારનાં કામ ઉદાસીનભાવે કરી પાછો આવે અને કહે કે હે ભગવાન, હું પ્રવેશ કરું? એ નિષિદ્યકા. આચારાંગસૂત્ર વગેરે સ્થળે આનું વિશેષ વર્ણન છે.
આજ્ઞામૂળ ઘર્મ કહ્યો છે. “બાપાઘો બાપ તવો’ તેથી કંઈ પણ કામમાં પ્રવર્તવું પડે તો ગુરુની આજ્ઞા લઈ, ઉપર કહ્યું છે તેમ પરિણામની ચંચળતા થાય નહીં અને વિષયકષાયમાં લબદાઈ-ખરડાઈ ન જવાય તેવી ઉદાસીનતા રાખી પ્રવર્તવાનો ઉપદેશ આમાં છે. મહામુનિઓના આચારની આ વાત છે. એ મહાપુરુષોના આચાર ઉપરથી આપણે પણ શીખવાનું છે. નાનું છોકરું હોય તેને ગમે તેણે તેડ્યું હોય પણ તેની માને ઓળખે એવડું થયું હોય તો તેની નજર તેની મા તરફ રહે છે. તેમ સદ્ગુરુની આજ્ઞાએ, સદ્ગુરુ દ્વારા જાણીને, તેના બતાવ્યા પ્રમાણે (સ્વચ્છેદે નહીં) આત્માનો લક્ષ રહે; તેની નજર, બતાવ્યું હોય તેના ઉપર ઠરે, તો કલ્યાણ થાય. ઠાર ઠાર જીવ પરિણમે છે, તો આમાં સત્પરુષે બતાવેલા રસ્તે જીવ પ્રવર્તે તો તેમાં કંઈ બગડી જવાનું છે? એમાં કોઈની કંઈ સિફારસ ચાલવાની છે? જીવે જેટલી અંતરાય પ્રકૃતિ બાંઘી હોય તેટલી તેને વિઘન પાડે જ ને? અત્યારે જ કોઈને ઊંઘ આવતી હોય કે ચિત્ત ક્યાંય ભટકતું હોય તો કશું ધ્યાનમાં રહે ?
પ્રભુ, ક્ષણ લાખેણી જાય છે. અમને તો હવે એમ રહે છે કે કાળે લીઘો કે લેશે એમ થઈ રહ્યું છે. આવખાનો (આયુષ્યનો) કંઈ ભરૂસો છે ? કાલે શું થશે તે કોઈ જાણે છે? ઘન્ય ભાગ્ય આપણાં જાણવાં કે આ બોલ આપણા કાનમાં કૃપાળુની કૃપાથી પડ્યા ! આટલો કાળ તો એમાં ગયો ! બીજું શું કરવું છે? “જાગૃત થા, જાગૃત થા.” “સમય માત્રનો પણ હે ગૌતમ ! પ્રમાદ કર્તવ્ય નથી' એમ મોટા પુરુષોએ કહ્યું છે, તે અમથું કહ્યું હશે ! એની જ ચિંતવણામાં, એના જ વિચારમાં, એને જ માટે જેટલો કાળ ગળાશે તેટલો લેખામાં ગણાશે. બાકીનો કાળ એળે ગયો. કંઈક વ્યાધિઓ અને દુઃખ હોય તે પણ ઠીક છે કે આપણને ચેતતા રાખે. લાય લાગી છે તેમાંથી જેટલું બચાવી લેવાય તેટલું આપણું. આખરે દગો છે–ઠગારું પાટણ હોય તેમ દગો, દગો અને દગો નીકળ્યો છે; ક્યાંય ઊભું રહેવા જેવું નથી. રાખનાં પડીકાં કે સ્વપ્રા જેવો સંસાર છે. તેમાં આ ઘર્મ સાધવાનો લાગ આવ્યો છે તે ચૂકવા જેવો નથી. મોટા પુરુષની વાતો છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org