________________
ઉપદેશસંગ્રહ--૨
૩૧૩
બતાવ્યાં. પલાંઠી, સુખાસન વગેરે ચોરાશી આસન છે. પદ્માસનમાં પહેલો ડાબો પગ જમણી જાંઘ ઉપર મૂકી જમણો પગ ઉપર રહે તેમ બન્ને પગનાં તળિયાં જાંઘ ઉપર ૨ખાય છે. તેમાં પહેલો ડાબો હાથ બે પગની વચ્ચે છતો મૂકી તેના ઉપર જમણો હાથ છતો મુકાય છે, એમ શા માટે ? પગે કરીને ઘણાં પાપ કર્મ બંધાય છે તેથી થોડો વખત (બે ઘડી) પગને સંયમમાં રાખવા; તેવી જ રીતે હાથે કરીને ઘણાં કર્મ બંધાય છે તેનો સંવર કરવા હાથ પણ તે આસનમાં ઉપરાઉપરી મુકાય છે. હવે બીજી ઇંદ્રિયો તો કોઈ વસ્તુ અડે ત્યારે જાણે; પણ મન અને આંખ તો દૂરથી પણ કર્મ બાંધે છે. તેથી દૃષ્ટિને નાક ઉપર સ્થિર કરવી એટલે નજર રખડતી ન ફરે અને કર્મ ન બાંધે. હવે રહ્યું મન. તેને માટે, કોઈ સત્પુરુષના વચન ‘“હે ભગવાન ! હું બહુ ભૂલી ગયો. મેં તમારાં અમૂલ્ય વચનને લક્ષમાં લીધાં નહીં,'' એ મનથી લક્ષમાં લઈ તે ઉપર વિચાર, બુદ્ધિ પહોંચે ત્યાં સુધી કરવો; કે ‘હે પ્રભુ, હે પ્રભુ, શું કહું ?' કે ‘છ પદ’ ના પત્ર વિષે વિચારમાં મન રોકવું. એમ જેટલું બને તેટલું પણ દિવસમાં ઘડી બે ઘડી અવશ્ય કર્તવ્ય છે. આવાં પવિત્ર વચનોના ઉપયોગમાં મન રહ્યું હોય તો પાપ કરતું–નવરું બેઠું નખોદ વાળતું—અટકે.
તા. ૧૦-૨-૨૬
[કયાં નિમિત્તો (નોકર્મ) મતિ, શ્રુત આદિ જ્ઞાનને તથા નિદ્રા આદિ દ્વારા દર્શનને રોકવામાં સહાય કરે છે તે વિષે શ્રી ‘ગોમટ્ટસાર'માંથી વંચાયું તે પ્રસંગે)
મુમુક્ષુ જ્યાં ભાવ રાગ-દ્વેષનાં પરિણામવાળા હોય ત્યાં બંધ છે. સંક્લેશ પરિણામથી બંધ થાય છે.
પ્રભુશ્રીવિચારવા માટે કહું છું. ભાવ તો એમ હોય કે જાણે આ કામ મારે કદી કરવું નથી. તેને દૂર કરવા બને તેટલો પ્રયત્ન થતો હોય છતાં તે આવીને ઊભું રહે છે અને તેનો ભાવ ભજવી જાય છે. ત્યાં કેમ સમજવું ?
મુનિ મો—પુરુષાર્થ જેટલો ઓછો તેટલો બંધ. આત્માની શક્તિ (વીર્ય) જ્યાં વિશેષ પ્રગટી હોય ત્યાં કર્મ દેખાવ આપી નિર્જરી જાય છે. જ્યાં કર્મનું જોર આત્માની પ્રગટ શક્તિના પ્રમાણમાં વધારે હોય ત્યાં બંધ પડે છે, પણ તેને માટે કરેલા પ્રયત્ન જેટલો મોળો પડે છે. તીર્થંકરને બંધ........
પ્રભુશ્રી(અટકાવીને) ‘સદ્દિદી ન રેફ્ પવં' એવા તો બોલ શાસ્ત્રમાં આવ્યા છે. તો તમે કહેવા જાઓ છો તે યોગ્ય નથી.
દૂર ક૨વાનાં પરિણામ હોય છે તેને ભોગવતી વખતે ખેદ, ખેદ અને ખેદ હોય છે, છતાં કર્મ છોડતું નથી; તો તે ઉદય જાણીએ છીએ. ધ્યાનમાં બેઠા હોઈએ ત્યાં નથી ચિંતવવું હોતું તે આવીને ખડું થાય છે. વાંદરાની પૂંછડીની પેઠે, જેને ન લાવવું હોય તે મનમાં દેખાવ દે તો તેનું કેમ ?–એ પૂછવું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org