________________
૩૧૨
ઉપદેશામૃત
અને મહારાજશ્રીએ ધર્મવૃદ્ધિનું જણાવ્યું છે એમ જણાવજો. એ શબ્દો સાંભળતાં પણ જીવ પુણ્ય બાંધે એવું નિમિત્ત છે. ભાવ ઉપર બધી વાત રહી છે ને ? સારું નિમિત્ત હોય તો પુણ્ય બંધાય અને તેવું નિમિત્ત આવી મળે તો પાપ બંઘાય. કર્મના સંજોગે પ્રવૃત્તિમાં પડવું પડે તે જુદી વાત છે; પણ નહીં લેવા કે નહીં દેવા તોય માત્ર સંકલ્પ-વિકલ્પ ને નિંદામાં વર્તી જીવ કેટલાં બધાં કર્મ બાંધી લે છે ?
[‘ઉપમિતિ ભવપ્રપંચ'નું વાંચન ચાલુ]
“પવિત્ર પુરુષોની કૃપાદૃષ્ટિ એ જ સમ્યક્દર્શન છે.'' એવું વચનામૃત કૃપાળુદેવનું છે. તેવી આ ગહન વાત આવી. કર્મવિવર જગા આપે ત્યારે કોઈ સત્પુરુષ સન્મુખ થવાય.
મુનિ મો—વસોમાં એક ભાવસારનો છોકરો સાત વ્યસનનો સેવનાર પણ કૃપાળુદેવની સેવામાં રહેવાની માગણી કરવા તત્પર થયો તે સત્પુરુષની દૃષ્ટિનું કેટલું બળ !
પ્રભુશ્રી—કેવા કેવાના આગળ ઉદ્ધાર થઈ ગયા છે ! ગુણકા, મહાપાપી, ચંડાળ અને ઘોર કર્મ કરનારના પણ ઉદ્ઘાર થઈ ગયા છે. સત્પુરુષોની કૃપાદૃષ્ટિ વગર આવું કેમ બને ? એ પુરાણ પુરુષની કૃપાદૃષ્ટિ કર્મવિવરથી માર્ગ મળે ત્યારે પડે છે. પછી તો તે માર્ગે ચઢ્યો, તે મોક્ષે જવાનો જ. કોઈ અદ્ભુત વાત છે !
પ્રભુશ્રી—આવશ્યક શું ?
મુમુક્ષુ—આવશ્યક એટલે જરૂરનું.
પ્રભુશ્રી (મુનિ મોહનલાલજીને) તમે શું સમજ્યા ? મુનિ મો—મોક્ષને માટે કરવા યોગ્ય ક્રિયા.
પ્રભુશ્રી—પુસ્તકમાંથી વાંચો.
મૂળાચારનું વાંચન :
અવશ—કષાય અને રાગદ્વેષને વશ નહીં તે અવશ. તેનું આચરણ તે આવશ્યક. પ્રભુશ્રી—ઘીમે ઘીમે સાંભળવામાં આવે તેમ માહિત થવાય. આ વૈષ્ણવ હતો પણ અમને સ્મૃતિમાં ન રહે તે એ કહી દેખાડે, પૂર્તિ કરે એવો આ વાંચીને માહિત થયો છે. આ ગુડગુડિયો ય શું જાણતો હતો ? પણ વાંચીને એય માહિત થયો તે કહી બતાવે છે. ક્ષયોપશમ છે તે સવળો વપરાય તે હિતકારી છે; નહીં તો અવળો વપરાય તેટલું બંઘન છે. બહુ સાચવવાનું છે. શાસ્ત્ર તે શસ્ત્ર થઈ પડે; પણ કોઈ સત્પુરુષની દૃષ્ટિએ વેંચાય તો લાભદાયી છે.
તા.૯-૨-૨૬
છ પ્રકારનાં આવશ્યક કહ્યાં : (૧) સામાયિક, (૨) ચોવીશ તીર્થંકરના સ્તવન, (૩) વંદના, (૪) પ્રતિક્રમણ, (૫) પ્રત્યાખ્યાન, (૬) કાયોત્સર્ગ. છેલ્લું કાયોત્સર્ગ ચાલે છે તેમાં આસન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org