________________
ઉપદેશસંગ્રહ-૨
૩૧૧ પ્રમાદ વગેરેથી હું તો ભરેલો છું. એવી દીનત્વની ભાવના કરવી. બહુ સમજવા જેવા આ વીસ દુહા છે. બધું થઈને દશપંદર મિનિટ બોલતાં લાગે. બધાં શાસ્ત્રોનો સાર આ પુસ્તકમાં દોહન રૂપે આવી જાય છે. “સપુરુષના ચરણકમળનો ઇચ્છક', “મૂળ માર્ગ – એ બઘામાં સત્, ચિત્ ને આનંદ કહો કે જ્ઞાન, દર્શન ને ચારિત્ર કહો તેની સમજ છે. આમાં “આત્મસિદ્ધિ' નામનું શાસ્ત્ર છે; તે પણ બહુ સમજવા જેવું છે. સમાગમ રાખતા રહેવું. તમે બ્રાહ્મણ છો ?
મુમુક્ષુન્હા જી.
પ્રભુશ્રી_બે સગા બ્રાહ્મણ ભાઈઓ હતા. તેમાંથી મોટો ભાઈ પરણેલો નહીં તેને ઘર્મ ઉપર વિશેષ પ્રેમ તેથી નાના ભાઈને કહીને ઘર છોડીને તીર્થયાત્રાએ જવા અને કોઈ સંતને શોધીને આત્માના કલ્યાણ અર્થે ઉદ્યમ કરવા ચાલી નીકળ્યો. ખોળે તેને જગતમાં મળી આવે છે, તેમ કોઈ પહાડી મુલકમાં એક સાચા મહાત્મા આત્મજ્ઞાન પામેલા તેને મળ્યા. તેની સેવામાં તે રહ્યો. તે મહાત્માની કૃપાથી તેને આત્મજ્ઞાન થયું એટલે તેને બધું સ્વપ્નવત્ જણાયું.
એક વખત તેને વિચાર આવ્યો કે ગુરુકૃપાથી મને લાભ થયો; પણ મારો નાનો ભાઈ બિચારો મોજશોખમાં પડી ગયો છે. બાઈડીનું ચામડું ઘોળું હોવાથી તેના મોહમાં જ તેની સાથે ને સાથે જ બેસવા-ઊઠવામાં બઘો કાળ ગાળે છે. તેથી દયાભાવે તેણે એક વૈરાગ્યભર્યો પત્ર લખ્યો અને ટપાલમાં નાખ્યો. તેના ભાઈએ ભાઈને પત્ર જાણી ઉપર ઉપરથી જોયો, પણ વિષયમાં રચીપચી રહેલાને વૈરાગ્યની વાત કેમ રુચે ? એટલે તાકામાં કાગળ નાખ્યો. એક એનો મિત્ર આવતો તેને તે પત્ર બતાવેલો. એમ તેના ભાઈએ અઢાર પત્ર ઉપરાઉપરી લખ્યા; પણ નાના ભાઈને તો એ તો એવું લખલખ જ કરે છે એમ થઈ ગયું તેથી આવે તે બઘા પત્રો તે તાકામાં પધરાવતો ગયો. પછી કાળ જતાં બઘા જોગ કંઈ પાંશરા રહે છે? તેની સ્ત્રી મરણ પામી એટલે તે તો ગાંડો થઈ ગયો. બઘા લોકો સમજાવે પણ તે તો ખાય નહીં, પીવે નહીં અને “મરી જ જવું છે,” એમ બોલ બોલ કરે. તેનાં સગાંવહાલાંને ચિંતા થઈ એટલે તેના મિત્રને જઈને કહ્યું કે સોમલ અઠવાડિયાથી ખાતો નથી, તમે જરા સમજાવોને ! તેથી તેનો મિત્ર આવ્યો એટલે સોમલ રડી પડ્યો અને બઘી વૈભવની વાત વર્ણવવા લાગ્યો. તેના મિત્રે કહ્યું, તમારા ભાઈના કાગળોનું કંઈ ઠેકાણું છે? તેણે તાકું બતાવ્યું. તેમાંથી તેના મિત્રે કાગળ કાઢીને એકે એકે વાંચવા માંડ્યાં. કંઈક નિમિત્ત બદલાય એટલે ચિત્ત તેમાં રોકવું પડે. એક સમયે કાંઈ બે ક્રિયા થાય છે ? તે પત્રો સાંભળવામાં તેનું મન રોકાયું એટલી વાર તેની સ્ત્રીની ચિંતા તે ભૂલી ગયો, અને બધા પત્રો વંચાતાં તેને સમજાયું કે તેનો ભાઈ કહે છે તેમજ સંસાર ક્ષણભંગુર અને દુઃખદાયી છે. એટલું થયું એટલે બધું મેલ્યું પડતું અને કાગળમાંના સરનામા પ્રમાણે ભાઈને શોધવા નીકળી પડ્યો. તેનો ભાઈ જંગલમાં પહાડી જગામાં રહેતો હતો. ત્યાં જઈ તેના ચરણમાં મસ્તક મૂકી મોક્ષનો માર્ગ બતાવવા વિનંતિ કરી. તે બન્ને ભાઈએ ઘર્મ આરાધ્યો અને એ સોમલ બ્રાહ્મણ મરીને દેવ થયો. શુક્રનો તારો ઉગમણી આથમણી દિશામાં ચકચકતો દેખાય છે ત્યાં જ એનો જીવ છે. એ તેનું વિમાન છે.
દુર્ગાપ્રસાદ પાસે તત્ત્વજ્ઞાન છે અને બહેન પાસે પણ છે તેમાંથી તે વાંચતા રહે એમ કહેજો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org