________________
ઉપદેશામૃત
૩૧૦
પ્રભુશ્રી–પૈસાદારને ઘેર જન્મ થવો તે તેના જેવું જ છે. ક્યાં મહેનત કરવી પડે છે ! પિતા કમાઈ ગયેલા તે બધું તેને મળે છે. નહીં તો, બીજાને એક પૈસો મેળવતાં કેટલી મહેનત કરવી પડે છે? પૈસાદારને વધારે ચેતવા જેવું છે. તેને મોજમઝા અને અનીતિમાં ગુમાવવાના ઘણા પ્રસંગ મળી આવે છે. કારણ કે પુણ્ય છે તેને લઈને તે જોગો તો મળે અને ઠાર ઠાર બંઘાવાનાં સ્થાનક તો ખડાં છે. જો ચેતી ન લેવાય તો આવો ભવ ફરી મળતો નથી. મનુષ્ય ભવ મહાદુર્લભ છે. કોઈ ઢોર કે બળદને લાવીને ઊભું રાખો જોઈએ. તે કંઈ સમજશે? આ મનુષ્યભવ છે તો કહેવાનું છે કે આ જોગ વહી જવા દેવા જેવો નથી.
પેથાપુરમાં એક કારભારી હતો તે રોજ અમારી પાસે આવતો. તેણે “મોક્ષમાળા' પૂરી વાંચી અને અમે તે સાંભળતા. શી તેની સમજ! તેની આંખમાં આંસુ આવી જતાં. ઋણાનુબંધે બધું આવી મળે છે. માણેકજી શેઠને લઈને આ ભાઈ (લશ્કરી) અને તેમને લઈને આ ઇજનેર સાહેબ અહીં આવ્યા. આમ જ પહેલાં ઓળખાણ કહેતા-કહેતીથી જ થાય છે. આ દુર્ગાપ્રસાદ અને માણેકજી શેઠને તો ઘર જેવું જ. એ કંઈ પૂર્વના સંબંઘ વગર છે ? અમારાથી કંઈ કહી શકાય નહીં. પણ દ્રષ્ટિમાં આવે તેવું અને સૌને સમજાય તેવું છે કે કંઈ પૂર્વે કર્યું હશે ત્યારે આ મનુષ્ય જન્મ, આર્યદેશ અને આવો જોગ પ્રાપ્ત થયો છે. કંઈ ત્યાગેય કરવાની જરૂર નથી અને બાવાય થવાની ખાસ જરૂર નથી; પણ સમજણ ફેરવવાની જરૂર છે. સમજુનો માર્ગ છે. ત્યાગે તેને તો આગે; પણ એ પુણ્ય-પાપથી છૂટવાની જરૂર છે. આત્માની દયા ખાવાની છે. આત્મઘાતી તે મહાપાપી. સમજીને અસંગ થવાનો માર્ગ છે. જો આ મનુષ્ય ભવ ગુમાવ્યો, તો ક્યાં ઢોર પશુમાં જન્મ થશે તેનું ઠેકાણું નથી. પછી કંઈ સમજાય તેમ છે ? ચેતવાનું છે, પ્રભુ. બીજું શું કહીએ ?
[પ્રભુશ્રીએ ‘તત્ત્વજ્ઞાન'માંથી ક્ષમાપનાનો પાઠ કાઢી, એક મુમુક્ષુને કહ્યું :]. પ્રભુ, આ એક ચંડીપાઠની પેઠે રોજ, દિન પ્રતિ નાહીધોઈને ભણવાનો પાઠ છે. મોઢે થઈ જાય તો કરવા જોગ છે. બને તો રાત્રે સૂતા પહેલાં પણ તેના વિચારમાં જ રહેવું. - ભરત ચક્રવર્તી હતા તે દરરોજ ઊઠતી વખતે એમ કહેવરાવતા હતા કે ભરત ચેત, ભરત ચેત, ભરત ચેત–આમ ત્રણ વાર કહેવરાવતા. મોટા ચક્રવર્તી હતા; નરકે જાય તેવાં કામ કરતા હતા. પણ સમજ બીજી હતી. પુણ્ય બાંધેલું ભોગવતાં પણ શ્રી ઋષભદેવની આજ્ઞા ચૂકતા નહીં. નહીં તો, જો એટલો વૈભવ છેવટે છોડે નહીં તો નરકે જ જાય. તેમણે એક દિવસે શણગાર સજી રાજસભામાં જતાં અરીસામાં જોયું ત્યાં એક આંગળીમાંથી એક વીંટી સરી પડી એટલે તે આંગળી અડવી જણાવા લાગી. તે જોઈ તેમણે બીજી કાઢી લીધી તો બીજી આંગળી પણ અડવી દેખાઈ. એમ બઘા અલંકાર અને વસ્ત્રો કાઢી પોતાના દેહ અને સ્વરૂપના વિચારમાં પડી ગયાં. અને એમને એમ વિચારતાં વિચારતાં કેવળજ્ઞાન પ્રગટ થયું. તેથી રાજપાટ તજી ચાલી નીકળ્યા. તેની સાહ્યબી આગળ આપણે કોણ માત્ર ?
આ તત્ત્વજ્ઞાનમાંથી દુહા વીસ છે. તે મુખપાઠ કરવા અને રોજ બોલવા. બોલતાં એવી ભાવના કરવી કે હે પ્રભુ ! હું તો અનંત દોષનો ભરેલો છું ક્રોધ, માન, માયા, લોભ, વિષય,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org