________________
ઉપદેશસંગ્રહ-૨
૩૦૯
માટે પ્રયત્ન કરતા, ધર્મધ્યાન-શુક્લધ્યાનમાં પ્રવર્તતા જણાયા. તેમનો આત્મિક વૈભવ દેખી તે તો દિગ્મૂઢ થઈ ગયો. છતાં તેને તો ભાંગેલા ઘડાનું ઠીબકું હતું તેના ઉપર ઘણો મોહ હતો. ‘અહીં હું આવ્યો છું તે આ મારું ઠીબધું કોઈ લઈ લેશે તો ? અહીંથી જતો રહ્યું કે શું કરું ?’ એમ કરી આંખો મીંચી જતો, પણ સુસ્થિત રાજાની તેના ઉપર નજર પડેલી તેથી ધર્મબોધકર ગુરુ તેને વિમલાલોક નામનું અંજન આંજે છે ત્યારે ડોકું હલાવે છે અને આંખો ઉઘાડતો ય નથી. તો પણ જરા દવા આંખમાં લાગતાં તેને ઠીક લાગે છે અને બધું નિહાળી આનંદ પામે છે. પણ પાછું તેનું ઠીબધું યાદ આવે છે, તેને સંતાડતો ફરે છે.
આમ જીવ કંઈ કંઈ પુણ્યના જોગો પામીને પણ ચેતે નહીં તો આ મનુષ્યભવ ગુમાવી બેઠા જેવું છે. ગમે તેટલી સાહ્યબી હોય પણ સાથે કશું આવવાનું છે ? આ દેહ છોડચો એટલે એમાંનું કશું ખપનું છે ?
મુનિ મોહનલાલજી ભાવનગરનો એક રાજા બહુ જ દાન દેતો. તેની સયાજીવિજયમાં ટીકા થઈ કે આટલું બધું રાજાએ ખર્ચ ન કરવું જોઈએ. પણ તે ગણકાર્યું નહીં. થોડા દહાડા પછી તે રાજા મરણ પામ્યો. જે તેણે દાન કર્યું તે તેની સાથે ગયું ને? પાછળ પડી રહ્યું તેમાંથી તેના ખપનું કંઈ છે ? દાન પુણ્યમાંય બે ભેદ છે એકથી તો પુણ્યનો જોગ હોય ત્યારે પુણ્ય બંધાય; અને એક પુણ્ય ખપી જાય અને પાપ બંઘાય. જેના જોગે નવું પુણ્ય બંધાય તે જ પુણ્યાનુબંધી પુણ્ય અને તે ખપનું છે.
પ્રભુશ્રી—તે ગાદી ઉપર બીજો રાજા આવ્યો. તે શિકારી અને પાપી હતો. તે ઊંઘમાં પણ હરણિયાં ભાળે અને ભય, ભય અને ભય દેખે. તેણે સભામાં ડાહ્યા માણસો આગળ તે વાત જણાવી અને ચર્ચા થયે તેને ખાતરી થઈ કે પાપ કર્યાં છે તે બધાં તેને ઘેરી લે છે.
એક પૈસાદાર વાણિયો ગરીબ થઈ જતાં ગામડામાં જઈ વસ્યો અને ત્યાં અનીતિથી પૈસા મેળવી લોકોને રીબતો તેથી મરીને બોકડો થયો. તે ગામડિયામાંનો એક કસાઈ થયો. તે કસાઈ તે બોકડાને લઈ જતો હતો ત્યાં એક મુનિની નજર પડી એટલે તેમને હસવું આવ્યું. તે જોઈ તે વાતનો ખુલાસો પૂછવા લોકો અપાસરે ગયા. તેમને મુનિએ કહ્યું કે આ જ ગામનો વાણિયો જે પરગામથી અહીં આવીને રહ્યો હતો તે જ આ બોકડો થયો છે. આ તો તેનો હજી પહેલો ભવ છે. પણ તેવા તો કેટલાય ભવ લેવા પડશે, ત્યારે લોકોનું લોહી ચૂસ્યું હતું તે પૂરું પતી રહેશે. આવાં પાપથી ત્રાસ છૂટવો જરૂરનો છે.
પૂનામાં એક નારણજીભાઈએ મને પૂછ્યું, ‘મહારાજ સાહેબ, આ માણેકજીને આપે શું કર્યું છે? પહેલાં તો રોજ હજામત કરનાર હવે અઠવાડિયે ય કરાવતા જણાતા નથી.' મેં કહ્યું, ‘પ્રભુ ! તેમને મરણનો ભય લાગ્યો છે.' બીજું શું કહેવાય ? તેમને (નારણજીને) ય અહીં આવવા વિચાર રહે છે પણ અંતરાયને લઈને આવી શકતા નથી. આ બધું કંઈક કર્યાથી આવી મળે છે ને ?
મુનિ મો—કલેક્ટર અને વાઈસરૉય વિલાયતથી આવે તે પહેલાં તેમને માટે બંગલા, ફર્નિચર વગેરે તૈયાર હોય છે, તેમ જીવ જે કર્મ ઉપાર્જન કરે છે તેને લઈને તેને બધું મળી આવે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org