________________
૩૦૮
ઉપદેશામૃત जो अन्य कारण बिना वस्तुका सहज स्वभाव होई जैसे अग्निका ऊर्ध्वगमन, पवनका तिर्यग्गमन, जलका अधोगमन स्वभाव है ताको प्रकृति कहीए वा शील कहीए वा स्वभाव कहीए ये सब एकार्थ है।
પ્રભુશ્રી ‘સહજ' શબ્દ સાંભળતાં) એણે શાં કામ કર્યા છે! કેવો “સહજત્મસ્વરૂપ પરમગુરુ” મંત્ર યોજી કાઢ્યો છે, પ્રભુ ! તે વખતે તો કંઈ ખબર ઓળખાણ નહીં પણ હવે સમજાય છે કે અહો હો ! કેટલો ઉપકાર કર્યો છે ! કાળ વહ્યો જ જાય છે; કંઈ થોભતો નથી. એના ઉપકારનો તો બદલો વળે તેમ નથી, ચામડી ઉતરાવી તેના જોડા સિવડાવીએ તોય બદલો વળે તેમ નથી.
મારો વાલો ઘણો ઊંડો ઊતર્યો છે. આમાં તો ભારે વાત આવે છે. ઘાતિયાં અઘાતિયાં છતાં આઠ કર્મ એક બીજાની સાથે કેવા ક્રમમાં ગોઠવ્યાં છે !
સંસાર સ્વપ્નવત્ છે. પગ મૂકતાં પાપ છે; મરણને ત્રાસ સાથે છે. જો મરવું ન હોય તો ભલે આળસ કરો; પણ તે તો છોડવાનું નથી. ઘણા પુણ્યને લઈને મનુષ્ય જન્મ મળે છે તે એળે ન જવા દેવો. ચેતવા જેવું છે. ઘડીવારમાં ફૂટી જાય એવો દેહ છે. તેનો ભરોસો કરવા જેવું નથી. પાપ અને પુણ્ય સાથે આવે છે, બીજું બધું પડ્યું રહે છે; એ આપણે નજરે જોઈએ છીએ. ત્યાગ અને વૈરાગ્યની જરૂર છે. કમાવા માટે કે ઘંઘા આબરૂ માટે આટલું બધું કરીએ તો આ જીવને અનાદિકાળથી પરિભ્રમણ થતું આવ્યું છે તે ટાળવા માટે કાળજી નહીં રાખવી ? એની (જીવની) નોકરી-ફરજ પણ બજાવવી, “આત્મઘાતી તે મહાપાપી'. બધાં દર્શનોમાં આ વાત માન્ય છે. વિષ્ણુ, મહાદેવ કે માતા એ માળે મોક્ષ થવાનો નથી. કરણીનાં ફળ મળશે. પણ ખરા દેવને, આત્માને ઓળખ્યા વિના મોક્ષ નથી. સનાતન જૈન, વેદાંત, બધે ય આત્માનો જ લક્ષ રાખ્યો છે. પાપથી છૂટવાનો રસ્તો સાચા દેવ, સાચા ગુરુ, સાચા ઘર્મની ઓળખાણે છે. આમાં તો કોઈ અપૂર્વ વાત આવે છે. આટલા ભવ એળે ગયા તો આટલો ભવ ઘર્મ ખાતર જતો કરવા જેવું છે. એમાં કાળ જશે તે અલખે તો નહીં જાય. એની જ શોઘ, એની જ ખોજ, એના જ વિચારમાં રહેવું. પ્રભુ! કેવા કેવાના ઉદ્ધાર થઈ ગયા છે !
તા.૭-૨-૨૬
(‘ઉપમિતિ ભવપ્રપંચના વાંચન પ્રસંગે) આ આત્મા ક્યારથી બંઘાયો છે તેનો કંઈ પત્તો નથી. આમ ને આમ અનાદિ કાળથી રઝળ્યા કરે છે. તેમાંથી મનુષ્યભવ પામ્યો તો પણ ભિખારીનો ભિખારી સુખની ભીખ, પૈસાની ભીખ, વૈભવની ભીખ, માનની ભીખ, આમ વિષય, કષાય અને તૃષ્ણાઓથી જીવ ઘેરાઈ રહ્યો છે. તેનો કંઈ પત્તો જ નથી. મહા પુણ્યના ઉદયે કોઈ સંતનો જોગ થાય છે. ઠામ ઠામ ભુલવણી થાય તેમ છે. તે ભિખારી કેટલીય વાર સુસ્થિત રાજાના મહેલ પાસે આવ્યો; પણ પોલિયો પેસવા જ દે નહીં. જ્યારે સ્વકર્મવિવર નામના પોળિયે દયા લાવી અંદર જવાની રજા આપી ત્યારે અંદર જઈ જુએ તો... અહો ! ત્યાં—કેટલાય તપસ્વી, યોગી અને મહાત્માઓ મુક્તિને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org