________________
ઉપદેશસંગ્રહ-૨
૩૦૭ અંતરમાં રહ્યું છે ત્યાં મિથ્યાત્વ છે. અસંયમ તે અવિરતિ કે વ્રત નહીં. વૃત્તિ રોકાણી નથી તે છે. વૃત્તિનો રોઘ તેને તપ કહ્યું છે. રાગ, દ્વેષ, ક્રોધ, માન, માયા, લોભ–વિષયો અને કષાયો આ ઠીબકામાં (કાયામાં) લઈને જીવ ભમે છે. જ્યાં જાય છે ત્યાં તે ગંઘા, અન્ને સાથે લઈને, ઉપમિતિ ભવપ્રપંચ ના નિપૂણ્યકની પેઠે જાય છે, અને રસ્તામાં ભાથું ખાવા બેસે છે તેમ ખાયા કરે છે. શુભાશુભ યોગો–સંજોગોમાં પ્રમાદ કર્તવ્ય નથી. સમય માત્રનો હે ગૌતમ, પ્રમાદ કર્તવ્ય નથી, એમ શાસ્ત્રમાં કહ્યું છે. લીઘો કે લેશે એમ થઈ રહ્યું છે, ઠીબકું ફૂટી જશે. પછી આમાંનું કંઈ કામનું છે? જેટલો કાળ સારાં નિમિત્તમાં ગયો તેટલો ખપનો છે.
૧. મુમુક્ષ–ઉપમિતિ ભવપ્રપંચમાં નિપુણ્યકને “કર્મવિવર' દ્વારપાળ સુસ્થિત મહારાજાના દરવાજામાં પ્રવેશ કરવા દે છે તેનો શો અર્થ?
૨. મુમુક્ષુ– કર્મવિવર” એટલે “કર્મનો વિચ્છેદ' થતાં અંતર-આત્મામાં પ્રવેશ થાય છે. સાત પ્રકૃતિનો ઉપશમ થાય ત્યાર પહેલાં જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મોહનીય વગેરે સર્વ કર્મપ્રકૃતિનો કાળ એક કોડાકોડીમાંથી કંઈ ઊણો રહે ત્યારે કર્મ તેને માર્ગ આપે છે તે વખતે સુસ્થિત રાજાની તેના ઉપર દ્રષ્ટિ પડે છે. પછી તેને દર્શન થાય છે. ઘર્મબોઘકરની ત્રણ દવાઓ (૧) શલાકા અંજન, (૨) તત્ત્વપ્રીતિકર પાણી અને (૩) પરમાન્ન તેનો પાત્ર નિપુણ્યક જીવ બને છે. અઘપ્રવૃત્તિકરણાદિ સામગ્રી મેળવી જીવ પુરુષાર્થ કરે તો સદ્ભાગ્યે સદ્ધર્મમાં તેનો પ્રવેશ થાય છે. ઘણી વાર તે દ્વાર આગળ તે આવે છે પણ કાં તો પોતે ચૂકી જાય છે કે કાં તો કર્મ તેને પેસવાની રજા આપતું નથી.
પ્રભુશ્રી મનુષ્યભવ દુર્લભ છે. તેમાં આવો જોગ, વીતરાગ વાણીનું સાંભળવું થાય તે વિશેષ દુર્લભ છે. ભલેને સમજાય કે ન સમજાય; પણ આપણા કાનમાં શબ્દો પડવા મહત્ દુર્લભ છે.
તા. ૪-૨-૨૬ [‘મૂળાચાર'માંથી આલોચના ગુરુ આગળ વિનય સહિત કરવી, અન્યજન આગળ કરવી અને પોતાની મેળે
પશ્ચાત્તાપરૂપે એકાંતમાં કરવી એ ત્રણ પ્રકાર વિષે વંચાતાં]. બીજા આગળ એટલે સભા સમક્ષ પોતાના દોષની ક્ષમા માગવી તે વઘારે દીનતા દર્શાવે છે. એમ પંચ કે સંઘની સમક્ષ માફી માગવાથી હૃદય વઘારે હલકું થાય અને ફરી તેવું પાપ થવાનો ઓછો સંભવ છે.
તા.૬-૨-૨૬ “ગોમટ્ટસારમાંથી કર્મકાંડનું વાંચન : -
पयडी सील सहावो जीवंगाणं अणाइसंबंधो । વળોટું મરું વા તાત્થિરં સર્વ સિદ્ધ છે (ગાથા બીજી)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org