________________
૩૦૬
ઉપદેશામૃત ઉત્તર આપ્યો. ફરી પૂછ્યું, અવધિજ્ઞાન ઊપજ્યું? તો કહે, આપના પસાથે. ફરી પૂછ્યું, મન:પર્યય ઊપજ્યું? તેણે કહ્યું, આપના પસાયે. ગુરુને તો આશ્ચર્ય વધ્યું, ફરી પૂછ્યું, કેવળજ્ઞાન ઊપસ્યું કે શું? તેણે કહ્યું, આપના પ્રસાદે. એટલે તો ખભા ઉપરથી ગુરુ ઊતરી પડ્યા અને તેને પગે પડી ક્ષમા માગવા લાગ્યા કે હે ભગવાન! મેં આપને ઘણું દુઃખ દીધું અને પોતાની નિંદા કરવા લાગ્યા ત્યાં તો ગુરુજીને પણ કેવળજ્ઞાન પ્રગટ્યું.
વિનય વશીકરણ છે. વનો વેરીને વશ કરે, એમ વ્યવહારમાં પણ કહેવાય છે. વિનય ન છોડવો.
તા.૩-૨-૨૬ બધા હોય ત્યારે ઉપમિતિ ભવપ્રપંચ' થોડું વાંચવું, વાંચેલો વિષય હોય તે પણ ફરી લેવો. સ્યાદ્વાદ છે. નમસ્કાર સૂતાં સૂતાં પણ થાય. તેમ પરિણામ-ભાવ ઉપર વાત છે.
મુમુક્ષુ- મુનિ મોહનલાલજીને વારંવાર ઉથલાવીને) હૃદયકમળમાં ભાવમનની ઉત્પત્તિનું વિવેચન વાંચનમાં આવ્યું, પણ વિચાર તો મગજમાં કરતાં હોઈએ તેમ લાગે છે. અને પુસ્તકજીમાં હૃદયમાં કહે છે. તે કેમ હશે ?
પ્રભુશ્રી–આ બઘા પર્યાય અહંકારના છે, પ્રભુ! એ શબ્દો બઘા કષાયના પર્યાય છેને? તે છોડવાના છે ને ? એમાં કાંઈ બોલવા જેવું નથી. પૂછો બડા ચચાને કે બડી ચચીને એમ વાત છે, તેમ અમને પૂછો છો અને અમે કહીએ તે માન્ય કરો તેના કરતાં જ્ઞાનીનું કહેલું માન્ય કરવું. હું જોઉં છું કે કેટલીક બાબતોમાં મારા કરતાં તમારો ક્ષયોપશમ સારો છે. ક્ષયોપશમ હોય તેટલું બોલાય. આ કાને હવે નથી સંભળાતું તેટલો ક્ષયોપશમ ઓછો ને? હમણાં સમજાય છે એટલું કહી દઈએ તો હાશ ! ઠીક કહ્યું, એમ ટાઢું હિમ જેવું લાગે. પણ કેટલીક વાતો બોલવા જેવી નથી, ડહાપણ કરવા જેવું નથી. સાંજે મૂળાચારમાં નહોતું આવ્યું કે વ્યાખ્યાનાદિથી આકુળ થયેલા ચિત્તવાળાને નમસ્કાર કરવા નહીં ? વીતરાગવાણી ! તેની ખૂબી તો ઓર છે! આ (મૂળાચારની) વીતરાગ વાણી કહેવાય. જ્ઞાનીનું કહેવું માન્ય રાખવું અને ક્ષયોપશમ હોય તેમ સમજવું. પણ હું સમજું છું તેમ જ છે એમ કોઈએ માની બેસવા યોગ્ય નથી. કોઈને વધારે ક્ષયોપશમ હોય તો થોડું વધારે કહે, પણ એટલું જ જ્ઞાનીને કહેવું છે? જ્ઞાનીના એક એક શબ્દમાં અનંત આગમ સમાય છે. યોગ્યતાની કચાશ છે.
તા.૪-૨-૨૬ [‘મૂળાચાર'માંથી પ્રતિક્રમણ અધિકાર વંચાતાં પ્રભુશ્રી આત્મા સિવાય બઘા ભાવોમાં જ્યાં જ્યાં મમતા જીવે કરી છે–આ મારો છોકરો છે, આ કોઈકનો છોકરો છે; આ મારું ઘર છે, આ મારાં કપડાં છે; ટૂંકામાં “હું” ને “મારું” જ્યાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org