________________
ઉપદેશસંગ્રહ-૨
૩૦૫ માટે લખવામાં હરકત નથી, પણ તે એંઠ ગણાય. મૂળની હારે આવે ? વીતરાગપણે બોલાયેલી વાણી રાગરૂપે પ્રદર્શિત થાય તો દૂઘ કડવી તૂમડીમાં ભરીને પીવા જેવું છે.
તા.૨-૨-૨૬ [વિનય એ મોક્ષમાર્ગ છે. તેનું નામ કૃતિકર્મ છે. મૂળાચારમાં તે વિષેના વાંચન પ્રસંગે દ્રષ્ટાંત.]
એક ગામમાં એક જ્ઞાની મુનિ ઘણા શિષ્યો સાથે પધાર્યા હતા. તે મુનિનો સ્વભાવ ક્રોધી હતો; તે પોતે પણ જાણતા હતા. તેથી ક્રોઘનું નિમિત્ત ન બને માટે બધાથી દૂર એક ઝાડ નીચે જઈ બેઠા. બીજા શિષ્યો પણ પોતપોતાનાં આસન પસંદ કરી દિવસ કોઈ કોઈ કાર્યમાં ગાળતા હતા. તે વખતે સાંજના હાથે મીંઢળ બાંધેલો એક યુવાન પરણીને મિત્રો સાથે મુનિનાં દર્શનાર્થે આવ્યો. તેના મિત્રો મશ્કરા હતા. તેમણે એક સાધુ પાસે જઈ કહ્યું “મહારાજ, આને સાધુ કરો.” એક વાર બે વાર કહ્યું તે સાધુ ન બોલ્યા છતાં તેમણે કહેવું જારી રાખ્યું. એટલે સાઘુએ કહ્યું, અમારા કરતાં મોટા પેલા સાધુ છે તેમની પાસે જાઓ. બીજા સાધુ પાસે જઈ તેમણે જણાવ્યું તો તેમણે વળી બીજાને બતાવ્યા. એમ કરતાં છેવટે તેઓ મોટા મુનિ મહારાજ–ગુરુની પાસે ગયા અને દર્શન કરી તેમણે પેલી વાત વારંવાર કહ્યા કરી. ગુરુ થોડી વાર તો સાંખી રહ્યા પણ ફરી ફરી ખૂબ આગ્રહ કરવાથી તે ક્રોધે ભરાયા. એટલે તેમણે પેલા નવીન પરણેલાને પકડી વાળ ઉપાડી નાખી મુનિ બનાવ્યો. તે સમજી ગયો અને મહારાજે મોટી કૃપા કરી એમ ગણી કંઈ બોલ્યો નહીં. પણ બીજા તો તેનાં માબાપને કહેવા ઘેર દોડી ગયા. તેથી તેણે ગુરુજીને જણાવ્યું કે હવે જો આપણે અહીં રહીશું તો આપને પરિષહ પડશે. માટે અત્યારે અહીંથી વિહાર કરવો ઠીક છે. તેમણે કહ્યું, રાત પડી જશે અને અત્યારે ક્યાં જઈશું? શિષ્ય કહે, આપનાથી વૃદ્ધાવસ્થાને લઈને ન ચલાય તો હું આપને ખભે બેસાડી લઈશ.
આમ નક્કી થવાથી બધા પર્વત તરફ ચાલી નીકળ્યા. ગુરુની આંખે ઓછું સૂઝતું તેથી તેમણે કહ્યું, ભાઈ, હવે દેખાતું નથી એટલે તેણે તેમને ખભે લઈ લીધા. પર્વત ઉપર ચઢવાનું અને ખાડા, પથરા વગેરેને લીધે પગ ખસે કે હેલકારો આવે તેથી ગુરુજી તો તેને ઉપર બેઠા બેઠા લોચ કરેલા માથામાં મારવા લાગ્યા. પણ તે શિષ્યના મનમાં ગુરુના દોષ ન વસ્યા. ઊલટું તેને એમ લાગ્યું કે હું કેવો અભાગિયો કે મારે લીધે તેમને વિહાર કરવો પડ્યો અને આમ વૃદ્ધાવસ્થામાં તેમને અડચણ પડે છે. ગુરુ તો તેના ઉપર ક્રોઘ કરે, કે દેખાતું નથી? કેમ આમ ચાલે છે? વગેરે કહે ત્યારે ખાડાને લીધે પગ ખસી જાય છે એવું કહી પોતાનો દોષ કાઢે, પણ ગુરુજી ઉપર અણરાગ ન થયો. પછી વધારે સાચવવા વાંકો વળી નીચે હાથથી તપાસતો ઉપર ઘીમે ઘીમે ચડવા લાગ્યો. એવામાં શિષ્યને એ પરિષહ સહન કરતાં કેવળજ્ઞાન થયું. ગુરુને મનમાં થયું, હવે કેમ કંઈ ખાડા પથરાથી હેલ્લા આવતા નથી ? તેથી પૂછ્યું, કેમ અલ્યા, હવે કંઈ ભૂલ થતી નથી? જ્ઞાન ઊપસ્યું કે શું ? તેણે કહ્યું, આપના પસાયે. ગુરુએ પૂછ્યું, મતિજ્ઞાન ઊપસ્યું? તેણે કહ્યું, આપના પસાથે. ફરી પૂછ્યું, શ્રુતજ્ઞાન ઊપજ્યું? તેણે તે જ
20
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org