________________
૩૦૪
ઉપદેશામૃત દેખાડતાં આવડતું હોય પણ તેનું પાછું ઊંટિયું (અભિમાન) ઊભું થાય. મોક્ષનો માર્ગ એવો નથી કે જેને સમજણ પડે, યાદ રહે કે ઘણી બુદ્ધિ પહોંચે તે જ મોક્ષમાર્ગ પામે અને બીજા બાળાભોળા ન જ પામે. ઊલટું ક્ષયોપશમવાળાને વઘારે સાચવવાનું છે. તેની નિંદા નથી કરવી. તેણે તેના ગજા પ્રમાણે ક્ષયોપશમનો ઉપયોગ કરવાનો છે. જેમ પાના પડ્યાં છે, જે બાંધ્યું છે તે બધું હવે ગમે તેમ કરીને પૂરું કરવું છે. કાળ કાઢવો છે. આટલા બધા ભવ એળે ગયા તો છે જ; ત્યારે આટલો ભવ–ટૂંકા આયુષ્યનાં બાકી રહેલાં વર્ષ હવે તો એની ખાતર જ ગાળું, એમ કર્તવ્ય છે. જે જ્ઞાનીએ જોયું છે તેણે કહ્યું છે તે માટે સંમત છે. તેની માન્યતા માન્ય કરવા જેવી છે; અને એ તો ગમે તે ઓછા ક્ષયોપશમવાળો પણ કરી શકે. તેનું માળે માન્ય કરવામાં ક્ષયોપશમવાળાને ઊલટી મુશ્કેલી આવે. પણ બાળા ભોળા જીવ તો તે રીતે જ કામ કાઢી નાખે તેમ છે. આવડ ઉપરથી આ તો જ્ઞાની છે અને મોટો છે એવું ન કરવું. ભલેને આવરણ હોય; પણ શ્રદ્ધા કામ કાઢી નાખે. બારે ય માસ બેઠો બેઠો સાંભળતો હોય પણ કોઈક વખત આવો જોગ આવતા જો હૃદયમાં બેસી જાય તો કલ્યાણ થઈ જાય. દશપંદર રૂપિયાનો લોભ છોડ્યો અને આ આમ આશ્રમમાં આવ્યા કરે છે, તો તેમાં કંઈ બગડી ગયું? પૈસા તો કાંકરા છે, મેલ છે, નાશવંત છે. પણ આવો જોગ મળવો દુર્લભ છે. દયા, ક્ષમા, ઘીરજ એ એનાં વચનો વિચારવા જેવાં છે. શાસ્ત્ર, માળા, પુસ્તક, ધ્યાન એ બધું કરીને કરવું છે શું ? આત્માની ભાવના. એ લક્ષ ન રહ્યો તો જન્મ મરણથી છુટાતું નથી. ભલેને જ્ઞાની કહેવાતો હોય, પણ તેની સિફારસ ત્યાં ચાલતી નથી. આમાં કંઈ બીજું આવતું હોય તો કહેવું.
મુમુક્ષુબીજું કંઈ નથી. પણ ગઈ કાલે અકૃત્રિમ દેરાસર વિષે કહ્યું હતું તે બેઠું ન હતું.
પ્રભુશ્રી—કેટલાંક દેરાસર બનાવેલાં તે તો કૃત્રિમ કહેવાય. અને જેમ મેરુ પર્વત છે તેનાં રૂપ, રસ, સ્પર્શ આદિમાં ફેરફાર થાય પણ તે શાશ્વતો કહેવાય છે, તેમ દેરાસર, વિમાન, વગેરેમાં પણ ગણાય. ખાડા-ટેકરા પુરાતા જાય છે ને? એમ વગર કર્યું પણ અકૃત્રિમ બનેલાં હોય છે. આજે વાત બહુ સારી આવી ગઈ.
“નિશ્ચય વાણી સાંભળી, સાધન તજવાં નોય; નિશ્ચય રાખી લક્ષમાં, સાઘન કરવાં સોય.” “અથવા નિશ્ચય નય ગ્રહે, માત્ર શબ્દની માંય;
લોએ સવ્યવહારને, સાઘનરહિત થાય.” એમાં કહ્યું છે તેમ એકલા નિશ્ચયનયની વાત સાંભળી સાઘન, સવ્યવહાર ન છોડવો નિશ્ચયનયની વાત સાંભળી એકાંત ન ગ્રહવો. વિચક્ષણનો માર્ગ છે.
ને
?
તા. ૧-૨-૨૬ બોઘ કંઈ થયો હોય તેવો અને તેટલો, ગમે તેવો ક્ષયોપશમ હોય તો પણ ન લખાય. એ સપુરુષનાં ઘરનાં વચનો તે અન્યરૂપે થવાથી એંઠાં થાય. સક્ઝાય માટે પોતાનો કાળ ગાળવા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org