________________
ઉપદેશસંગ્રહ-૨
૩૦૩
મામા, છોકરા, કાકા—બઘા સંજોગ છે. ચોરી કરી હોય, પારકું ગ્રહણ કર્યું હોય તે પચે કે ? કાચો પારો ખાવું અન્ન, તેવું છે ચોરીનું ધન; કાચી ખાવી છે હરતાલ, તેવો છે ચોરીનો માલ.'
આમાં સાચું શું ? પચાસ-સો વરસનાં આયુષ્ય, તેમાં શું કાયમ રહેવાનું ? કશું હારે જવાનું છે ? પંખીના મેળાની પેઠે બધાને જતા દેખીએ છીએ કે નહીં ? ‘મારું, મારું' કરે છે; પણ તારો તો આત્મા. પરમાર્થે દેહ ગાળવો. આ ભવનાં સગાં તે જ સગાં ? બીજાની સાથે અનંત વાર સગાઈ થઈ તે નહીં ગણે ? ‘પરમારથમાં પિંડ જ ગાળ' એટલે બધાં આવી ગયાં. કોઈ માનવાજોગ માનવું તે તારું નહીં ?
ચોવિહારનું પચખાણ સારું છે. હવે એને આટલો વખત તો ખાવા ન જ આપું. ક્યાં એ ખાય છે કે પીએ છે ? એ ધર્મ એનો ક્યાં છે ? જે એ (શરીર) માગે તેનાથી ઊલટા જવા જેવું છે, સામા પડવાની જરૂર છે. તે (પચખાણ) અભયદાન છે. તડ બદલી નાખવાની જરૂર છે. બહુ દહાડા તેની સંભાળ લે લે કરી તોય ભવભ્રમણ મટ્યું નહીં. હવે તો કોઈ માળા, પુસ્તક કે ચિત્રપટ જોઈને ભાવના શી કરવાની છે ? યાદ શું લાવવાનું છે ? આત્મા. એ આત્મભાવનાના હેતુથી બધી ક્રિયા કરવાની છે.
મનુષ્ય ભવ બહુ દુર્લભ છે. તેમાંથી આ જોગ અને આવખાની (આયુષ્યની) ટૂંકી સ્થિતિ. તેથી ચેતવા જેવું છે. ‘આ જ્ઞાની છે ને આ જ્ઞાની છે' એમ માન્યે કલ્યાણ છે ? કયે કાટલે તોલ કરવો છે ? તું જ્ઞાનીની પરીક્ષા કરનાર ! ત્યારે તો તું જ જ્ઞાની.
‘મા વિવૃદ્ઘ, મા ગંપન્ન, મા ચિંતદ્દ હ્રિવિ નેળ દોડ્ થિરો, अप्पा अप्पम्मि रओ, इणमेव परं हवे झाणं. " २" मा मुज्जह मा रज्जह मा दुस्सह इट्ठणिट्ठअट्ठेसु, थिरमिच्छह जइ चित्तं विचित्तझाणप्पसिद्धिए.'
ખમી ખૂંદવું, સમભાવ રાખવો; ક્ષમા રાખવી. જેટલા વધારે ખમનાર તેટલા મોટા. કોઈને વાગ્યું હોય ત્યારે પાટો બાંધવામાં કે એવા પરમાર્થમાં વખત જાય તે ખોટું નથી, તે કર્તવ્ય છે. એમાં ક્યાં મારાપણું કરવાનું છે ? મારું મારું કરે ત્યાં બંધન છે. ‘અરેરે ! કશુંક કરડ્યું, ચટકો ભર્યો, કરડે છે, વલૂરવું છે, દુઃખ થાય છે', એમ કરે, શ૨ી૨ને પોતાનું ગણે ત્યાં બંધન છે પણ આત્માને ક્યાં દુ:ખ થવાનું છે કે ક્યાં તે કરડાવાનો છે ? ભેદનો ભેદ જાણવાનો છે. દેહથી ભિન્ન આત્મા છે, એમ જાણનાર છે ને ? તેને જાણવો છે. એક આત્માને જાણવાથી બધું જણાશે. મોક્ષનો માર્ગ ખુલ્લો છે. ચોગાનમાં તરવાર પડી છે. મારે તેના બાપની. રાગ-દ્વેષ ન કરવો, મોહ ન કરવો, ખમી ખૂંદવું. એમાં કોઈ શાસ્ત્ર ના પાડી શકે તેમ છે? મોક્ષનો માર્ગ આ છે અને તે જ કરવાનું છે. સર્વ જ્ઞાનીઓએ એ જ કહેલું છે.
અમે ઉપદેશ નથી કરતા, પણ એનું કહેલું સ્વાધ્યાય થાય તેમ કહી બતાવીએ છીએ. એ મીઠી વીરડીનું પાણી છે. કશાનો ગર્વ કરવા જેવું નથી. કોઈને વધારે યાદ રહેતું હોય કે બોલી
૧-૨. અર્થ માટે જુઓ પૃષ્ઠ ૧૧૬.
Jain Education International
""
For Private & Personal Use Only
www.jainelibrary.org