________________
૨૯૮
ઉપદેશામૃત
તેનો કે જે યાદ હોય તે સરળતાથી બોલી જાય તેનો કે જે યાદમાં હોય કે સ્મૃતિમાં હોય તેનો— એકેનો ગર્વ ક૨વા જેવું ક્યાં છે ? એનું શું મહત્વ છે ? પણ આપણા સ્વાઘ્યાયમાં કોઈ સાંભળી જાય તો કાંઈ નુકસાન થવાનું છે ? ભલેને બધાય વહેલા વહેલા મોક્ષે જતા. કોઈ અધિકારી જીવ હોય તેનું કલ્યાણ થાય. કાંઈ ગર્વ કરવા જેવું નથી. કોઈ કોઈ તો નિકટભવી આમ કાને વાત પડતાં પકડ કરી મોક્ષે ચાલ્યા જાય છે. અને કેટલાંકને કેટલુંય સંઘર સંઘર કર્યું હોય છતાં પરિભ્રમણ કરવું પડે છે. ‘હું તો દોષ અનંતનું ભાજન છું કરુણાળ.' એમાં શું આવ્યું ? હું બોલ બોલ કરું છું; પણ મારી ભૂલ હશે તે મારે કાર્ચે છૂટકો છે; તમારી ભૂલ હશે તે તમારે કાઢ્ય છૂટકો છે અને આની ભૂલ હશે તે એણે કાર્ચે છૂટકો છે.
[‘મૂળાચાર'માંથી ‘અજીવ દયા'ના વાંચન પ્રસંગે]
અહીં અઠ્ઠાવીસ પ્રકારે ઇંદ્રિયસંયમ અને ચૌદ પ્રકારે જીવદયા તથા અજીવદયા કહી. તેમાં સૂકાં તૃણ, લાકડાં વગેરે ગમે તેમ તોડવાં નહીં, પછાડવાં નહીં. પણ ઉપયોગ રાખવો.
તા. ૨૫-૧-૨૬
તા. ૨૬-૧-૨૬
[‘મૂળાચાર'માં ઇંદ્રિયસંયમ અને કષાય રોકવા વિષેનું વાંચન થતાં.]
પ્રભુશ્રી (મુનિ મોહનલાલજીને) નીચે સભામાં આજે શું વંચાયું ?
મુનિ મો—ઇંદ્રિયવિષયથી ઉપરામ પામીને સત્શાસ્ત્રનો અભ્યાસ કરાય તો તે ફલદાયી નીવડે. એ ભાવાર્થનો પત્ર વંચાયો હતો.
પ્રભુશ્રી—અહીં પણ એ જ રાડો પાડવામાં આવી. ઇંદ્રિયોને જીતવી એ જ વાત વારંવાર
કહી.
પંચ પરાવર્તનમાં જ્ઞાની ભગવાનને આપણી સમક્ષ શું સમજાવવું છે તેનો તમે શો વિચાર કર્યો હતો ?
મુનિ મો—આજ એટલું વિચારાયું હતું કે અનંત અનંત વાર ભવભ્રમણ આ જીવે કર્યું તે માત્ર એક જિન ભગવાને બોધેલા તત્ત્વોની સમ્યક્ શ્રદ્ધા ન થઈ તેને લીધે છે, તે જણાવવાનો હેતુ જણાય છે.
Jain Education International
પ્રભુશ્રી—વાજબી છે. બધામાં અમૂલ્ય વસ્તુ સમકિત છે. તેનાં શાં વર્ણન થાય ! તેની ઓર ખૂબી છે ! મહા દુર્લભ છે. તે પ્રાપ્ત થવાથી મોક્ષ અવશ્ય થાય અને ભ્રમણનો અંત આવે.
નિપુણ્યકની વાત યાદ રાખવા જેવી છે. તેણે અંતરદયા અને સબુદ્ધિને પોતાનું ઠીબકું ધોઈને સાફ કરી આપવા વિનંતિ કરી કે દુર્ગંધીવાળું બધું અન્ન કાઢી નાખીને તે સાફ કરી આપો, પછી પરમાત્ર આપો. પાત્રતા વિના શામાં ભરે ? આ ઠીબ જોને ! સિંહણનું દૂધ
For Private & Personal Use Only
www.jainelibrary.org