________________
ઉપદેશસંગ્રહ-૨
૨૯૭ તત્ત્વજ્ઞાન કાલે લાવજો. તેમાંથી અવસરે પાઠ કરવા જેવું થોડું બતાવીશું. નાહીને જેમ ચંડીપાઠ બોલે છે, તેમ ક્ષમાપનાનો પાઠ અને વીસ દુહા બતાવીશું તે દરરોજ ભણવા તથા સહજત્મસ્વરૂપ પરમગુરુ” એનો જાપ કરવો.
[‘ઉપમિતિ ભવપ્રપંચ કથામાં અપુણ્યકની કથાના પ્રસંગે.] ઇંદ્રિયના વિષયભોગ અને કષાયનું કદન્ન ખાઈને અપુણ્યક નામના ભિખારીને રોગ થયા છે. તોપણ તે છોડવાનું તેને મન થતું નથી. ખા, ખા; હજી ખા ખા કર. કેટલાય કાળથી ખાધાં છતાં ઘરાયો નહીં.
તેની (સપુરુષની) કરુણા તો આખા જગતને તારવાની હોય છે; પણ અભાગિયો જીવ તેને માને ત્યારે ને? પાંચ ઇન્દ્રિયોના વિષય અને કષાય એ મનરૂપી ઘરના માલિક થઈ પડ્યા છે. આ દુશ્મનોને કાઢે ત્યારે જ આત્માનું કલ્યાણ કરનાર સત્ દયા અને બુદ્ધિરૂપી દેવીઓની પધરામણી થાય, એ વસે તો જ કલ્યાણ છે. કંઈક વાંચતાં આવડ્યું કે ભણેલો હોય કે યાદ રહેતું હોય તો તેનું અભિમાન કરે કે મારે તો બુદ્ધિ છે ને? મારામાં દયા છે ને ? પણ મિથ્યાત્વને લઈને ફરે છે. અતિશ્રુતજ્ઞાન અને કુમતિકુશ્રુતમાં ભેદ છે તેની ક્યાં ખબર છે? ભીખના ઠીકરામાં આ કુબુદ્ધિ લઈને ફરે છે, તેના ઉપર મોહ કરે છે અને તેનો ગર્વ કરે છે.
[‘મૂળાચાર'માંથી સ્વાધ્યાયના પાંચ ભેદના વાંચન પ્રસંગે.] પ્રભુશ્રી–આમાં પરાવર્તન સંબંધી આવ્યું તેમ કરવાનું હશે કે બીજું કાંઈ? મુનિ મો–એ ય ખરું અને બીજું પણ ખરું. પ્રભુશ્રી–બીજું શું? મુનિ મો–કોઈ સત્પરુષે વ્યક્તિગત આજ્ઞા કરી હોય તે પણ ખરું.
પ્રભુશ્રી તેને વળી બીજું કહેવું હશે? જો તેને મૂળ વસ્તુ વગર બીજી કહેવી હોય તો તે પણ અમારે માન્ય નથી. ઊઠ, ગમે તેટલા જ્ઞાની હોય પણ તેમને કંઈ બીજું બીજું કહેવું હોય છે કે મૂળ એક જ હોય છે?
પણ આય વિચારશો કે નહીં? પરાવર્તન એટલે પઢેલા પાઠનું પઢી જવું, ફરી બોલી જવું એ જરૂરનું છે કે નથી ? બીજું વાંચન જરૂરનું છે કે નથી ?
મુનિ મોતે ક્યાં હું ના કહું છું? પણ વ્યાખ્યાન કરવા જતાં બંઘન થાય કે નહીં ?
પ્રભુશ્રી–જો ઉપદેશ દેવા જાય તો તો બંઘ છે જ. પણ સ્વાધ્યાયની ખાતર પોતાને જે યાદ હોય તે કહી જતાં તાજું થાય, ભૂલી ન જવાય અને તેમાં કાળ જાય. બાકી તો ધ્યાન તે તરંગરૂપ થઈ પડે છે એ યાદ છે ને ? તમે કહ્યું તે પણ જાય છે. પણ અલ્પત્વ, લઘુત્વ અને પરમ દીનત્વ ક્યારે આવે ? હજી એકડો ઘૂંટવો પડશે. પોતે જાણે છે તે સાચવીને ગોપવી રાખે
૧. બગડી ગયેલું વાસી અનાજ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org