________________
૨૯૬
ઉપદેશામૃત આવવાનું હતું તે નિકાચિત ન હોય તે તે નિર્જરી જાય અને ઉદય આવે તે પણ ઓછો રસ આપે. પરિણામ મોળાં પડવાથી નવો બંઘ પણ નજીવો થાય.
સ્વાધ્યાયના પાંચ ભેદ – ૧. વાંચનાપઢવું, વાંચન. ૨. પૃચ્છના–બીજાને પૂછવું; શાસ્ત્રમાં પૂછવા જેવું હોય તેનો વિનયપૂર્વક પ્રશ્ન કરવો. ૩. પરાવર્તન–વાંચેલું ફરી પઢી જવું. ૪. ઘર્મકથા–વાંચેલું વિચારેલું કહી બતાવવું. ૫. અનુપ્રેક્ષા–વારંવાર ભાવના કરવી.
તા.૨૩-૧-૨૬ મુમુક્ષુ–પ્રભુ, જીવનું કલ્યાણ કેમ થાય? જીવનું સ્વરૂપ શું અને ઈશ્વરનું સ્વરૂપ શું?
પ્રભુશ્રી–તે સંબંધી કંઈક તમને કહેવા વિચાર હતો. પણ તમે કાંઈ પૂછ્યું ન હતું ત્યાં સુધી એ વાત નહોતી બોલાઈ. જીવનો શિવ થાય છે, એ તો પ્રભુ, સાંભળ્યું છે ને? ઘણા બોઘે સમજાય તેવી આ વાત છે; પણ જો બીજી મહેનત કરેલી અલેખે નથી જતી તો કોઈ આત્મા પામેલ પુરુષને આશરે પુરુષાર્થ કરેલો કેમ અફળ જશે ? તમે બહુ સારો પ્રશ્ન કર્યો છે, કલ્યાણનું કારણ છે, પ્રભુ, એની જ ગવેષણા કરવા જેવી છે. આ બધું તો પરપોટાની પેઠે ફૂહ દઈને ફૂટી જશે. પણ જે સદાય રહેવાનું છે તે સ્વરૂપ સમજવાની જરૂર છે. અહીં બઘાને કોણે તેડ્યા છે? સી સીના સંસ્કારે આવી મળ્યા છે. કંઈક પૂર્વે કરેલું હોવું જોઈએ ને? અમને કોઈ પૂર્વના પુણ્ય ભેદી પુરુષ મળ્યો અને તેના વચનથી અમને જે શાંતિ મળી તેથી એમ રહ્યા કરે છે કે સર્વ જીવનું કલ્યાણ થાઓ ! અમે તો ગુરુ થતા નથી. પણ સદ્ગુરુને બતાવી દઈએ છીએ. અમારું કહ્યું માની તેની કહેલી આજ્ઞા ઉઠાવશે તેનો અવશ્ય મોક્ષ થશે. પણ તે વગર સમજ્ય “વાટ બતાવનારને વળગી પડે.” કહે છે ને કે “પાંખનારીને પરણી બેસે' એના જેવું કરે તો અમે જોખમદાર નથી. બતાવનારને જોખમ છે. ગુરુ થવું મહા જોખમદારીનું કામ છે. તમે વાત સાંભળી હશે. અયોધ્યામાં એક કૂતરો હતો. તેના માથામાં કીડા પડ્યા હતા. તે પૂર્વભવમાં કુગુરુ હતો. તે કીડાને ગંગાજીમાં ધોઈ તેમનો મોક્ષ રામે કરાવ્યો, પણ કુગુરૂના ભોગ છે. અવળો રસ્તો બતાવે તેના જેવું મોટું જોખમ એકે નથી. પણ શ્રદ્ધા આવવી જોઈએ. નહીં તો “ઓહો !'માં કાઢી નાખે તો સાચા મંત્રથી પણ સિદ્ધિ નથી. એક ભારે યોગીએ એક જણને રામ રામ જપવાનો મંત્ર આપ્યો. પછી તે જપતો જપતો જતો હતો. તેણે રસ્તામાં ભરવાડને વાતો કરતા જોયા. તે પણ છૂટા પડતાં “રામ રામ' બોલતા હતા. તે જોઈ તેનો વિશ્વાસ પેલા મહાત્મા પુરુષના શબ્દો ઉપરથી ઊઠી ગયો. પાછો જઈ ગુરુજીને તે કહે કે તમે આપ્યો એ મંત્ર તો ભરવાડો ય જાણે છે. એવો મંત્ર શો આપ્યો?
આત્મા આત્મા કે ઘર્મ ઘર્મ તો આખું જગત કહે છે. પણ એક જણ તેને ઓળખીને તે રૂપ થઈને કહે, શબ્દમાં આત્મા આરોપીને મંત્ર આપે અને એક જણ વગર સમજ્ય પોપટની પેઠે બોલે એમાં ભેદ હોય કે નહીં ? એ કોઈ અપૂર્વ વાત છે, પ્રભુ, કલ્યાણ થઈ જાય એવું છે, પણ જીવ વળગ્યો રહે તો; કંઈ સ્વચ્છંદ કે સ્વાર્થ રાખે નહીં તો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org