________________
ઉપદેશસંગ્રહ-૨
૨૯૫ ભાજન શું કરુણાળ,’ અને ‘વૃત્તિને રોકો’ એવાં એવાં વાક્યો મોક્ષે લઈ જાય તેવાં છે. પોતાના દોષ જોવા, પશ્ચાત્તાપ કરવો. ગોશાળાએ ઘણાં પાપ કરેલાં મુનિઘાત, તીર્થંકરના અવર્ણવાદ આદિ–છતાં છેવટમાં પસ્તાવાથી તેને ઉચ્ચ દેવગતિ પ્રાપ્ત થઈ હતી. પરિણામ શુદ્ધ કરવાની જરૂર છે.
તા. ૨૧-૧-૨૬ સર્વ શાસ્ત્રોનો સાર અને મોક્ષ પામવાનો માર્ગ કે સમકિતનું કારણ એ વિનય છે. વિનયથી પાત્રતા યોગ્યતા આવે છે. ઘર્મનું મૂળ વિનય છે. સેવાની ભાવના રાખવી, લઘુતા રાખવી, ગુરુથી અતિ દૂર નહીં તેમ અતિ પાસે નહીં તેમ બેસવું, નીચે આસને બેસવું, આજ્ઞા સિવાય શરીરે પણ અડવું નહીં. એ બધા વિનયના રસ્તા છે. પ્રાયશ્ચિત્ત વડે દોષોની શુદ્ધિ કરવી. ઋદ્ધિગારવ, રસગારવ અને શાતાગારવ તજવાં.
[એક કાંચીડાનું બચ્ચું દરવાજાના કમાડથી કચરાયેલું હતું તેને એક ભાઈએ પૂંછડી ઝાલી ફેંકી દીધેલું
- તે પ્રસંગે.] દરેક પ્રાણી ઉપર દયા રાખવી. તેનું એવા કર્મબંઘના ઉદયથી મરણ તે પ્રકારે હશે. તેની પાછળ કોઈ રડનાર, કકળનાર છે? તેની સેવાચાકરી કરનાર છે? એની સાથે આપણે કેટલા ભવ કર્યા હશે તે ખબર છે? અનંતી વાર તેની સાથે માતપિતાની, સગાંસંબંધીની સગાઈ થઈ હશે. કોઈનો પણ પ્રાણ દુભાય તેમ વર્તવું નહીં, જાળવીને જત્નાથી કામ કરવું.
તા. ૨૨-૧-૨૬
[‘મૂળાચાર'માંથી “ઉદીરણા ના વાંચન પ્રસંગે] અપક્વ-પાચનરૂપ ઉદીરણા...કેરી સાખરૂપે પાકીને ગરે છે અને ખવાય છે. અને કોઈને તો કાચી તોડીને, આંબા ઉપર પાકત તેના કરતાં વહેલી પરાળમાં રાખીને પકવવામાં આવે છે. કશું કાચું કાંઈ આપણે ખાઈએ છીએ? શાક હોય તે ય લાવ્યા પછી સમું કરી તેને પકવી રાંધીને ખાઈએ છીએ. તેમ કર્મમાં પણ તપ એ તાપ છે. મકાઈ, પંકનાં કૂંડા વગેરે જેમ શેકીને ખવાય છે તેમ સત્તામાં પડેલાં કર્મ જે અમુક વખત પછી ઉદયમાં આવવાનાં હોય તેને તપ વડે પકવી લે છે.
ચોરી કરી હોય; પાપ કર્યા હોય તે આ ભવનાં તો આપણને યાદ હોય તેનો વિચાર કરીને પશ્ચાત્તાપ કરે કે અરેરે ! મેં ક્રોઘ સેવીને, માન સેવીને, માયા સેવીને, લોભ સેવીને, આરંભપરિગ્રહ સેવીને, હિંસા કરીને ઘણાં પાપ ઉપાર્જન કર્યા છે. એવાં અનિષ્ટ દુઃખનાં કારણ હવે નથી સેવવાં એવો નિશ્ચય કરે અને જે ઉદરપોષણ નિમિત્તે પાપ કર્યા હોય તેના પશ્ચાત્તાપમાં ઉપવાસ કરવા, ઊણોદરી કરવી, રસત્યાગ કરવો કે એવાં તપ આદરે તો જે પાપનું ફળ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org