________________
૨૯૪
ઉપદેશામૃત તેણે આ બધું તોફાન કર્યું, એવી આ વાત છે. અનાદિ કાળના આ દુશ્મનો સાથે લડાઈ કરી તેમનો પરાજય કરવાનો છે. આત્માએ જ આ બધું કર્યું છે ને ? કોણે કર્મ બાંધ્યા ? કોઈનો બીજાનો વાંક કાઢવા જેવું નથી. તે જ જ્યારે શૂરો થશે ત્યારે કામનું છે.
તા.૨૦-૧-૨૬ [‘ગોમટ્ટસાર'માંથી લેણ્યા માર્ગણાના ગતિ અધિકારના વાંચન પ્રસંગે] મરણનો વિચાર કર્યા વિના મંડી પડવું. મરણ જેવું આવવું હોય તેવું આવે. કરેલું કંઈ અફળ જવાનું છે? એકેન્દ્રિયમાંથી આવી એક ભવમાં મોક્ષે ગયા તે જીવે કંઈ કમાણી કરેલી, કંઈ ભરી રાખેલું તે ફૂટી નીકળ્યું ને? કોઈ કોઈ કેવા કેવા સંજમ પામીને પણ આખરે હરણના કે એવા ભવમાં જાય છે. તેવી વેશ્યા મરણ વખતે આવવાથી કે આયુષ્ય બંઘાઈ જવાથી તેમ થાય છે. પણ કરેલું નકામું જતું નથી. ત્યાંથી મનુષ્યભવ પામી તે ભવે મોક્ષે જાય છે. કંઈ કંઈ કુદરત છે, કહી શકાય તેમ નથી ! માટે મંડી પડવું, પુરુષાર્થ કરીને લઈ મંડે તો બધું થાય. બાકી આડુંઅવળું જોવા જતાં પાર આવે તેમ નથી.
સાઘર્મી ભાઈનો એક ટુકડો પણ ન ખાવો જોઈએ. કૃપાળુદેવના વખતમાં કેવું વર્તન હતું!
સંસારીકા ટુકડા, ગજ ગજ જૈસા દાંત;
ભજન કરે તો તો પચે, નહિ તો કાઢે આંત.” એના જેવું, સાધુને ય આમ છે. તો બીજાને કેટલું બંઘન થાય?
મુનિ મો–અંબાલાલભાઈના સહિયારી છોટાલાલભાઈના ઘરનો પાયો ખોદતાં પ્રતિમાજી નીકળ્યાં હતાં તેથી તે જમીન નાતવાળાઓએ માગી. તે જમીન મંદિર (દેરાસર) માટે આપવાનો તેનો વિચાર હતો, પણ તેમણે માગી, આગ્રહ કર્યો એટલે તે સામો થયો અને આખી વાત સામે પડી જીત્યો. એવો ખટપટી પણ તેનું મરણ સુધર્યું હતું.
પ્રભુશ્રી–દેખાય ગમે તેવો, પણ તેનું અંતઃકરણ સરળ હતું, હસમુખો ને ઉદાર હતો. અમારી પાસે એક વખત આવીને સરળતાથી કહે, પ્રભુ, અંબાલાલ કહે છે તેનું મારા માનવામાં નથી આવતું પણ તમે જેમ હોય તેમ કહો તો હું માનું. અમારે તો બીજું શું કહેવું હોય? અમે તો જણાવ્યું કે તે સાચું કહે છે, હવે મંડી પડને. એટલે તે લઈ મંડ્યો. ગમે તેવા ક્ષયોપશમવાળા અંબાલાલ દેખાતા પણ તેમના કરતાં આની સરળતા ઓછી નહીં. એને લઈને બઘાની દેવગતિ થઈ. તેનું મરણ સુઘારવાના પ્રયત્નમાં અંબાલાલ વગેરેનું મરણ પણ સુધર્યું.
અમારા ઉપર કૃપાળુદેવના પત્રો છે તેમાં બઘાં આગમનો સાર ખેંચી ખેંચીને ભર્યો છે; અને જણાવ્યું છે, “આમ શીદને કરો છો ? ઝંપોને હવે.” એમ વાર્યા છે. હું તો દોષ અનંતનું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org