________________
ઉપદેશસંગ્રહ-૨
૨૯૩
ઘીરજ રાખવી. આત્માની દયા ખાવી. એને ડાઘ ન પડવા દેવો. જે સત્પુરુષે જાણ્યો છે તે જ આત્મા છે. પાપથી ડરતા કહેવું. ઉપયોગ રાખવો. જેથી વિભાવ પરિણામ ન થાય તે જ અહિંસા. અને મમતા, રાગ-દ્વેષ વડે આત્માને ભુલાય, તેની ઘાત થાય તે જ હિંસા.
પહેલાં કહેતા કહેતીથી ‘આ ઠીક છે, આ ઠીક છે,' એમ દરેકને હોય; પણ સાચું નીકળી આવે તો કલ્યાણ થાય. ↑કૂતરા અને કીડાના દૃષ્ટાંતમાં કીડાનો ઉદ્ધાર થાય છે પણ પૂર્વે ગુરુ હતો તે કૂતરો રહી જાય છે; તેમ ખોટું છોડી દે તેને ફાયદો થાય છે. બતાવનારને વળગી ન પડવું, સાચ ઉપર જ રહેવું.
સમકિતીનાં લક્ષણ :
૧. પહેલો આત્મા જુએ.
૨. કંઈ પણ ક્રિયામાં પહેલી દયાની ભાવના રાખે.
તા. ૧૯-૧-૨૬
અંતરાય કર્મની પરીક્ષા માટે મહામુનિ કેવું કેવું કરે છે ! અમુક પ્રકારનો આહાર, અમુક આપનાર, અમુક વાસણમાં હોય તો જ લેવો વગેરે. અભિગ્રહમાં શું આવ્યું ? આ દેહને જુદો જાણી તેને ન ગણવો, ન ચાલ્યે બાંધેલાં કર્મનો ભોગવટો હોય તો જ તેને પોષણ આપવું. પણ આ જીવ તો તેને માટે કેટકેટલા સંકલ્પ વિકલ્પ, તૃષ્ણાઓ અને અનર્થદંડથી કર્મ બાંધ્યા કરે છે? જે સુખ માટે તે ફાંફાં મારે છે તે તો અંતરાય તૂટ્યું પ્રાપ્ત થાય છે. તે વગર તો ભલે બળ કરીને તૂટી જાય તો ય બનતું નથી. શાતા, વૈભવ, છૈયાં-છોકરાં, સ્ત્રી, ઘન, કુટુંબ, પરિગ્રહ વગેરે માટે જેટલી ઝંખના કરે તે બધાં બંધનાં કારણ છે. અંતરાય તૂટ્યા વગર તેની પ્રાપ્તિ થતી નથી, પણ અણસમજથી મિથ્યા દંડાય છે. એક સત્પુરુષ વિના ક્યાંય સુખ નથી. એણે જાણ્યું તે જ ખરું સુખ છે. તેનું શરણ, તેની ભાવના કર્તવ્ય છે. યોગ, કષાય અને ઇંદ્રિયો રાક્ષસ જેવાં છે. તેમને હણવાની જરૂર છે. શ્રી કૃષ્ણમહારાજે રાક્ષસો હણ્યા તેમાં એક રહ્યો હતો
તા. ૧૭-૧-૨૬
૧. એક ગુરુ હતા. તે શિષ્યો પાસેથી પૈસા પડાવતા. શિષ્યો ભાવિક હોવાથી મહંત જાણી તેને આપતા. તે ગુરુ મરીને અયોધ્યામાં કૂતરો થયેલો, તેના શિષ્યો તેના માથામાં કીડા થઈ પરું પાચ ખાતા હતા.
જ્યારે રામ સ્વધામમાં જવાના હતા ત્યારે તેમણે બધા અયોધ્યાવાસીઓને ગંગાને કિનારે આવવા સૂચવ્યું. બધા આવ્યા પછી નગરમાં માણસોને મોકલ્યા કે જે કોઈ પ્રાણી અયોધ્યામાં હોય તેને અહીં લાવો. માત્ર પેલો કૂતરો નહોતો આવ્યો. તેને રાજસેવકોએ નદીકિનારે આણ્યો. પણ તે પાછો જતો રહેવાને પ્રયત્ન કરતો હતો. તેથી રામે કહ્યું, તેને ગંગામાં ઝબોળો. એટલે તેના માથામાંથી કીડા થયેલા શિષ્યો બહાર નીકળી પડચા અને રામની સાથે સ્વધામમાં ગયા; પણ કૂતરો રહી ગયો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org