________________
૨૯૨
ઉપદેશામૃત તેના કરતાં બંગડીના વેપારીની પેઠે અભ્યાસ કરી મૂક્યો હોય તો મોઢે સારી જ વાણી નીકળે. કિંઈ નહીં તો પુણ્ય બંઘાય. “પ્રભુ' એ તો બહુ સરસ શબ્દ છે. આપણને તો એની આજ્ઞાએ એ શબ્દ હિતકારી છે. પ્રભુત્વ એને અર્ધી આપણે દીનત્વ, દાસત્વ, પરમ દીનત્વમાં રહેવું ઘટે છે. ગમે તેમ પણ કષાય ઘટાડવો છે. અવસ્થાને લઈને બેસી શકાય નહીં, આમ સૂઈ જવું પડે; પણ ભાવ બીજો હતો? ગુરુ કહે તેમ કરવું, કરે તેમ ન કરવું.
તા.૧૬-૧-૨૬ [“મોક્ષમાળા' શિક્ષાપાઠ ૮ “સદેવ” ના વાંચન પ્રસંગે.] આ બધું ખોટું છે, રાખનાં પડીકાં જેવું છે. આ કેડિયું, આ મકાન, આ શરીર એ બધું છે તેવું ને તેવું રહે તેમ છે? જૂનું થઈ જાય છે ને ? ફાટી જાય છે, બચકાઈ જાય છે, નાશ થાય છે; તો એમાં શું રાખવા જેવું છે? શામાં મમતા કરવા જેવું છે? શું હારે લઈ જવાનું છે? બધુંય પડી રહેવાનું છે. મારાં સગાં, મારાં વહાલાં, મારા હાથ, મારા પગ એ બધું મારું મારું કરેલું ક્યાં રહેવાનું છે? એટલું જ કરવાનું છે કે મારું કશું નથી.
જ્યાં ત્યાં દહાડા પૂરા કરવાના છે, હેડ પૂરી કરવાની છે. ખાવું પીવું પડે તે હડકાયા કૂતરાની પેઠે આમ ખાધું ન ખાધું કરી બાંઘેલાં પૂરાં કરવાનાં છે. અંતરમાંથી બધું કાઢી નાખવા જેવું છે. કોનાં છોકરાં અને કોનાં સગાં ?
આત્મા સિવાય કોઈ સહાય કરે તેવું નથી. અને તે તો એક સપુરુષે જાણ્યો છે. તો એવા એક સપુરુષમાં જ ચિત્ત રાખવું. આત્મારૂપ થયા હોય તે જ સત્ય છે. તેણે જાણ્યું છે તે જ સાચું છે. તેની પ્રત્યક્ષ વાણી ઉપરથી કોઈ સંતસમાગમથી તેની પ્રતીતિ કરી તેની ઓળખાણ કરી લેવા જેવી છે. બીજે બધેથી તો મરી જવા જેવું છે. મરી જવાનો હોય તેને શી ચિંતા હોય? અહીંથી જવાનું હોય તો પછી અહીંની ચિંતાઓ શું કામ રાખવી? જ્યાં ત્યાંથી ઊઠી જવા જેવું છે અને ઘર જાણી લેવા જેવું છે. જેમ નાનું છોકરું હોય તે તેની માને ઓળખે એટલે બીજાં “આવ આવ' કહે પણ કહે “ના ના.” કોઈ તેડે તો પણ નજર તેની મા તરફ જ રાખે છે. પણ ઓળખતું ન હોય ત્યાં સુધી આની પાસે ય જાય અને આની પાસે ય જાય. પણ પછી તો બીજો બોલાવે તો ય ના કહે.
મારું તારું મૂકી, કોઈ ગમે તે કહે તે સહન કરવું. દુઃખ પડે તે સહન કરવું. ખમી ખૂંદવું. એમાં બધુંય–તપ કહો, ક્ષમા કહો, ચારિત્ર કહો, બધુંયઆવી જાય છે. ખોટું લગાડવું નહીં.
૧. એક બંગડીઓનો વેપારી ગઘેડી ઉપર બંગડીઓ, ચૂડીઓ વગેરે લાદીને વેચવા માટે ગામડે જતો. તે ગધેડીને હાંકતાં લાકડી મારીને બોલતો કે માજી ચાલો, બેન ચાલો, ફઈબા ઉતાવળે ચાલો. એમ માનભર્યા શબ્દો વાપરી લાકડી મારતો. વાટમાં બીજો કોઈ માણસ મળ્યો તેને એમ લાગ્યું કે “આ આમ કેમ બોલતો હશે ?' એટલે તેણે તેને પૂછ્યું ત્યારે બંગડીના વેપારીએ કહ્યું કે “અમારે ગામડામાં ગરાસિયા વગેરેની બાઈઓ સાથે બંગડીઓનો ધંધો કરવો પડે છે, તેથી આવું સારું બોલવાની ટેવ પાડી મૂકી હોય તો અપશબ્દો બોલી જવાય નહીં. જો ભૂલે ચૂકે ગઘેડી જેવા શબ્દો બોલી જવાય તો ગરાસિયા લોકો અમારું માથું કાપી નાખે માટે સારો અભ્યાસ પાડવા આમ બોલું છું.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org