________________
ઉપદેશસંગ્રહ-૨
૨૯૧ કોઈ પ્રશ્ન કરે તો ધીરજથી જે આપણને ઉત્તર સૂઝે તે કહેવામાં શી અડચણ છે ? મરને પછી તર્કથી ગમે તેવો પ્રશ્ન કરેને. ખોટે ખોટો પ્રશ્ન ઊભો કર્યો હોય, તો પણ તેનો સરળતાથી પોતાને સમજાય તેવો દિલ ખોલીને ખુલાસો થાય તો સત્સંગમાં રંગ આવે. નહીં તો સત્સંગ શાનો? આપણે ક્યાં પકડ રાખવી છે? સમજમાં આવે તે કહેવું અને છેવટનું તો તે જ્ઞાની જ જાણે છે.
[‘ગોમટ્ટસારમાંથી પર્યાય સમાસ જ્ઞાન અને અર્ધાક્ષર એ શ્રુતજ્ઞાનના ભેદોના પુનરાવર્તન પ્રસંગે.]
શાસ્ત્રવાંચન મરતી વખતે યાદ રહે પણ ખરું અને ન પણ રહે. પણ સમ્યદ્રષ્ટિ, સપુરુષ પ્રત્યે સન્મુખવૃષ્ટિ, તેના મંત્રનું સ્મરણ અને ભાવના એ જ કામ કરે છે. જેનો ક્ષયોપશમ વઘારે હોય તેની પાસે એટલો વિશેષ પરિગ્રહ છે. કોઈને શાસ્ત્રનું જ્ઞાન ન હોય, ક્ષયોપશમ કાચો હોય, ઘણી વાર સાંભળે ત્યારે યાદ રહે તેવું હોય પણ જો શ્રદ્ધા વૃઢ છે તો તે કામ કાઢી નાખે છે. જેની પાસે વિશેષ સામગ્રી હોય તે તેનો ઉપયોગ કરી શકે, દ્રઢતાનાં તે કારણ છે. પણ તેનો ગર્વ હોય તો વધારે પૈસાવાળા સટ્ટામાં ખોઈ નાખે છે તેવું થાય. ગામડા ગામમાં થોડી પૂંજી હોય તો ય મોટો પૈસાદાર ગણાય પણ કૂવાના દેડકા, તને ક્યાં ખબર છે કે કૃપાળુદેવ અને એવા સમર્થ જ્ઞાની આગળ આ ક્ષયોપશમનો શો હિસાબ? કંઈ ગર્વ કરવા જેવું નથી. સમ્યકત્વના સ્પર્શથી લોઢાના પાટાની દુકાન હોય તો તે સો ટચના સોનાની પાટોવાળી દુકાન થઈ જાય.
મુમુક્ષુ–કોઈ શાસ્ત્ર વગેરે કાંઈ વાંચે નહીં ને માત્ર મંત્ર-સ્મરણ મળ્યું હોય તેનું જ આરાઘન કરે તો જ્ઞાન થાય કે નહીં?
મુનિ મોમા રુષ, મા તુષ' એટલો મંત્ર યાદ રાખવા જેટલો પણ જેનો ક્ષયોપશમ ન હતો; છતાં તેની શ્રદ્ધા અડગ હતી તો તેને જ્ઞાન થયું. ગૌતમ ગણઘરદેવ જેવા શાસ્ત્રો રચનાર રહી ગયા અને ભિખારી જેવાને પણ કેવળ જ્ઞાન થયું હતું. પ્રભુશ્રી–સ્યાદ્વાદ રાખો.
“જ્યાં જ્યાં જે જે યોગ્ય છે, તહાં સમજવું તે;
ત્યાં ત્યાં તે તે આચરે, આત્માર્થી જન એહ.” મુનિ મો–“ચૌદપૂર્વઘારી દેશે ઊણાવાળો પ્રશ્ન કૃપાળુદેવે ચર્યો છે. તેમાં ચોક્કસ ઉત્તર સ્યાદ્વાદસહિત છે.
પ્રભુશ્રીમાર્ગ કોઈ અપૂર્વ છે; મોક્ષે પહોંચાડે તેવો માર્ગ કૃપાળુદેવે કરી દીધો છે. એ દ્રષ્ટિ ઉપર આવવું એ પૂરણ ભાગ્ય છે !
“પ્રભુ પ્રભુ' શબ્દ બોલવાની ટેવ મને છે; તે વિષે એક ભાઈએ મને જણાવ્યું કે એવું શું બોલો છો? પણ તેની આજ્ઞાએ દીનપણું અંગીકાર કરી પ્રવર્તવું છે એટલે એ શબ્દ ઉપયોગપૂર્વક બોલાય તો સારું. એમાં કંઈ વાંઘા જેવું છે? “અલ્યા અને એવું બોલાઈ જવાય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org